Today history 17 july: આજે 17 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ છે. પીડિતો અને મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા હેતુ આ દિવસ ઉજવાય છે. આજે ગુજરાતના જાણીતા રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિકની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
17 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1429 – ફ્રાન્સના રાજા તરીકે ડોફિનને તાજ પહેરાવવામાં આવ્યો.
- 1549 – બેલ્જિયમના ઘેન્ટ પ્રદેશમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા.
- 1712 – ઇંગ્લેન્ડ, પોર્ટુગલ અને ફ્રાન્સે યુદ્ધવિરામ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1850 – હાર્વર્ડ સંશોધન કેન્દ્રે તારાની પ્રથમ તસવીર લીધી.
- 1893 – ઈંગ્લેન્ડના આર્થર શ્રેસબરી ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યા.
- 1906 – ક્લેમેન્ટ આર્મંડ ફેલિએરેસ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1917 – જ્યોર્જ પાંચમા એ પરિવારની અટક બદલીને વિન્ડસર કરી. અગાઉ આ શાહી પરિવાર જર્મન શાહી ઘર ‘સેક્સ કોબર્ગ એન્ડ ગોથા’ તરીકે ઓળખાતો હતો.
- 1919 – ફિનલેન્ડમાં બંધારણ અપનાવવામાં આવ્યું.
- 1924 – ઓસ્ટ્રેલિયામાં ફેડરલ ચૂંટણીમાં મતદાન ફરજિયાત બન્યું. તસ્માની રાષ્ટ્રવાદી સેનેટર હર્બર્ટ પેને દ્વારા પ્રસ્તાવિત પ્રાઈવેટ મેમ્બર્સ એક્ટના પરિણામે કોમનવેલ્થ ચૂંટણીઓ પસાર થઈ હતી (1924 એક્ટ પછી ફરજિયાત મતદાન અમલમાં આવ્યું હતું.)
- 1929 – સોવિયેત સંઘે ચીન સાથે રાજદ્વારી સંબંધોનો અંત લાવ્યો.
- 1943 – બ્રિટનની રોયલ એરફોર્સ RAF એ જર્મનીના પીનમુન્ડે રોકેટ બેઝ પર હુમલો કર્યો.
- 1944 – અમેરિકાના કેલિફોર્નિયામાં દારૂગોળો ભરેલા બે જહાજોમાં વિસ્ફોટને કારણે 322 લોકોના મોત થયા હતા.
- 1947 – ભારતીય મુસાફર જહાજ રામદાસ વાવાઝોડામાં ફસાઈ ગયું અને મુંબઈ નજીક ડૂબી ગયું. 625 લોકોના મોત થયા છે.
- 1974 – લંડન ટાવરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 41 લોકો ઘાયલ થયા હતા.
- 1980 – જેન્કો સુઝુકી જાપાનના વડાપ્રધાન બન્યા.
- 1981 – ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં અલ-ફતાહના મુખ્ય મથકને નષ્ટ કરી દીધું.
- 1987 – ઈરાન અને ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધો તૂટી ગયા.
- 1994 – ધૂમકેતુ શુમેકર લેવી-9નો પ્રથમ ટુકડો ગુરુ સાથે અથડાયો.
- 2002 – રશિયાની સ્વેત્લાના ફિફાપ્રોવાએ પોલ વૉલ્ટ સ્પર્ધામાં નવો યુરોપિયન રેકોર્ડ સ્થાપિત કર્યો.
- 2003 – ઉત્તર પૂર્વ કોંગોના વિશ્વ શહેરમાં જાતીય હિંસામાં લોકો માર્યા ગયા હતા.
- 2008- અફઘાનિસ્તાનમાં નાટો દળોએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ પર મિસાઈલ અને હેલિકોપ્ટર વડે હુમલો કર્યો.
આ પણ વાંચોઃ 16 જુલાઇનો ઇતિહાસ: અમેરિકાએ દુનિયાનું સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ કર્યુંઆજનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન દર વર્ષ 17 જુલાઇના રોજ ઉજવાય છે.રોમ કાનૂનની ઐતિહાસિક સ્વીકૃતિ અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય પ્રણાલીની ઐતિહાસિક શરૂઆતને ચિન્હિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમના ન્યાયને સમર્થન આપવા માટે દરેકને એક કરવાનો છે. આ દિવસ મૂળભૂત માનવ અધિકારોની હિમાયત કરવા અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે સમગ્ર વિશ્વમાં 17 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન ઉજવવામાં આવે છે. 17 જુલાઇ એ ‘આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય’ (International Criminal Court)ને માન્યતા આપતી ‘રોમ સંધી’ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી, ન્યાય અંગેના વિશ્વ દિવસની ઉજવણી માટે આ તારીખ પસંદ કરવામાં આવી છે. દર વર્ષે ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ જેવી કે જાતિસંહાર, નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને સમૂહનું ધ્યાન આકર્ષે છે. અને ગંભીર ગુનાઓ રોકવામાં મદદ કરે છે. પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ છે. આ રીતે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.
આ પણ વાંચોઃ 15 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ યુવા કૌશલ દિવસ- યુવાઓ નવી સ્કીલ શીખવા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત થાય
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- પૂજા સિહાગ (1997) – ભારતીય મહિલા ફ્રીસ્ટાઇલ રેસલર.
- રવિ કિશન (1971) – હિન્દી અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા, ભાજપ નેતા .
- ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન (1943) – પરમ વીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક
- બેગમ આબિદા અહેમદ (1923) – ભારતના પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના પત્ની.
આ પણ વાંચોઃ 14 જુલાઇનો ઇતિહાસ: શાર્ક અવેરનેસ દિવસ- બેફામ શિકાર અને જળ પ્રદુષણથી વિશાળકાય શાર્કનું અસ્તિત્વ જોખમમાં
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- રજત મુખર્જી (2020) – એક પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્દેશક હતા.
- સી.એસ. શેષાદ્રી (2020) – ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હતા.
- રીતા ભાદુરી (2018) – હિન્દી સિને જગતની જાણીતી અભિનેત્રી હતી.
- બરુણ ડે (2013) – પ્રખ્યાત ઇતિહાસકાર.
- વહેંગબમ નિપમ્ચા સિંહ (2012) – મણિપુરના ભૂતપૂર્વ નવમા મુખ્યમંત્રી હતા.
- આઈ.જી. પટેલ (2005) – ભારતીય રિઝર્વ બેંકના ચૌદમા ગવર્નર.
- કાનન દેવી (1992)- ભારતની પ્રખ્યાત અભિનેત્રી, ગાયિકા અને ફિલ્મ નિર્માતા.
- એડમ સ્મિથ (1790) – પ્રખ્યાત સ્કોટિશ રાજકારણી, ફિલસૂફ અને રાજકીય અર્થશાસ્ત્રી હતા.
- લાલમણિ મિશ્રા (1979) – ભારતીય સંગીત જગતના એક એવા ઋષિ હતા, જેઓ તેમની વિદ્વતાની જેમ તેમની કલા માટે પણ જાણીતા હતા.
- ઈન્દુલાલ યાજ્ઞિક (1972) – ગુજરાતના પ્રખ્યાત રાજકારણી અને ‘ઓલ ઈન્ડિયા કિસાન સભા’ના નેતા.
- એલેક્ઝાન્ડર મેડીમન (1928) – ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ગવર્નર જનરલના ગૃહ વિભાગની સમિતિના સભ્ય.
આ પણ વાંચોઃ 13 જુલાઇનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ખડક દિવસ, કાશ્મીર શહીદ દિવસ જેને ભારત ભૂલી જવા ઇચ્છે છે





