આજનો ઇતિહાસ 19 જૂન : રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ, વર્લ્ડ એથનિક ડે

Today history 19 june : આજે 19 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ અને વિશ્વ એથનિક દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : January 22, 2024 15:55 IST
આજનો ઇતિહાસ 19 જૂન : રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ, વર્લ્ડ એથનિક ડે
રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ

Today history 19 june : આજે 19 જૂન 2023 (19 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ (National Watch Day) છે, આ દિવસની વર્ષ 2017થી ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત આજે વિશ્વ એથનિક દિવસ (World Ethnic Day) છે. જાણો ઇતિહાસની તવારીખમાં (19 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

19 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1996 – ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો (IPR) મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી, પ્રખ્યાત અમ્પાયર ડિકી બર્ડ M.C.C.ના આજીવન સભ્યપદથી સમ્માનિત.
  • 1999 – કોલોન (જર્મની)માં ગ્રુપ-8ની શિખર બેઠક શરૂ થઈ.
  • 2002 – પાકિસ્તાનના વિદેશ સચિવ ઈનામુલ હકને પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા.
  • 2003 – ફિનલેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન એનેલી જાટિનમેન્કીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 2005 – ફોર્બ્સ મેગેઝિને ઓપ્રાહ વિન્ફ્રેને વિશ્વની 100 સૌથી શક્તિશાળી હસ્તીઓમાં પ્રથમ સ્થાન આપ્યું.
  • 2006 – જાપાને ઉત્તર કોરિયાને પરમાણુ પરીક્ષણ મામલે ચેતવણી આપી.
  • 2007 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે મોહમ્મદ અલી દુર્રાનીને માહિતી મંત્રી પદેથી હટાવ્યા. વિશ્વના રાજકીય રીતે અસ્થિર દેશોની યાદીમાં પાકિસ્તાનને 12મું સ્થાન મળ્યું છે.
  • 2008 – ઉત્તરાખંડ સરકારે ગંગા પર નિર્માણાધીન 480 મેગાવોટ પાલા માનેરી અને 380 મેગાવોટના ભૈરોંધરી પ્રોજેક્ટને મુલતવી રાખ્યા છે. ગાઝામાં હિંસક સંઘર્ષને રોકવા માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 18 જૂન : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે

રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ

શું તમે ઘડિયાળ વગર માનવ જીવનની કલ્પના કરી શકો છો? ઘડિયાળ એ માનવ જીવન સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ વસ્તુ છે. દર વર્ષે 19 જૂને રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ (National Watch Day) ઉજવાય છે. આપણા જીવનમાં ઘડિયાળના મહત્વ અને તેમના અસ્તિત્વને વ્યાખ્યાયિત કરતા સમૃદ્ધ ઇતિહાસને સમજવા માટે અમેરિકન લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઇન નોર્ડસ્ટ્રોમ દ્વારા વર્ષ 2017માં નેશનલ વોચ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ કંપની કપડાં, ફૂટવેર, હેન્ડબેગ્સ, ઘરેણાં, પર્ફ્ચ્યુમનું વેચાણ કરે છે. ઘડિયાળનો માનવ સંસ્કૃતિ સાથે બહુ જૂનો સંબંધ છે.

આ પણ વાંચોઃ 17 જૂનનો ઇતિહાસ : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીદદિન- “ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’

વિશ્વ એથનિક દિવસ

વિશ્વ વંશીય દિવસ (World Ethnic Day) દર વર્ષે ’19મી જૂન’ના રોજ ઉજવાય છે. આ દિવસને વિશ્વ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ઉજવવાનું નક્કી કરાયું છે. વિશ્વના વિવિધ પ્રદેશોની ઐતિહાસિક વારસો, સભ્યતા, નૃવંશશાસ્ત્ર, કલા અને સંસ્કૃતિને જાળવવા અને બચાવવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘વર્લ્ડ એથનિક ડે’ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ 16 જૂનનો ઇતિહાસ : વિશ્વ સાપ દિવસ, જંગલોના નાશથી નાગના અસ્તિત્વ સામે જોખમ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સુદર્શન અગ્રવાલ (1931) – ઉત્તરાખંડ અને સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ
  • રાહુલ ગાંધી (1970) – કોંગ્રેસ નેતા અને રાજીવ ગાંધીના પુત્ર.
  • માધવરાવ સપ્રે (1871) – રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારક, ઉગ્ર વિચારક, સ્વાતંત્ર્ય સેનાની અને જાહેર કાર્યો માટે સમર્પિત કાર્યકર હતા.
  • ઓકરામ ઇબોબી સિંઘ (1948) – ભારતીય રાજકારણી અને મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.

આ પણ વાંચોઃ 15 જૂનનો ઇતિહાસ : વિશ્વ પવન દિવસ – સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે હવા; અન્ના હજારેનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ગુરુપ્રસાદ મહાપાત્રા (2021) – ભારતના IAS અધિકારી હતા.
  • નેરેલા વેણુ માધવ (2018) – ભારતના મિમિક્રી કલાકાર હતા.
  • સુભાષ મુખોપાધ્યાય (1981) – ભારતના ‘પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી’ના જનક ડૉક્ટર અને વૈજ્ઞાનિક હતા.

આ પણ વાંચોઃ 14 જૂનનો ઇતિહાસ : વિશ્વ રક્તદાન દિવસ – ભારતમાં દર વર્ષે 12000 લોકો લોહી ઉપલબ્ધ ન થતા ગુમાવે છે જીવ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ