આજનો ઇતિહાસ 18 ઓક્ટોબર : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?

Today History 18 October : આજે 18 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ અને વિશ્વ મોનોપોઝ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : October 18, 2023 10:48 IST
આજનો ઇતિહાસ 18 ઓક્ટોબર : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?
રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ અને વિશ્વ મોનોપોઝ દિવસ દર વર્ષે 18 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. (Photo - Canva)

Today history 18 October : આજે 18 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ અને વિશ્વ મોનોપોઝ દિવસ છે. વર્ષ 1922માં બીબીસી એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2004માં કુખ્યાત ચંદન દાણચોર વીરપ્પનની હત્યા કરવામાં આવી. આજે બોલીવુડ એક્ટર ઓમ પુરીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

18 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1898 – અમેરિકાએ સ્પેન પાસેથી પ્યુર્ટો રિકોનો કબજો મેળવ્યો.
  • 1922 – બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સ્થાપના.
  • 1944 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, સોવિયેત સંઘે નાઝી જર્મનીથી ચેકોસ્લોવાકિયાની સ્વતંત્રતા માટે લડત શરૂ કરી.
  • 1972 – બેંગ્લોરમાં પ્રથમ મલ્ટી-રોલ હેલિકોપ્ટર SA 315નું પરીક્ષણ.
  • 1980 – પ્રથમ હિમાલયન કાર રેલીને બોમ્બે (મુંબઈ)ના બ્રેબોર્ન સ્ટેડિયમથી લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી હતી.
  • 1985 – વિશ્વભરમાં વ્યાપક વિરોધ છતાં અશ્વેત કવિ બેન્જામિન મોલોઇસને દક્ષિણ આફ્રિકાની સરકારે ફાંસી આપી.
  • 1991 – દક્ષિણ-પશ્ચિમ એશિયા અને દક્ષિણ-પૂર્વ યુરોપના જંક્શન પર સ્થિત અઝરબૈજાને તત્કાલીન સોવિયત સંઘથી સ્વતંત્ર થવાની ઘોષણા કરી.
  • 1995 – કોલંબિયાના કાર્ટાજેનામાં બિન-જોડાણયુક્ત દેશોની અગિયારમી સમિટ શરૂ થઈ.
  • 1998 – ભારત અને પાકિસ્તાન પરમાણુ ધમકીઓને રોકવા માટે સહમત થયા.
  • 2000 – શ્રીલંકામાં પ્રથમ વખત વિપક્ષી સભ્ય અનુરા બંદરનાઈકેને સંસદના સ્પીકર બનાવવા માટે સહમતિ.
  • 2004 – કુખ્યાત ચંદન દાણચોર વીરપ્પનની હત્યા કરવામાં આવી. મ્યાનમારના વડા પ્રધાન ખિન ન્યુંટને ભ્રષ્ટાચારના આરોપમાં હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા.
  • 2005 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભૂકંપ રાહત કાર્ય માટે અંકુશ રેખા ખોલવાનું સૂચન કર્યું.
  • 2007 – આઠ વર્ષ બાદ બેનઝીર ભુટ્ટો તેમના વતન પાકિસ્તાન પરત ફર્યા. બેનઝીર ભુટ્ટોની મોટર કાર રેલીમાં થયેલા આત્મઘાતી હુમલામાં 139 લોકો માર્યા ગયા હતા અને 450 લોકો ઘાયલ થયા હતા. ભુટ્ટો આ આત્મઘાતી હુમલામાં બચી ગયા હતા. કેનેડાના સંસદના નીચલા ગૃહે મ્યાનમારના વિપક્ષી નેતા આંગ સાન સુ-કીને માનદ કેનેડિયન નાગરિકતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એલન ટેલિસ્કોપ એરે (ATA) હેટક્રીક વિસ્તારમાં (સાન ફ્રાન્સિસ્કો) દૂરના અવકાશમાં જીવન શોધવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું.
  • 2008 – ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માયાવતીએ રાયબરેલીની રેલ કોચ ફેક્ટરી માટે રેલવે મંત્રાલયને 189.25 એકર જમીન પરત કરી.

આ પણ વાંચો | 17 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ કેમ ઉજવાય છે? ટ્રોમા સેન્ટરનું શું મહત્વ છે?

18 ઓક્ટોબરની જન્મજયંતિ

  • ચિંતા અનુરાધા (1972) – ભારતના આંધ્ર પ્રદેશરાજ્યમાંથી 17મી લોકસભાના સભ્ય.
  • ઓમ પુરી (1950) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.
  • નારાયણ દત્ત તિવારી (1925) – ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • ઇબ્રાહિમ અલ્કાઝી (1925) – ભારતીય થિયેટરના પ્રખ્યાત દિગ્દર્શક અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા.
  • વિલિયમસન એ. સંગમા (1919) – ભારતના મેઘાલય રાજ્યના ભૂતપૂર્વ પ્રથમ મુખ્યમંત્રી.

આ પણ વાંચો | 16 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય દિવસ કેમ ઉજવાય છે? એનેસ્થેસિયાનો સૌપ્રથમ ઉપયોગ ક્યા અને કોણે કર્યો હતો?

18 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • રાવુરી ભારદ્વાજ (2013) – તેલુગુ નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, કવિ અને વિવેચક હતા.
  • ઇ.કે. માલોંગ (2008) – મેઘાલયના ભૂતપૂર્વ સાતમા મુખ્યમંત્રી.
  • રામકૃષ્ણ ખત્રી (1996) – ભારતના અગ્રણી ક્રાંતિકારી.
  • વિશ્વનાથ સત્યનારાયણ (1976) – તેલુગુ સાહિત્યકાર.
  • વિસ્કાઉન્ટ પામર્સ્ટન (1865) – 19મી સદીના મધ્માં બે વખત વડાપ્રધાન બનનાર બ્રિટીશ રાજકારણી.

આ પણ વાંચો | 15 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ કેમ ઉજવાય છે? ભારતના મિસાઇલ મેન કોણ છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ