આજનો ઇતિહાસ 17 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ કેમ ઉજવાય છે? ટ્રોમા સેન્ટરનું શું મહત્વ છે?

Today History 17 October : આજે 17 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નાબૂદી દિવસ અને વર્લ્ડ ટ્રોમા ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : October 17, 2023 10:04 IST
આજનો ઇતિહાસ 17 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ કેમ ઉજવાય છે? ટ્રોમા સેન્ટરનું શું મહત્વ છે?
આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ અને વર્લ્ડ ટ્રોમા ડે દિવસ દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. (Photo - Canva)

Today history 17 October : આજે 17 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ અને વર્લ્ડ ટ્રોમા ડે છે. ઇતિહાસમાં નજર કરીયે તો વર્ષ 1870માં કલકત્તા બંદરને બંધારણીય સંસ્થાના સંચાલન હેઠળ લાવવામાં આવ્યું હતુ. વર્ષ 1888માં વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને ઓપ્ટિકલ ફોનોગ્રાફના પેટન્ટ માટે અરજી કરી હતી. વર્ષ 1979માં મધર ટેરેસાને શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આજે બોલીવુડ અભિનેત્રી સ્મિતા પાટીલ, ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

17 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1870 – કલકત્તા બંદરને બંધારણીય સંસ્થાના સંચાલન હેઠળ લાવવામાં આવ્યું.
  • 1888 – વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને ઓપ્ટિકલ ફોનોગ્રાફના પેટન્ટ માટે અરજી કરી.
  • 1912 – બલ્ગેરિયા, ગ્રીસ અને સર્બિયાએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1917 – પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટને પ્રથમ વખત જર્મની પર હવાઈ હુમલો કર્યો.
  • 1933 – પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન નાઝી જર્મનીમાંથી અમેરિકા ગયા.
  • 1941 – બીજા વિશ્વયુદ્ધમાં પ્રથમ વખત જર્મન સબમરીને અમેરિકન જહાજ પર હુમલો કર્યો.
  • 1979 – મધર ટેરેસાને શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
  • 2000 – પશ્ચિમ એશિયા શાંતિ મંત્રણા પૂર્ણ થઈ, બંને પક્ષો બિલ ક્લિન્ટનના ત્રણ મુદ્દાઓ પર સંમત થયા.
  • 2003 – અમેરિકા અને રશિયા બાદ અવકાશમાં માનવયાન મોકલનાર ચીન વિશ્વનો ત્રીજો દેશ બન્યો. બ્રિટિશ લેખક ડીબીસી પિયરની પ્રથમ નવલકથા ‘વેરનારન ગોડ લિટિલ’ને પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ આપવાની ઘોષણા કરવામાં આવી છે.
  • 2004 – ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્લાર્ક ભારત પહોંચ્યા.
  • 2007 – આઇરિશ લેખિકા એની એનરાઇટને તેમની નવલકથા ‘ધ ગેધરિંગ’ માટે બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 2008 – મોનોપોલી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ કમિશને ખાનગી એરલાઇન્સ, કિંગફિશર અને જેટ એરવેઝના જોડાણની તપાસનો આદેશ આપ્યો.
  • 2009 – હિંદ મહાસાગરમાં સ્થિત માલદીવે વિશ્વની પ્રથમ પાણીની અંદર કેબિનેટ બેઠક યોજીને તમામ રાષ્ટ્રોને ગ્લોબલ વોર્મિંગના જોખમ વિશે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો | 16 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય દિવસ કેમ ઉજવાય છે? એનેસ્થેસિયાનો સૌપ્રથમ ઉપયોગ ક્યા અને કોણે કર્યો હતો?

આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ (International Day for the Eradication of Poverty)

આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ (International Day for the Eradication of Poverty) દર વર્ષે 17 ઓક્ટોબરે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ સૌપ્રથમ વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવ્યો હતો, ત્યારબાદ દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 22 ડિસેમ્બર, 1992ના રોજ આ દિવસ માટે એક ઠરાવ પસાર કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવાનો છે. આ દિવસ દ્વારા, ગરીબીમાં જીવતા લોકોને તેમની સાથે સક્રિય ભાગીદારી દ્વારા ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવે છે.

વર્લ્ડ ટ્રોમા ડે (World Trauma Day)

વિશ્વ ઈજા દિવસ / વિશ્વ આઘાત દિવસ (World Trauma Day) દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ટ્રોમા ડે એ માનવ જીવનની સૌથી જટિલ ક્ષણો દરમિયાન રક્ષણ અને જીવન બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઇજાને કારણે મૃત્યુની રોકવાની તૈયારી કરવા તેમજ મહત્વપૂર્ણ પગલાં અપનાવવા માટે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ ઈજા છે. આઘાતનો અર્થ “કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક ઈજા” થઈ શકે છે. આવી ઇજાઓ વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે જેમ કે માર્ગ અકસ્માત, આગ, દાઝવું, પડવું, કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ અને હિંસક કૃત્યો અને અસશક્ત વસ્તી “મહિલાઓ, બાળકો અને વૃદ્ધો” સામેના ગુનાઓ. આ તમામ કારણો પૈકી, વિશ્વભરમાં ઇડાનું મુખ્ય કારણ રોડ ટ્રાફિક અકસ્માતો (આરટીએ) છે. ઘણી પ્રકારની ઇજાઓ અસ્થાયી અથવા કાયમી અપંગતાનું કારણ બને છે. અમુક ગંભીર ઈજાઓ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો | 15 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ કેમ ઉજવાય છે? ભારતના મિસાઇલ મેન કોણ છે?

17 ઓક્ટોબરની જન્મજયંતિ

  • સર સૈયદ અહેમદ ખાન (1817) – અલીગઢ ઓરિએન્ટલ કોલેજના સ્થાપક
  • સિસ્ટર યુફ્રેસિયા (1877) – ભારતીય ખ્રિસ્તી મહિલા સંત
  • આર. કે. સન્મુખમ ચેટ્ટી (1892) – સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી.
  • શિવાની (1923) – પ્રખ્યાત [[નવલકથાકાર]
  • ચંદ્રશેખર રથ (1929) – ઓડિશાના પ્રખ્યાત વાર્તાકાર અને સાહિત્યકાર.
  • એસ. સી. જમીર (1931) – નાગાલેન્ડના છઠ્ઠા મુખ્યમંત્રી.
  • રાજીવ તારાનાથ (1932) – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર.
  • દૂધનાથ સિંહ (1936) – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર
  • સ્મિતા પાટીલ (1955) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી
  • અનિલ કુંબલે (1970) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
  • ભગવંત માન (1973) – પંજાબ રાજ્યના મુખ્યમંત્રી.

આ પણ વાંચો | 14 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ માનક દિવસ કેમ ઉજવાય છે, રઝિયા સુલતાન કોણ હતી?

17 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • અરુણ ભાદુરી (2018) – શાસ્ત્રીય ગાયક હતા.
  • લલ્લન પ્રસાદ સિંહ (1998) – ભારતના પાંચ રાજ્યોના રાજ્યપાલ હતા.
  • સ્વામી રામતીર્થ (1906) – હિન્દુ ધાર્મિક નેતા, અત્યંત વ્યક્તિગત અને કાવ્યાત્મક રીતે વ્યવહારુ વેદાંત શીખવવા માટે પ્રખ્યાત હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ