Today History 18 December : આજે તારીખ 18 ડિસેમ્બ છે. આજે આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ છે. વર્ષ 1935માં આજના દિવસે જર્મન વૈજ્ઞાનિક અને રસાયણશાસ્ત્રી ઓટોહાન દ્વારા અણુ ઊર્જાના વિભાજનનું વિશ્લેષણ કરવામાં આવ્યુ અને આ સાથે જ પરમાણુ યુગની શરૂઆત થઈ. તો મુસ્લિમ શાસક તૈમુરે સુલતાન નુસરત શાહને હરાવીને દિલ્હી પર કબજો કર્યો હતો. જાણો ઇતિહાસ ની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
18 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
2017 – ભારતે વર્ષ 2017ના કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 30માંથી 29 ગોલ્ડ જીત્યા.2015 – બ્રિટને કોલસાની ખાણની લિંગલ કોલિયરી બંધ કરી.2014 – સૌથી ભારે રોકેટ GSLV માર્ક-III સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.2008 – બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું 2008માં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.2007 – જાપાને ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.2005 – કેનેડામાં ગૃહ યુદ્ધની શરૂઆત.2002 – હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે 2002માં સિપિડન અને લિગિટન ટાપુઓ પર નિયંત્રણ કરવાના મલેશિયાના અધિકારની પુષ્ટિ કરી.1999 – શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમાર તુંગ પર થયેલા ઘાતક હુમલામાં 25 લોકોના મોત હતા અને 100 લોકો ઘાયલ થયા હતા.1997 – ભારત અને અમેરિકા વચ્ચે અવકાશ સંશોધનમાં સહયોગ માટે વોશિંગ્ટન સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.1995 – પશ્ચિમ બંગાળના પુરુલિયામાં અજાણ્યા એરક્રાફ્ટે શસ્ત્રો નીચે ફેંક્યા હતા.1989 – સચિન તેંડુલકરે તેની પ્રથમ વનડે મેચ પાકિસ્તાન સામે રમી હતી.1988 – ઓસ્ટ્રેલિયાએ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવીને સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું.1973 – ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંકની સ્થાપના.1969 – ઇંગ્લેન્ડમાં મૃત્યુ દંડની સજા નાબૂદ કરવામાં આવી.1966 – શનિના ઉપગ્રહ એપી મૈથિલ્સની શોધ થઈ.1960 – ભારતની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન થયું.1956 – જાપાને સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ સ્વીકાર્યું.1945 – દક્ષિણ અમેરિકાનો દેશ ઉરુગ્વે 1945માં સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય બન્યો.1941 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાની સેના હોંગકોંગ પહોંચી અને નાગરિકોનો સંહાર શરૂ કર્યો.1938- જર્મન વૈજ્ઞાનિક અને રસાયણશાસ્ત્રી ઓટોહાન સ્ટેટસમેન દ્વારા અણુ ઊર્જાના વિભાજનનું વિશ્લેષણ કરવામાં આવ્યુ અને આ સાથે જ પરમાણુ યુગની શરૂઆત થઈ.1935 – એડવર્ડ બેનેસ ચેકોસ્લોવાકિયાના રાષ્ટ્રપતિ બન્યા.1917 – સોવિયેત રેજિમેન્ટે ફિનલેન્ડની સ્વતંત્રતાની ઘોષણા કરી.1916 – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વેરદૂનના યુદ્ધમાં ફ્રાન્સે જર્મનીને હરાવ્યું.1914 – બ્રિટને ઔપચારિક રીતે ઇજિપ્તને તેની વસાહત તરીકે જાહેર કરી.1899 – ફિલ્ડ માર્શલ લોર્ડ રોબર્ટ્સને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ બ્રિટિશ સુપ્રીમ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.1878 – અલ-થાની પરિવાર કતાર પર શાસન કરનાર પ્રથમ કુટુંબ બન્યું.1865 – અમેરિકામાં પ્રથમ પશુ આયાત કાયદો પસાર કરવામાં આવ્યો હતો.1849 – વિલિયમ બોન્ડે ટેલિસ્કોપ દ્વારા ચંદ્રનો પ્રથમ ફોટોગ્રાફ લીધો.1839 – અમેરિકાના જ્હોન ડ્રેપરે પ્રથમ વખત અવકાશી પદાર્થ (ચંદ્ર) ની તસવીર લીધી.1833 – રશિયાનું રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ઝાર’ પહેલીવાર ગાવામાં આવ્યું.1799 – અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના મૃતદેહને માઉન્ટ વર્નોન ખાતે દફનાવવામાં આવ્યો.1787 – ન્યૂ જર્સીમાં અમેરિકાના બંધારણનો સ્વીકાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું.1777 – અમેરિકામાં પ્રથમ વખત નેશનલ થેંક્સગિવીંગ ડેની ઉજવણી કરવામાં આવી.1642 – મહાસાગર સંશોધક તાસ્માન 1ન્યુઝીલેન્ડની ધરતી પર ઉતર્યો હતો. ન્યુઝીલેન્ડના નજીકના સમુદ્રને તેમના નામ પરથી તાસ્માનિયા સમુદ્ર પણ કહેવામાં આવે છે.1398 – તૈમુરે સુલતાન નુસરત શાહને હરાવીને દિલ્હી પર કબજો કર્યો હતો.1271 – મોંગોલ શાસક કુબલાઈ ખાને તેના સામ્રાજ્યનું નામ યુઆન રાખ્યું, ત્યારથી જ મંગોલિયા અને ચીનમાં યુઆન રાજવંશની શરૂઆત થઇ.
આ પણ વાંચો | 17 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતના ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન; કેમ અંગ્રેજોએ કેમ બે દિવસ પહેલા ફાંસી આપી હતી?
આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ (International Migrants Day)
આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ (International Migrants Day) દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને શિક્ષિત કરવાનો છે કે દરેક સ્થળાંતર કરનાર સાથે આદર સાથે વ્યવહાર કરવો એ મૂળભૂત આવશ્યકતાઓ પૈકીની એક છે. આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ ડેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને મુશ્કેલીઓ વિશે જાગૃતિ લાવવાનો છે. જ્યારે એક દેશનો નાગરિક પોતાનો દેશ છોડીને નોકરી કે કામકાજની શોધમાં બીજા દેશમાં સ્થાયી થાય છે, ત્યારે તેને પ્રવાસી કહેવામાં આવે છે, ઉદાહરણ તરીકે, જો કોઈ ભારતીય નાગરિક અમેરિકા, સાઉદી કે અન્ય કોઈ દેશમાં જઈને ત્યાં સ્થાયી થાય છે, તો તેને NRI કહેવામાં આવે છે. કહેવાય છે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન સહિતના કેટલાક દેશો એવા છે જ્યાં વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓ સ્થાયી થાય છે.
વર્ષ 1990માં 18 ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ તમામ પ્રવાસી કામદારો અને તેમના પરિવારના સભ્યોના અધિકારોના સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય સંમેલન કર્યુ હતુ. 4 ડિસેમ્બર 2000ના રોજ તેણે દુનિયાભરમાં સ્થળાંતર કરનારાઓની વધતી સંખ્યાને માન્યતા આપી અને 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ ( International Minorities Rights Day)
આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ 1992થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અને ભાષા, જાતિ, ધર્મ, સંસ્કૃતિ, પરંપરા વગેરેની સુરક્ષાની ખાતરીકરવા માટે આ દિવસ ઉજવાય છે.
સંયુક્ત રાષ્ટ્રનાં સ્પેશિયલ રેપોર્ટર ફ્રાન્સિસ્કો કેપોટોર્ટીએ લઘુમતી એટલ કે અલ્પસંખ્યકની વૈશ્વિક વ્યાખ્યા આપી હતી, જે મુજબ – “રાષ્ટ્ર-રાજ્યમાં વસતા સમુદાયો જેમની સંખ્યા નાની હોય અને સામાજિક, રાજકીય અને આર્થિક રીતે નબળા હોય અને જેમની જાતિ, ધર્મ, ભાષા વગેરે બહુમતીથી અલગ હોવા છતાં, તેઓ રાષ્ટ્રના નિર્માણ, વિકાસ, એકતા, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ભાષાની જાળવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, તો આવા સમુદાયોને તે રાષ્ટ્ર-રાજ્યમાં લઘુમતી ગણવા જોઈએ.”
ભારતના બંધારણમાં ધર્મ અને ભાષાને લઘુમતી દરજ્જાનો આધાર માનવામાં આવે છે. લઘુમતી સમુદાયો ભારતની કુલ વસ્તીના અંદાજિત 19 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસીનો સમાવેશ થાય છે. જૈનો, બહાઈઓ અને યહૂદીઓ લઘુમતી છે, પરંતુ તેઓને સંબંધિત બંધારણીય અધિકારો પ્રાપ્ત નથી.
આ પણ વાંચો | 15 ડિસેમ્બરનો ઇતિહાસ: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે?
ઓટો હાન – રસાયણશાસ્ત્રના પિતા
ઓટ્ટો હેન એક જર્મન રસાયણશાસ્ત્રી હતા જે રેડિયોએક્ટિવિટી અને રેડિયોકેમિસ્ટ્રીના ક્ષેત્રોમાં એક મહાન વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે હતા. તેઓ પરમાણુ રસાયણશાસ્ત્રના પિતા અને પરમાણુ વિભાજનના પિતા માનવામાં આવે છે. હેન અને લિસ મીટનરે રેડિયમ, થોરિયમ, પ્રોટેક્ટીનિયમ અને યુરેનિયમના કિરણોત્સર્ગી આઇસોટોપ્સની શોધ કરી.
આ પણ વાંચો | 14 ડિસેમ્બરનો ઇતિહાસ: વાનર અને માનવના ડીએનએ કેટલા મેચ થાય છે? કોને બોલીવુડના શો મેન કહેવાય છે?
18 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
ભારતના છત્તીસગઢ રાજ્યના સંત પરંપરાના સર્વોપરી ગણાતા સંત ગુરુ ઘાસીદાસની જન્મજયંતિ, 1756માં જન્મ થયો હતો.જોસેફ ગ્રિમાલ્ડી, જેને અંગ્રેજી ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે, તેમનો 1778માં જન્મ થયો હતો.સોવિયેત યુનિયનને મહાસત્તામાં ફેરવનાર નેતા જોસેફ સ્ટાલિનનો વર્ષ 1878માં જન્મ થયો હતો.ભિખારી ઠાકુર – ભોજપુરીના સક્ષમ લોક કલાકાર, ભોજપુરી કલાકાર, સંગીતકાર અને સામાજિક કાર્યકરનો જન્મ 1887માં થયો હતો.જર્મન ચાન્સેલર બિલી બ્રાંડનો જન્મ 1913માં થયો હતો.જેક બ્રુક્સ, એક અમેરિકન રાજકારણીનો વર્ષ 1922 માં થયો હતો.
આ પણ વાંચો | 13 ડિસેમ્બરનો ઇતિહાસ : સંસદ પર કેટલા આંતકવાદીએ હુમલો કર્યો હતો, રાષ્ટ્રીય ઘોડા દિવસ કેમ ઉજવાય છે?
18 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
પદુમલાલ પુન્નાલાલ બક્ષી – ભારતના જાણીતા નિબંધકારનું 1971માં અવસાન થયું હતુ.મુકુટ બિહારી લાલ ભાર્ગવ – ભારતીય રાજકારણી અને લોકસભાના સભ્યનું 1980માં અવસાન થયું હતું.એલેક્સી કોઝિગિન – સોવિયત યુનિયનના વડા પ્રધાનનું 1980માં અવસાન થયું.કેરાર્ડ બ્લેન – પ્રખ્યાત ફ્રેન્ચ અભિનેતા કેરાર્ડ બ્લેનનું 2000માં અવસાન થયું.
આ પણ વાંચો | 12 ડિસેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય હેલ્થ કવરેજ દિવસ; દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય યોજના કઇ છે?





