આજનો ઇતિહાસ 18 ફેબ્રુઆરી : ભારતમાં દુનિયાના પ્રથમ એર મેલ એરોપ્લેને ઉડાન ભરી, તૈમૂર લંગનું અવસાન

Today History 18 February : આજે 18 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1911માં વિશ્વના પ્રથમ એર મેલ એરો પ્લેને ઉડાન ભરી હતી અને તે પણ ભારતમાં. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today History 18 February : આજે 18 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1911માં વિશ્વના પ્રથમ એર મેલ એરો પ્લેને ઉડાન ભરી હતી અને તે પણ ભારતમાં. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Today History | 18 February | 18 February History | important events of 18 February

18 ફેબ્રુઆરીના રોજ ઇતિહાસની તવારીખમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે (Photo - Freepik)

Today History 18 February : આજે તારીખ 18 ફેબ્રુઆરી છે.આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વિશ્વના પ્રથમ એર મેલ પ્લેન ઉડાન ભરી હતી અને તે ભારતમાં વર્ષ 1911માં આજની તારીખે એર મેલની શરૂઆત થઇ હતી. જેમાં 6500 ટપાલ-પત્રો લઇને એરોપ્લેન અલ્હાબાદથી 10 કિમીનું અંતર કાપીને નૈની પહોંચ્યુ હતુ. આ એર મેલ પ્લેનના પાયલોટ 23 વર્ષીય ફ્રાંસના હેનરી પેકેટે હતા. તો વર્ષ 1905માં શામજી કૃષ્ણવર્માએ લંડનમાં ઈન્ડિયા હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી.

Advertisment

આજના દિવસે વર્ષ 1999માં મહારાષ્ટ્રના એક પોલ્ટ્રી ફાર્મમાં ભારતનો પ્રથમ ફ્લૂનો કેસ નોંધાયો હતો તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ શરૂ થઈ હતી. પ્રખ્યાત અને સેલિબ્રિટીની વાત કરીયે તો આજે મહિલા શુટર મનુ ભાસ્કર, ફિલ્મ અભિનેત્રી નલિની જયવંત, નિમ્મી, સ્વતંત્રતા સેનાની જયનારાયણ વ્યાસ અને રફી અહમદ કિદવઇ, પ્રખ્યાત સંત ચૈતન્ય મહાપ્રભુ અને સંગીતકાર ખય્યામનો આજના દિવસે જન્મ થયો હતો. તો ક્રુર શાસક તૈમૂર લંગ અને જર્મન ધર્મ સુધારક માર્ટિન લૂથરનું (Martin Luther) આજે અવસાન થયું હતુ. જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

18 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1614 - જહાંગીરે મેવાડ પર કબજો કર્યો.
  • 1695 - ફ્રેન્ચ સંશોધક લા સાલે ટેક્સાસમાં વસાહતની સ્થાપના કરી.
  • 1884 - ચાર્લ્સ ગોલ્ડનના નેતૃત્વમાં બ્રિટિશ સેના સુદાન પહોંચી.
  • 1905 - શામજી કૃષ્ણવર્માએ લંડનમાં ઈન્ડિયા હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી.
  • 1911 - એર મેલની પ્રથમ સત્તાવાર ઉડાન અલ્હાબાદમાં થઈ, જેણે 10 કિમીનું અંતર કાપ્યું. ભારતમાં પહેલીવાર વિમાનથી ટપાલ મોકલવામાં આવી. જેમાં 6500 ટપાલ નૈની લઈ જવામાં આવી હતી.
  • 1915 - પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ ઇંગ્લેન્ડની નાકાબંધી કરી.
  • 1930 - ક્લાઈડ ટોમ્બા દ્વારા પ્લુટો ગ્રહની શોધ કરવામાં આવી. તે લાંબા સમયથી આપણા સૌરમંડળનો નવમો ગ્રહ માનવામાં આવતો હતો, પરંતુ પછીથી તેનો ગ્રહનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો.
  • 1941 - અમેરિકન ગાયિકા ઈમા થોમસનો જન્મ થયો.
  • 1943 - નાઝી સેનાએ વ્હાઇટ રોઝ ચળવળના સભ્યોની ધરપકડ કરી.
  • 1945 - બીજા વિશ્વ યુદ્ધમાં ઇવા જીમાની માટે યુદ્ધ શરૂ થયું.
  • 1946 - મુંબઈમાં રોયલ નેવી બળવો થયો.
  • 1954 - કેલિફોર્નિયામાં પ્રથમ ચર્ચ ઓફ સાયન્ટોલોજીની સ્થાપના કરવામાં આવી.
  • 1965 - ઘી ગામ્બિયા યુનાઇટેડ કિંગડમના શાસનથી સ્વતંત્ર બન્યું.

આ પણ વાંચો | 17 ફેબ્રુઆરીનો ઇતિહાસ : છત્રપતિ શિવાજીએ મુઘલો પાસેથી સિંહગઢનો કિલ્લો જીત્યો; જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment
  • 1970 - ફિલિપાઈન્સમાં યુવાનોએ અમેરિકન મિલિટરી બેઝના વિરોધમાં યુએસ એમ્બેસી પર હુમલો કર્યો.
  • 1971 - ભારત અને બ્રિટન વચ્ચે સેટેલાઇટ સંપર્ક સ્થાપિત થયો.
  • 1977 - અમેરિકન અભિનેતા એન્ડી ડિવાઇનનું અવસાન થયું.
  • 1979 - સહારા રણમાં પ્રથમ અને છેલ્લી નોંધાયેલ હિમવર્ષા. અમેરિકાએ ભારતને 1664 કરોડ રૂપિયાનો ચેક આપ્યો, જે વિશ્વનો સૌથી મોટો ચેક માનવામાં આવે છે.
  • 1983 - અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી લૂંટની ઘટના બની છે, જેમાં 13 લોકોના મોત થયા છે.
  • 1988 - બોરિસ યેલત્સિનને શાસક સામ્યવાદી પક્ષના પોલિટબ્યુરોમાંથી દૂર કરવામાં આવ્યા.
  • 1989 - અફઘાન સરકારે કટોકટી જાહેર કરી.
  • 1991 - આઇરિશ રિપબ્લિકન આર્મીએ વિક્ટોરિયા સ્ટેશન બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો.
  • 1998 - સી. સુબ્રહ્મણ્યમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને દેશના આ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 1964 થી 1966 સુધી ભારતના કૃષિ પ્રધાન હતા. હરિયાળી ક્રાંતિમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
  • 1999 - ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બસ સેવા અંગેનો કરાર.
  • 1999 - મહારાષ્ટ્રના એક પોલ્ટ્રી ફાર્મમાં ભારતનો પ્રથમ ફ્લૂનો કેસ નોંધાયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ શરૂ થઈ.
  • 2001 - એફબીઆઈ એજન્ટ રોબર્ટ હેન્સેનની સોવિયેત યુનિયન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. દોષિત ઠેરવ્યા બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો | 16 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ કોને કહેવામાં આવે છે? જાણો ઇતિહાસ

  • 2002- રાષ્ટ્રપતિએ ફિજીના બળવાખોર નેતા જ્યોર્જ સ્પેટની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી.
  • 2003 - દક્ષિણ કોરિયાના મુખ્ય શહેર તાઈગુમાં એક મેટ્રો ટ્રેનમાં આગ લાગવાથી 134 લોકોના મોત થયા હતા.
  • 2006 - મહારાષ્ટ્રના એક પોલ્ટ્રી ફાર્મમાં ભારતનો પ્રથમ ફ્લૂનો કેસ નોંધાયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ શરૂ થઈ.
  • 2007 - દિલ્હીથી લાહોર જઈ રહેલી સમજૌતા એક્સપ્રેસમાં બોમ્બ બ્લાસ્ટમાં 68 લોકોના મોત થયા હતા.
  • 2008 - ભારતીય રિઝર્વ બેંકે સ્વિસ બેંક UDAC AGને દેશમાં વેપાર કરવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં વર્ષોના સૈન્ય શાસન પછી યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ 120 બેઠકો જીતી હતી. નવાઝ શરીફની પાર્ટીને 90 અને આઉટગોઇંગ પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફની પાર્ટીને 51 સીટો મળી છે.
  • 2009 - લોકસભામાં સેન્ટ્રલ યુનિવર્સિટી બિલ 2009 રજૂ કરવામાં આવ્યું.
  • 2014 - આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને દેશના 29મા રાજ્યને તેલંગાણા તરીકે સ્થાપિત કરવાનો પ્રસ્તાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો.
  • 2014 - યુક્રેનની રાજધાની કિવમાં પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 76 લોકોના મોત થયા અને સેંકડો ઘાયલ થયા.

આ પણ વાંચો | 15 ફેબ્રુઆરીનો ઇતિગાસ : આજે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ છે, બાળકોને આ 7 પ્રકારના કેન્સર થવાનું જોખમઆ પણ વાંચો |

18 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મનુ ભાકર (2002) - ભારતીય મહિલા શૂટર.
  • દમયંતી બેશરા (1962) - મહિલા સશક્તિકરણ માટે અવાજ ઉઠાવનાર મહિલા .
  • ગુરમીત બાવા (1944) - એક પ્રખ્યાત પંજાબી ગાયક હતા.
  • અબ્દુલ હલીમ જાફર ખાન (1927) - સંગીતની દુનિયાના પ્રખ્યાત સિતારવાદક હતા.
  • નલિની જયવંત (1926) - ભારતીય સિનેમાની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી.
  • કૃષ્ણા સોબતી (1925) - હિન્દી કવિ
  • નિમ્મી (1933) - ભારતીય હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
  • મદન લાલ ઢીંગરા (1883) - ભારતીય ક્રાંતિકારી
  • જયનારાયણ વ્યાસ (1899), સ્વાતંત્ર્ય સેનાની
  • મેક્સ ક્લિંગર (1857) - ચિત્રકલા, શિલ્પકલા અને ઉત્ખનન કલાના જર્મન કલાકાર હતા.
  • રામકૃષ્ણ પરમહંસ (ઉર્ફે ગદાધર ચેટર્જી) (1836) - ભારતના મહાન સંત અને વિચારક અને સ્વામી વિવેકાનંદના ગુરુ.
  • રફી અહમદ કિડવાઈ (1894) - સ્વતંત્રતા સેનાની અને રાજકારણી
  • ચૈતન્ય મહાપ્રભુ (1486) - ભક્તિકાળના મુખ્ય સંતો પૈકીના એક હતા.
  • ખય્યામ (1927) - બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર.

આ પણ વાંચો | 14 ફેબ્રુઆરીનો ઇતિહાસ : પુલવામા એટેકમાં કેટલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા?આ પણ વાંચો |

18 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • મોહમ્મદ શાહ (1266) - મામલુક સામ્રાજ્ય (ગુલામ વંશ)ના આઠમાં સુલતાન નસીરુદ્દીન.
  • કુબલય ખાન (1294) - મોંગોલ સેનાપતિ
  • તૈમૂર લંગ (1405) - સમરકંદનો ક્રૂર મુસ્લિમ શાસક.
  • માર્ટિન લ્યુથર (1546) - જર્મન સુધારક
  • એન્ડી ડિવાઇન (1977) - અમેરિકાના પ્રખ્યાત અભિનેતાનું અવસાન થયું.
  • અબ્દુલ રાશિદ ખાન (2016) - પદ્મ ભૂષણથી સમ્માનિત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક.

આ પણ વાંચો | 13 ફેબ્રુઆરીનો ઇતિહાસ : આજે વિશ્વ રેડિયો દિવસ છે, હિંદની બુલબુલ કોને કહેવામાં આવે છે?આ પણ વાંચો |

એરલાઇન્સ આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર