Today history આજનો ઇતિહાસ 18 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ કેમ ઉજવાય છે? વિશ્વ વાંસ દિવસનું શું મહત્વ છે? જાણો

Today history 18 September : આજે 18 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ અને વિશ્વ વાંસ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 18, 2023 11:26 IST
Today history આજનો ઇતિહાસ 18 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ કેમ ઉજવાય છે? વિશ્વ વાંસ દિવસનું શું મહત્વ છે? જાણો
આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ 18 સપ્ટેમ્બરે ઉજવાય છે. (Express Photo)

Today history 18 September : આજે 18 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ છે. આ દિવસ પુરષ અને મહિલા કર્મચારીઓ – કામદારોને સમાન વેતન આપવા તેમજ મહિલાઓ સાથે પગારના મામલે ભેદભાવને દૂર કરવા ઉજવાય છે. આજે વિશ્વ વાંસ દિવસ ઉજવાય છે. વાંસના મહત્વ અને તેની પેદાશોના ઉપયગોને મહત્વ આપવા માટે આ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

18 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1180 – ફિલિપ ઓગસ્ટસ ફ્રાન્સના રાજા બન્યા.
  • 1615 – ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના રાજદૂત થોમસ-રો જહાંગીરને મળવા સુરત પહોંચ્યા.
  • 1803 – અંગ્રેજોએ ઓડિશામાં પુરી પર કબજો કર્યો.
  • 1809 – લંડનમાં રોયલ ઓપેરા હાઉસ ખુલ્યું.
  • 1851- ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારનું પ્રકાશન શરૂ થયું.
  • 1922 – હંગેરી લીગ ઓફ નેશન્સ સાથે જોડાય છે.
  • 1926 – અમેરિકાના મિયામીમાં ચક્રવાતમાં 250 લોકો મૃત્યુ પામ્યા.
  • 1967 – નાગાલેન્ડે અંગ્રેજીને તેની સત્તાવાર ભાષા તરીકે અપનાવી.
  • 1987 – અમેરિકા અને સોવિયેત સંઘે મધ્યમ અંતરની મિસાઇલોને દૂર કરવા માટે હસ્તાક્ષર કર્યા.
  • 1988 – બર્માએ તેનું બંધારણ રદ કર્યું.
  • 1986 – પ્રથમ વખત મહિલા પાઈલટોએ મુંબઈથી જેટ પ્લેન ઉડાડ્યું.
  • 1997 – અમેરિકાએ ‘હોલોગ’ નામનું ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.ઓઝોન સ્તરને બચાવવા માટે 100 દેશોએ 2015 સુધીમાં મિથાઈલ બ્રોમાઈડનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો.
  • 1998 – યુનાઇટેડ નેશન્સ દ્વારા અમેરિકાને 1 બિલિયન ડોલરનું દેવું આપવાની જાહેરાત.
  • 2003 – ઢાકા-અગરતલા બસ સેવા શરૂ થઈ.
  • 2006 – રશિયન રોકેટ સોયુઝ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું. અફઘાનિસ્તાનના પૂર્વ નાણામંત્રી અશરફ ગની યુએનના મહાસચિવ પદની રેસમાં સામેલ છે.
  • 2007 – 1960ના દાયકામાં કેનેડામાં અવશેષોની શોધ સાથે હલચલ મચાવનાર ભારતીય ભૂસ્તરશાસ્ત્રી જી.બી. મિશ્રાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
  • 2008 – શોભના ભરતિયા એચટી. મીડિયાના અધ્યક્ષ તરીકે નિમણુંક.
  • 2009 – ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની કંપની H.C.L. સ્થાપક અધ્યક્ષ શિવ નાયરને યુકે ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસ પર્સન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતે લદ્દાખ ક્ષેત્રમાં બીજી એરસ્ટ્રીપ ખોલી છે.

આ પણ વાંચો | 17 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે? જાણો તેનું મહત્વ

આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ (International Equal Pay Day)

આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ (International Equal Pay Day) દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2020થી થઇ છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 15 નવેમ્બર 2019 ના રોજ ’18 સપ્ટેમ્બર’ને આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ તરીકે મનાવવાનો ઠરાવ અપનાવ્યો હતો, જે ‘સમાન પગાર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન’ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવને કુલ 105 સભ્ય દેશો દ્વારા મંજૂરી અપાઇ હતી. કામદારો અને નોકરીદાતાઓના સંગઠનો અને વ્યવસાયોના યોગદાનને માન્યતા આપવાની સાથે સાથે, ઠરાવમાં EPICના કાર્ય અને સમાન પગાર હાંસલ કરવા માટેના યોગદાનને પણ સ્વીકારવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસનો ઉદ્દેશ્ય સમાન મૂલ્યના કામ માટે સમાન વેતન હાંસલ કરવાનો અને મહિલાઓ અને સ્ત્રીઓ સામેના ભેદભાવ સહિત તમામ પ્રકારના ભેદભાવ સામેની દિવાલોને તોડી પાડવાનો છે.

આ પણ વાંચો | 16 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ ઓઝોન દિવસ કેમ ઉજવાય છે, ધરતીની સુરક્ષા માટે તેનું શું મહત્વ છે? જાણો

વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day)

વિશ્વ વાંસ દિવસ ( World Bamboo Day) દર વર્ષે 18 સપ્ટેમ્બરે ઉજવાય છે. વાંસના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને રોજિંદા જીવનમાં વાંસની પેદાશોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાંસનો ઉપયોગ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં વિવિધ હેતુઓ માટે થાય છે. વાંસ એ પોએસી કુળનું ઊંચું, ઝાડ જેવું ઘાસ છે. તેમાં 115 થી વધુ જાતિઓ અને 1,400 પ્રજાતિઓ છે. વિશ્વ વાંસ સંગઠન, જેનું મુખ્ય મથક બેલ્જિયમમાં છે, તેની સ્થાપના 2005માં કરવામાં આવી હતી.

વિશ્વ વાંસ દિવસ પહેલીવાર ઔપચારિક રીતે બેંગકોકમાં સપ્ટેમ્બર 18, 2009ના રોજ ઉજવાયો હતો. વિશ્વ વાંસ સંગઠને બેંગકોકમાં 18 સપ્ટેમ્બર 2009ના રોજ પ્રથમવાર વિશ્વ વાંસ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઈઝેશને 8મી વર્લ્ડ બામ્બૂ કોંગ્રેસમાં આની ઘોષણા કરી હતી, ત્યારથી દર વર્ષે 18 સપ્ટેમ્બર વિશ્વભરમાં વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વાંસના ઉપયોગ વિશે જાગૃતિ વધારવાનો અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવાનો છે. આ દિવસે, લોકોને તેની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેનો વ્યાપક ઉપયોગ કરી શકાય અને કુદરતી સંતુલન સ્થાપિત કરી શકાય. દર વર્ષે વિશ્વ વાંસ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો | 15 સપ્ટેમ્બરનો ઇતિહાસ : ભારતમાં દુરદર્શનની શરૂઆત, કોણ છે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જેમની યાદમાં એન્જિનિયર્સ દિવસ ઉજવાય છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • કાકા હાથરાસી (1906) – ભારતીય હાસ્ય કવિ
  • શ્રીકાંત વર્મા (1931) – હિન્દી સાહિત્યના પ્રખ્યાત વાર્તાકાર, ગીતકાર, વિવેચક અને રાજકારણી.
  • સ્નેહલતા શ્રીવાસ્તવ (1957) – લોકસભાની પ્રથમ મહિલા મહાસચિવ.
  • શબાના આઝમી (1950) – હિન્દી ફિલ્મ અભિનેત્રી.
  • વિનય રાય (1979) – ભારતીય અભિનેતા
  • સનાયા ઈરાની (1983) – ભારતીય અભિનેત્રી
  • બાલાશોવરી વલ્લભાનેની (1968) – આંધ્રપ્રદેશ રાજકારણી.
  • શિવસાગર રામગુલામ (1900) – મોરેશિયસના પ્રથમ મુખ્યમંત્રી, વડા પ્રધાન અને છઠ્ઠા ગવર્નર-જનરલ હતા.

આ પણ વાંચો | 14 સપ્ટેમ્બરનો ઇતિહાસ : રશિયાનું લુના-2 રોકેટ ચંદ્ર પર પહોંચતા ઇતિહાસ રચાયો, હિન્દી દિવસ કેમ ઉજવાય છે?

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • શિવાજી સાવંત (2002) – મરાઠી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર.
  • 1995 – કાકા હાથરાસી – ભારતીય હાસ્ય કવિ
  • મુહમ્મદ હિદાયતુલ્લા (1992) – ભારતના પ્રથમ મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ, તેઓ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા.
  • સુધી રંજન દાસ (1977) – ભારતના ભૂતપૂર્વ પાંચમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • ડેગ હેમરસ્કજોલ્ડ (1961) – સંયુક્ત રાષ્ટ્રના બીજા મહાસચિવ હતા.
  • અસિત સેન (1953) – હિન્દી ફિલ્મોના હાસ્ય કલાકાર હતા.
  • સારંગધર દાસ (1957) – સ્વતંત્રતા સેના.
  • ભગવાન દાસ (1958) – ‘ભારત રત્ન’ સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ.
  • જોસેફ બેપ્ટિસ્ટા (1930) – રાજકારણી અને વકીલ.
  • રાજનારાયણ બોઝ (1899) – બંગાળી ભાષાના પ્રખ્યાત લેખક અને બંગાળી પુનઃજાગરણના ચિંતક હતા.

આ પણ વાંચો | 13 સપ્ટેમ્બરનો ઇતિહાસ : ભારતમાં પ્રથમ યુરોપિયન ફેક્ટરી સ્થપાઇ, ઈસરો-નાસાનું ચંદ્ર પર બરફ શોધવાનું મિશન નિષ્ફળ ગયું

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ