Today history 18 April : આજે 18 એપ્રિલ 2023 (18 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. આપણી મહાન ઐતિહાસિક સંસ્કૃતિ અને સ્થાપત્યોની જાળવણી અને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સમુદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતો દેશ હોવાથી આ વર્લ્ડ હેરિટેજ દિવસ બહુ મહત્વપૂર્ણ બને રહી છે. આજે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન (albert einstein) અને આ ભારતના 1857ના સંગ્રામના ક્રાંતિકારી તાત્યા ટોપે (tatya tope)ની પુણ્યતિથિ છે. તો ફિલ્મ કલાકાત લલિતા પવાર (lalita pawar) અને એક્ટ્રેસ પૂનમ ધિલ્લોન (poonam dhillon)નો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (18 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
18 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1955 – બાંડુંગમાં આફ્રિકી -એશિયન કોન્ફરન્સ; પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નિધન.
- 1983 – વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા દિનને વર્ષ 1983માં માન્યતા આપી હતી.
વર્લ્ડ હેરિટેજ ડે
વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે ’18 એપ્રિલ’ના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા યુનેસ્કોએ આપણા પૂર્વજોએ આપેલા વારસાને અમૂલ્ય ગણીને અને તેને સુરક્ષિત અને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. કોઈપણ રાષ્ટ્રનો ઈતિહાસ તેના વર્તમાન અને ભવિષ્યનો પાયો હોય છે. જે દેશનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી હશે તેટલું જ તેનું સ્થાન વૈશ્વિક સ્તરે ઊંચું ગણવામાં આવશે. એ પણ હકીકત છે કે, ભૂતકાળ ક્યારેય પાછો આવતો નથી તે સમયગાળામાં બનેલી ઈમારતો અને લખાયેલું સાહિત્ય એને હંમેશ માટે જીવંત રાખે છે. વિશ્વ વિરાસતના સ્થળોને કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને તેની પ્રાચીન સંસ્કૃતિના મહત્વપૂર્ણ પ્રતીક ગણવામાં આવે છે. હાલ ભારતમાં 40 સ્થળોને 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, જેમાં સાત પ્રાકૃતિક, 32 સાંસ્કૃતિક અને એક મિશ્ર હેરિટેજ સાઇટ છે.
- 1994 – વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બ્રાયન લારાએ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 375 રન બનાવીને સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 1999 – બ્રિટનના અગ્રણી નવલકથાકાર, જીવનચરિત્રકાર અને સંપાદક મેરી બુલિન્સનું 90 વર્ષની વયે અવસાન થયું.
- 2001 – બાંગ્લાદેશની સેનાએ ભારતીય સરહદમાં ઘૂસીને કરેલા ગોળીબારમાં 16 ભારતના સૈનિકો શહીદ થયા હતા.
- 2002 – ભૂતપૂર્વ અફઘાન શાસક મોહમ્મદ ઝહીર શાહ, જે 1973 થી ઇટાલીમાં રહેતા હતા, કાબુલ પાછા ફર્યા.
- 2005 – ભારત મુંબઈ સ્થિત જિન્નાહ હાઉસ પાકિસ્તાનને આપવા સંમત થયું.
- 2006 – રોબિન હૂડના શહેર નોટિંગહામને લૂંટગ્રસ્ત શહેર જાહેર કરવામાં આવ્યું.
- 2008 – અમેરિકાની સુપ્રીમ અદાલતે જીવલેણ ઇન્જેક્શન દ્વારા મૃત્યુદંડની સજાને કાયદેસર બનાવી છે. પાકિસ્તાને ભારતીય કેદી સબરજિત સિંહની ફાંસી એક મહિના માટે ટાળી દીધી છે. ભારત અને મેક્સિકોએ નાગરિક ઉડ્ડયન અને ઉર્જા ક્ષેત્રે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ગુરુ તેગ બહાદુર (1621) – શીખ ધર્મના નવમા ગુરુ.
- ધોંડો કેશવ કર્વે (1858) – આધુનિક ભારતના સૌથી મોટા સમાજ સુધારક અને તારણહાર માનવામાં આવે છે.
- દુલારી (1928) – ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી હતી.
- ચંડેશ્વર પ્રસાદ નારાયણ સિંહ (1901) – ભારતીય રાજકારણી હતા.
- લલિતા પવાર (1916) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી
- પૂનમ ધિલ્લોન (1961) – બોલિવૂડ અભિનેત્રી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- અનુપમા પંચીમાંડા (2021) – ભારતની ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી અમ્પાયર હતી.
- બચી સિંહ રાવત (2021) – ઉત્તરાખંડના ભારતીય જનતા પાર્ટીના પીઢ રાજકારણી હતા.
- તાત્યા ટોપે (1859) – બહાદુર માણસ અને ‘પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ’માં ભાગ લેનાર મુખ્ય વ્યક્તિ.
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન (1955) – પ્રખ્યાત વૈજ્ઞાનિક
- બરીન્દ્ર કુમાર ઘોષ (1959) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર હતા.
- પાંડુરંગ વામન કાણે (1972) – મહાન ભારતીય સંસ્કૃતશાસ્ત્રી અને વિદ્વાન પંડિત.
- સુધાકર પાંડે (2003) – હિન્દી સાહિત્યની મુખ્ય શૈલીઓના ઉત્તમ લેખક અને સુધારક.
- જી. સુબ્રહ્મણ્યમ અય્યર (1916) – ભારતના જાણીતા પત્રકાર અને અગ્રણી બૌદ્ધિક હતા.
- દામોદર હરિ ચાપેકર (1898)- ભારતના ક્રાંતિકારી અમર શહીદો.