આજનો ઇતિહાસ 19 જુલાઇ: બેંક રાષ્ટ્રીયકરણ દિવસ- ઇન્દિરા ગાંધીએ વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું

Today history 19 july: આજે 19 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. T

Today history 19 july: આજે 19 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. T

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Today history | 19 july | 19 july history | shark awareness day | 119 july special day | bank nationalisation day | 14 bank nationalisation day |

Today history: ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 19 જુલાઇ, 1969મં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતુ.

Today history 19 july: આજે 19 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે. વર્ષ 1969માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતુ. આ વર્ષ 1857ની ક્રાંતિના પ્રથમ શહીદ મંગલ પાંડેની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

19 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1905 - બ્રિટિશ ભારત સરકારે 19 જુલાઈ 1905ના રોજ બંગાળના વિભાજનને અમલમાં મૂકવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

  • 1333 - સ્કોટિશ સ્વતંત્રતાના યુદ્ધ દરમિયાન હૈલિડનની જંગ લડાઇ, જેમાં અંગ્રેજીએ સ્કોટ્સ પર નિર્ણાયક વિજય મેળવ્યો.
  • 1848 - પ્રથમ મહિલા અધિકાર સંમેલન સિનિકા ફોલ્સ, ન્યુ યોર્કમાં યોજાયું હતું.
  • 1864 - તાઈપિંગ વિદ્રોહમાં નાનકિંગની ત્રીજી લડાઈમાં ચીની સામ્રાજ્યએ આખરે તાઈપિંગને હરાવ્યું.
  • 1870 - ફ્રાન્સે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું.
  • 1916 - પ્રથમ વિશ્વયુદ્ધ બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન દળોએ ફ્રોમલ્સ યુદ્ધમાં જર્મન દળો પર હુમલો કર્યો.
  • 1969 - ભારત સરકારે દેશની 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું.
  • 1969 - એપોલો દ્વિતીય અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન યાનમાંથી બહાર નીકળ્યા અને ચંદ્રની ભ્રમણકક્ષામાં ચાલ્યા.
  • 1974 - ક્રાંતિકારી ઉધમ સિંહની અસ્થિઓને લંડનથી દિલ્હી લાવવામાં આવી.
  • 1976- નેપાળમાં સાગરમાથા પાર્ક બનાવવામાં આવ્યો હતો.
  • 1995 - રશિયા અને તેનાથી અલગ થયેલા ચેચન્યા પ્રજાસત્તાક વચ્ચે રશિયન ફેડરેશનમાં જ 'સાર્વભૌમ પ્રજાસત્તાક'નો દરજ્જો આપવા માટે એક કરાર કરવામાં આવ્યો હતો.
  • 2001 - નેપાળના વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું; અફઘાનિસ્તાનમાં પ્લેયિંગ કાર્ડ્સ, લિપસ્ટિક, નેલ પોલીશ અને ચેસ સેટ સહિત 30 વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકાયો.
  • 2003 - રશિયન અવકાશયાત્રી યુરી મેલ થેન્કો અવકાશમાં લગ્ન કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • 2004 - ત્રણ વખત મુલતવી રાખ્યા પછી, Ariane-5 એ ફ્રેન્ચ ગુઆનાના કોરુ પ્રક્ષેપણ કેન્દ્રથી વિશ્વના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન ઉપગ્રહ સાથે ઉડાન ભરી.
  • 2005 - વડાપ્રધાન મનમોહન સિંહે યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું.
  • 2006 - લેબનોનમાં ઈઝરાયેલ હુમલામાં 3 ભારતીયો સહિત 55 લોકો માર્યા ગયા હતા.
  • 2007 - ઇરાકમાં એક અમેરિકન સૈનિક મરીન કોર્પોરલ ટ્રેન્ટ થોમસને 11 અપંગ બાળકોની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો.
  • 2008 - અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં લક્ષ્યને મારવામાં સક્ષમ લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ કર્યું.

આજનો ઇતિહાસ

 

 

આ પણ વાંચો-18 જુલાઇનો ઇતિહાસ: નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન, ભારતમાં પહેલીવાર ટેલિવિઝન પર રંગીન પ્રસારણ થયું

Advertisment

બેંક રાષ્ટ્રીયકરણ દિવસ

બેંક રાષ્ટ્રીયકરણ દિવસ દર વર્ષે 19 જુલાઇના રોજ ઉજવાય છે. વર્ષ 1969માં આજના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશનું 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતુ. બેંકોના રાષ્ટ્રીયકરણથી બેંકો પાસે રહેલી 85 ટકા થાપણો સરકાર હસ્તક આવી ગઇ હતી. જેની યાદીમાં દર વર્ષે 19 જુલાઇના રોજ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ઉજવાય છે.

તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણ અને દેશના નબળા આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત બેંકના રાષ્ટ્રીયકરણ પાછળનો ઉદ્દેશ કૃષિ-ખેતી, લઘુ ઉઘોગ અને નિકાસ જેવા ઓછા ધિરાણવાળા ક્ષેત્રોને નાણાંકીય ભંડોળ પુરું પાડવાનો હતો. રાષ્ટ્રીયકરણથી ભારતભરમાં બેન્કિંગ સિસ્ટમનો વિકાસ અને વિસ્તરણ થયુ હતુ. અલ્હાબાદ બેંક, કેનેરા બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, સિન્ડિકેટ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, દેના બેંક, યુનિયન બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1980માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ  17 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ન્યાય દિન- પીડિતોને ન્યાય અને મૂભળૂત અધિકારોને સમર્થન આપવું

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ઝિયા મોદી (1956) - ભારતીય કાનૂની સલાહકાર છે.

  • અલ્તમસ કબીર (1948) - ભારતના ભૂતપૂર્વ 39મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • રાધાબિનોદ કોઈજમ (1948)- મણિપુરના મુખ્યમંત્રી હતા.
  • ખ્વાજા નઝીમુદ્દીન (1894) - બંગાળના મુસ્લિમ નેતા.
  • મંગલ પાંડે (1827) - સ્વતંત્રતા સેનાની
  • દિનેશ સિંહ (1925) - બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આઠમી અને નવમી લોકસભાના સભ્ય.
  • નાલપત બાલામણિ અમ્મા (1909) - મલયાલમ ભાષાની પ્રખ્યાત કવયિત્રી.
  • જયંત વિષ્ણુ નાર્લીકર (1938) - ભારતીય ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક.
  • ખુબચંદ બઘેલ (1900) - સ્વતંત્રતા સેનાની, છત્તીસગઢ રાજ્ય નિર્માણ ચળવળના મહાન નેતા અને લેખક હતા.

આ પણ વાંચોઃ 16 જુલાઇનો ઇતિહાસ: અમેરિકાએ દુનિયાનું સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું

પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ

  • ગોપાલદાસ નીરજ (2018) - હિન્દી સાહિત્યકાર, શિક્ષક અને કવિ ફિલ્મોના મંચ પર કવિતાના વાચક અને ગીત લેખક હતા.

  • રાજીવ સંધુ (1988) - મહાવીર ચક્રથી સન્માનિત ભારતીય લશ્કરી અધિકારી.
  • એની મસ્કરિની (1963) - બંધારણ સભાના સભ્ય હતા.

આ પણ વાંચોઃ 15 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ યુવા કૌશલ દિવસ- યુવાઓ નવી સ્કીલ શીખવા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત થાય

કરિયર knowledge ટ્રેન્ડિંગ ન્યૂઝ બેંક આજના દિવસનો ઇતિહાસ