આજનો ઇતિહાસ 18 જાન્યુઆરી : 128 વર્ષ પૂર્વે પ્રથમવાર એક્સ-રે મશીન રજૂ કરવામાં આવ્યું

Today history 18 January : આજે 18 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો 128 વર્ષ પહેલા આજના દિવસે પહેલીવાર 'એક્સ-રે મશીન'ને (X-ray machine) પ્રદર્શિત કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
January 18, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 18 જાન્યુઆરી : 128 વર્ષ પૂર્વે પ્રથમવાર એક્સ-રે મશીન રજૂ કરવામાં આવ્યું
X-ray machine: એક્સ-રે મશિનની પ્રતિકાત્મક તસ્વીર (Photo - social media)

Today history 18 January : આજે તારીખ 18 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1896માં પહેલીવાર ‘એક્સ-રે મશીન’ને પ્રદર્શિત કરવામાં આવી હતી. તો 1997માં ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર “રેવા” બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી અને વર્ષ 1995માં Yahoo.comનું ડોમેન બનાવવામાં આવ્યું હતુ. ઉપરાંત આજના દિવસે જ પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચન તેમજ પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને પત્રકાર સઆદત હસન મન્ટોનું અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

18 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020- ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન મુંડા ભારતીય તીરંદાજી સંઘ (AAI) ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે વિપક્ષ બીવીપી રાવને 34-18 મતોના માર્જિનથી હરાવ્યા.
  • 2009 – સૌરભ ગાંગુલીને ‘બંગાલ ક્રિકેટ એસોસિએશન’ દ્વારા ગોલ્ડ બેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2008 – જ્યોર્જ ક્લુનીને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ દૂત બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના હિંસાગ્રસ્ત ઉત્તર વઝીરિસ્તાન ક્ષેત્રમાં આતંકવાદી નેતાઓએ તેમના સમર્થકોને રાજધાની ઈસ્લામાબાદ પર કબજો કરવાનું આહ્વાન કર્યુ. દક્ષિણ કોલંબિયામાં જ્વાળામુખી ફાટ્યો.
  • 2007 – વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા જુલી વિનફ્રેડ બર્ટ્રાન્ડનું કેનેડામાં અવસાન થયું.
  • 2006 – અમેરિકા ઈચ્છામૃત્યુ પર સુપ્રીમ કોર્ટે મહોર મારી.
  • 2005 – સુપ્રીમ કોર્ટે સાંસદોને પેટ્રોલ પંપની ફાળવણી ન કરવાની ભલામણ કરી હતી. ત્રણ કેરેબિયન દેશો ત્રિનિદાદ-ટોબેગો, ગ્રેનાડા, સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈન્સના વડાપ્રધાનો રાજકીય એકીકરણની દરખાસ્ત કરવા માટે એકસાથે આવ્યા હતા.
  • 2004 – ભારતે ક્રિકેટની વન-ડે સિરિઝમાં ઓસ્ટ્રેલિયાને 19 રનથી હરાવ્યું.
  • 2003 – લિબિયા સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચના પ્રમુખ તરીકે નિયુક્ત.
  • 2002 – અમેરિકા ભારતને અત્યાધુનિક શસ્ત્રો આપવા સહમત થયું, કોલિન પોવેલે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની યાદી પર કાર્યવાહી કરશે તો જ ભારત વાતચીત કરશે. પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર સિએરા લિયોનમાં ગૃહયુદ્ધનો અંત આવ્યો.
  • 2001 – લોરેન્ટ કાવિલાની હત્યા પછી, તેમના પુત્રએ કોંગોની સત્તા સંભાળી.
  • 1997- ‘નફીસા જોસેફ’ ‘મિસ ઈન્ડિયા’ બની.
  • 1997-ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર “રેવા” બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી.
  • 1995 – Yahoo.com નું ડોમેન બનાવવામાં આવ્યું.
  • 1989 – ચેકોસ્લોવાકિયામાં લાખો લોકોએ સ્વતંત્રતા, સત્ય અને માનવ અધિકારોના સમર્થનમાં પ્રદર્શન કર્યું.
  • 1987 – લંડનમાં પ્રચાર માધ્યમોના 40 દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં સેન્સરશીપ સામે સંયુક્ત સંઘર્ષની જાહેરાત કરવામાં આવી.
  • 1986 – દક્ષિણ યમનની રાજધાની એડનમાં જબરદસ્ત સંઘર્ષ શરૂ થતાં વિદેશી નાગરિકોએ પલાયન શરૂ કર્યું.
  • 1976 – ફ્રાન્સે જાસૂસીના આરોપમાં 40 સોવિયેત અધિકારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા.
  • 1974 – ઇઝરાયેલ અને ઇજિપ્તે શસ્ત્ર કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1968 – અમેરિકા અને સોવિયેત સંઘ પરમાણુ શસ્ત્રોને નિયંત્રિત કરવા માટે સંધિના મુસદ્દા પર સંમત થયા. તત્કાલિન સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
  • 1963 – ફ્રાન્સે યુરોપિયન કોમન માર્કેટથી બ્રિટનને અલગ કરવાની હિમાયત કરી.
  • 1962 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1960 – અમેરિકા અને જાપાને સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1959 – મહાત્મા ગાંધીની સહાયક મીરા બેન (મેડલિન સ્લેડ) એ ભારત છોડ્યુ.
  • 1954 – ફેનફાનીએ ઇટાલીમાં સરકાર બનાવી.
  • 1952 – ઇજિપ્તમાં બ્રિટિશ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા.
  • 1951 – નેધરલેન્ડ્સમાં પ્રથમ વખત જૂઠાણું પડકનાર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો..
  • 1945 – સોવિયેત સંઘની સેના પોલેન્ડના ક્રાકો શહેરમાં પહોંચી અને જર્મનીને ત્યાંથી પીછેહઠ કરવાની ફરજ પડી.
  • 1930 – રવીન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી.
  • 1919 – ‘બેન્ટલી મોટર્સ લિમિટેડ’ની સ્થાપના થઈ.
  • 1896 – ‘એક્સ-રે મશીન’ને પ્રથમવાર પ્રદર્શિત કરવામાં આવી. આ એક્સરે મશિન એચ.એલ. સ્મિથે રજૂ કર્યું હતુ.
  • 1866 – ‘વેસ્લી કોલેજ, મેલબોર્ન’ની સ્થાપના થઈ.
  • 1778 – જેમ્સ કૂક ‘હવાઇયન ટાપુ’ શોધનાર પ્રથમ યુરોપીયન બન્યા. તેણે તેનું નામ ‘સેન્ડવિચ આઇલેન્ડ’ રાખ્યું.
  • 1701 – બ્રાન્ડેનબર્ગના ફ્રેડરિક તૃત્તિય પ્રશિયાની રાજગાદી પર બેઠો.
  • 1670 – હેનરી મોર્ગને પનામા પર કબજો કર્યો.

આ પણ વાંચો |  17 જાન્યુઆરીનો ઇતિહાસ : ગુરુ ગોવિંદ સિંહ જન્મજયંતિ, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો

18 જાન્યુઆરી મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • મિનિષા લાંબા (1985) – બોલિવૂડ અભિનેત્રી
  • લોંગજામ થમ્બો સિંહ (1978) – મણિપુરના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
  • અપર્ણા પોપટ (1978) – ભારતની શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી પૈકીના એક.
  • વિનોદ કાંબલી (1972) – ક્રિકેટ ખેલાડી.
  • આચાર્ય દેવવ્રત (1959) – હરિયાણામાં કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય જેઓ હાલ ગુજરાતના રાજ્યપાલ છે.
  • આરિફ મોહમ્મદ ખાન (1951) – એક ભારતીય રાજકારણી છે.
  • મુહમ્મદ અલી (1942) – બોક્સરનો જન્મદિવસ.
  • વીર બહાદુર સિંહ (1935) – ભારતીય રાજકારણી અને રાજનેતા હતા.
  • જગદીશ શરણ વર્મા (1933) – ભારતના 27માં મુખ્ય ન્યાયાધીશ હતા.
  • સુંદરમ બાલાચંદ્રન (1927) – વીણા વાદકનો જન્મ થયો હતો.

આ પણ વાંચોઃ 16 જાન્યુઆરીનો ઇતિહાસ: નેશનલ સ્ટાર્ટઅપ ડે કેમ ઉજવાય છે? ભારતના ક્યા શહેરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ છે?

18 જાન્યુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • દુલારી (2013) – ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી.
  • હરિવંશ રાય બચ્ચન (2003) – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ અને લેખક અને અભિનેતા અમિતાભ બચ્ચચના પિતા.
  • એન. ટી. રામા રાવ (1996) – એક રાજકારણી અને અભિનેતા.
  • ભીમ સેન સાચર (1978) – ભારતના સ્વતંત્રતા સેનાની અને રાજકારણી હતા.
  • જ્ઞાની ગુરમુખ સિંહ મુસાફિર (1976) – એક ભારતીય રાજકારણી અને પંજાબી ભાષાના પ્રખ્યાત લેખક હતા.
  • બદ્રીનાથ પ્રસાદ (1966) – ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી.
  • લક્ષ્મી નારાયણ સાહુ (1963) – ઓડિશાના સામાજિક કાર્યકર અને જાહેર કાર્યકર હતા.
  • સઆદત હસન મંટો (1955) – ભારતના પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને પત્રકાર.
  • કુંદન લાલ સેહગલ (1947) – પ્રખ્યાત ભારતીય ગાયક અને અભિનેતાનું જલંધરમાં અવસાન થયું.
  • રુડયાર્ડ કિપલિંગ (1936) – બ્રિટનના ‘નોબેલ એવોર્ડ’થી સમ્માનિત લેખક અને કવિ હતા.

આ પણ વાંચો | 15 જાન્યુઆરીનો ઇતિહાસ: ઈન્ડિયન આર્મી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કોણ હતા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ