Today history 17 june : આજે 17 જૂન 2023 (17 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ 1857ના સ્વતંત્રતા સંગ્રામના મહાન વીરાંગના ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીરદિન છે. વર્ષ 1858માં આજના દિવસે અંગ્રેજો સાથે યુદ્ધ લડતા લડતા તેઓ વીરગતિને પામ્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (17 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
17 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1775- બંકર હિલના યુદ્ધમાં બ્રિટિશ સેનાએ અમેરિકાની કોન્ટિનેંટલ આર્મીને હરાવ્યું પરંતુ ભારે નુકસાન સહન કરવું પડ્યું.
- 1885 – સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ન્યુ યોર્ક બંદરે પહોંચી.
- 1938- જાપાને ચીન સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1944 – આઇસલેન્ડને ડેનમાર્કથી આઝાદી મળી. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ આત્મસમર્પણ કર્યું.
- 1950 – સિડનીમાં પ્રથમ સફળતા * 2012 –
- 1994 – ઉત્તર કોરિયા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને તેના દેશમાં રહેવા દેવા માટે સંમત થયું.
- 1999 – લેકેવ ઝુમા ડી. આફ્રિકાના ઉપપ્રમુખ બન્યા હતા. કારગીલમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આઈએસઆઈ દ્વારા કારગિલ જેહાદ ફંડની સ્થાપના કરાઇ હતી.
- 2001 – નેપાળના શાહી પરિવાર હત્યા કેસમાં ડૉક્ટરે કહ્યું કે દીપેન્દ્રના લોહીમાં આલ્કોહોલના કોઈ સબૂત મળ્યા નથી.
- 2002 – કરાચીમાં અમેરિકાનું વાણિજ્ય દૂતાવાસ ફરીથી ખોલવામાં આવ્યું.
- 2003 – ફ્રાંસમાં 165 ઈરાની આતંકવાદીઓની ધરપકડ.
- 2004 – પૃથ્વીના ખડકો જેવા જ પત્થરો મંગળ પર મળી આવ્યા હતા. બગદાદમાં સૈન્ય ભરતી કેન્દ્રમાં વિસ્ફોટમાં 42ના મોત અને 127 ઘાયલ.
- 2008 – સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ’નું બેંગ્લોરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રશિયાએ 2012 સુધીમાં તેના વિનાશક રાસાયણિક શસ્ત્રોના ભંડારને નષ્ટ કરવાની દિશામાં પગલાં લીધાં. કેનેડાની સરકારે તમિલ વર્લ્ડ મૂવમેન્ટ સંગઠનને આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું.
- 2012- સાઈના નેહવાલ ત્રીજી વખત ઈન્ડોનેશિયા ઓપન ચેમ્પિયન બની.
આ પણ વાંચોઃ 16 જૂન : વિશ્વ સાપ દિવસ, જંગલોના નાશથી નાગના અસ્તિત્વ સામે જોખમ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- લિએન્ડર પેસ (1973) – ભારતના ટેનિસ ખેલાડી
- અમૃતા રાવ (1981)- હિન્દી ફિલ્મ અભિનેત્રી.
- નિશિકાંત કામત (1970) – હિન્દી ફિલ્મ નિર્દેશક અને અભિનેતા.
- પી.ડી.ટી. આચાર્ય (1945) – ભારતના ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ.
- ભગતસિંહ કોશ્યરી (1942) – ઉત્તરાખંડના બીજા મુખ્યમંત્ર.
- જ્યોતિ પ્રસાદ અગ્રવાલ (1903) – આસામના સાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની અને ફિલ્મ નિર્માતા.
- કૈલાશ નાથ કાત્જુ (1887) – પ્રખ્યાત રાજકારણી અને મધ્ય પ્રદેશ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
આ પણ વાંચોઃ 15 જૂનનો ઇતિહાસ : વિશ્વ પવન દિવસ – સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે હવા; અન્ના હજારેનો જન્મદિન
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- મદન મોહન પુંછી (2015) – ભારતના ભૂતપૂર્વ 28મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- ગોપબંધુ દાસ (1928) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, કવિ, લેખક અને ઓરિસ્સાના સામાજિક કાર્યકર્તા.
- ગોપાલ ગણેશ આગરકર (1895)- સામાજિક કાર્યકર.
- લોર્ડ કેનિંગ (1862) – ભારતના પ્રથમ વાઇસરોય અને કુશળ રાજકારણી
- રાણી લક્ષ્મીબાઈ (1858) – ભારતના 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના વીર યોદ્ધ અને ઝાંસીના મહારાણી.
- જીજાબાઈ (1674) – શાહજી ભોંસલેના પત્ની અને છત્રપતિ શિવાજીના માતા.
- મુમતાઝ મહેલ (1631)- આસફ ખાનની પુત્રી, જેમણે મુઘલ સમ્રાટ શાહજહાં સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃ 14 જૂનનો ઇતિહાસ : વિશ્વ રક્તદાન દિવસ – ભારતમાં દર વર્ષે 12000 લોકો લોહી ઉપલબ્ધ ન થતા ગુમાવે છે જીવ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ શહીદદિન
આજે ભારતના 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી વીર યોદ્ધા અને ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીદદિન છે. તેમનો જન્મ 19 નવેમ્બર, 1835ના રોજ કાશી/વારાણસીમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. બાળપણમાં તેમનું નામ ‘મણિકર્ણિકા’ રાખવામાં આવ્યું હતું પરંતુ પ્રેમથી મણિકર્ણિકાને ‘મનુ’ કહીને બોલાવતા હતા. મનુ જ્યારે ચાર વર્ષના હતી ત્યારે તેમની માતાનું અવસાન થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ વર્ષ 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયા અને તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. વર્ષ 1851માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. વર્ષ 1853માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું 21 નવેમ્બર 1853માં અવસાન થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. જો કે અંગ્રેજોએ ખાલસા નીતિ લાગુ કરતા લક્ષ્મીબાઇના દત્તક પુત્રને ઝાંસીનો ઉત્તરાધિકાર માનવા ઇન્કાર કર્યો. તે દરમિયાન ઉત્તર ભારતમાં બ્રિટિશ રાજ વિરુદ્ધ આક્રોશ ભભૂકી ઉઠ્યો અને તેમાં ઝાંસી પણ જોડાયુ. અંગ્રેજો સામે લડાઇ લડતા લડતા તેઓ 17 જૂન, 1858માં મૂત્યુ વીરગતિને પામ્યા હતા.
આ પણ વાંચોઃ 13 જૂનનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે – રંગહીનતાની બીમારી માનવ જીવનને બનાવે છે ‘બેરંગ’