આજનો ઇતિહાસ 19 ઓક્ટોબર : ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર કોણ છે?

Today History 19 October : આજે 19 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય અમેરિકન ભૌતિક શાસ્ત્રી - ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરની જન્મજયંતિ છે. તો બોલીવુડ એક્ટર સન્ની દેઓલનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
October 19, 2023 10:04 IST
આજનો ઇતિહાસ 19 ઓક્ટોબર : ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર કોણ છે?
આજે ભારતીય અમેરિકન ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરનો જન્મ 19 ઓક્ટોબર, 1910માં લાહોરમાં થયો હતો. (Photo - Canva)

Today history 19 October : આજે 19 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય અમેરિકન ભૌતિક શાસ્ત્રી – ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરની જન્મજયંતિ છે. તેમનો જન્મ વર્ષ 1910માં ભાગલા પૂર્વે લાહોરમાં થયો હતો. આજે બોલીવુડ એક્ટર સન્ની દેખોલનો પણ બર્થડે. સન્ની દેઓલનું સાચું નામ અજય સિંહ દેઓલ છે. ઐતિહાસિક ઘટનાની વાત કરીયે તો વર્ષ 1689માં રાયગઢ કિલ્લામાં સંભાજીના વિધવા પત્ની અને તેના બાળકે ઔરંગઝેબ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

19 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1689 – રાયગઢ કિલ્લામાં સંભાજીના વિધવા પત્ની અને તેના બાળકે ઔરંગઝેબ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
  • 1889 – ફ્રેન્ચ નેતા નેપોલિયન બોનાપાર્ટે રશિયાની રાજધાનીમાંથી તેમની સેના પાછી ખેંચી લીધી.
  • 1933 – જર્મની મિત્ર રાષ્ટ્રોના જોડાણમાંથી બહાર આવ્યું.
  • 1924 – અબ્દુલ અઝીઝે પોતાને મક્કાના પવિત્ર સ્થળોના રક્ષક જાહેર કર્યા.
  • 1950 – મધર ટેરેસાએ કલકત્તા (ભારત)માં મિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના કરી.
  • 1952 – શ્રીરામુલૂ પોટ્ટીએ અલગ આંધ્ર રાજ્ય માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા.
  • 1970 – ભારતમાં ઉત્પાદિત પ્રથમ મિગ-21 એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું.
  • 1983 – ભારતીય મૂળના અમેરિકન નાગરિક ડૉ. એસ. ચંદ્રશેખર પછી બીજા અમેરિકન વૈજ્ઞાનિક પ્રો. વિલિયમ્સ ફાઉલર સાથે ભૌતિકશાસ્ત્રમાં 1983 નોબેલ પુરસ્કાર.
  • 1994 – જીનીવામાં ઉત્તર કોરિયા અને અમેરિકાએ કોરિયન દ્વીપકલ્પને પરમાણુ શસ્ત્રોના પ્રસારથી મુક્ત રાખવા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 2003 – પોપ જોન પોલ દ્વિતીય એ મધર ટેરેસાને ધન્ય જાહેર કર્યા. સંતનું બિરુદ આપવાની દિશામાં આ પહેલું પગલું છે.
  • 2004 – અમેરિકાના વિદેશ મંત્રી કોલિન પોવેલે ખુલાસો કર્યો કે અમેરિકાના પ્રયાસોને કારણે ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળી ગયું. ચીને તેનો પ્રથમ કોમર્શિયલ વેધર સેટેલાઇટ લોન્ચ કર્યો. સુ વિન મ્યાનમારના નવા વડાપ્રધાન બન્યા.
  • 2005 – ઈરાકના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન વિરુદ્ધ બગદાદમાં સુનાવણી શરૂ થઈ.
  • 2007 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો પર હુમલા પછી, ભારતીય હાઈ કમિશનર તેમને મળ્યા.
  • 2008 – ઓટોમોબાઈલ માર્કેટમાં મંદીને કારણે, ટાટા મોટર્સે 300 કામચલાઉ કામદારોને છૂટા કર્યા.
  • 2012 – લેબનોનની રાજધાની બેરૂતમાં બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકોના મોત અને 110 લોકો ઘાયલ થયા.

આ પણ વાંચો |  18 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?

19 ઓક્ટોબરની જન્મજયંતિ

  • દિવ્યાંશ સિંહ પંવાર (2002) – ભારતીય શૂટર.
  • નીતુ ઘંઘાસ (2000) – ભારતની યુવા બોક્સર.
  • માતંગિની હજારા (1870) – પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી.
  • સારંગધર દાસ (1887) – સ્વતંત્રતા સેનાની હતા.
  • વેંકટરામ રામલિંગમ પિલ્લઈ (1888) – તમિલનાડુના સાહિત્યકાર.
  • આર. સી. બોરલ (1903) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર.
  • સુબ્રમણ્યમ ચંદ્રશેખર (1910) – ખગોળ ભૌતિકશાસ્ત્રી
  • મજાઝ (1911) – પ્રખ્યાત કવિ
  • ભોલાશંકર વ્યાસ (1923) – ‘કાશી’ (હાલના બનારસ) ના પ્રખ્યાત સાહિત્યકાર.
  • અજય સિંહ (1961) – સની દેઓલ તરીકે પ્રખ્યાત, હિન્દી ફિલ્મ અભિનેતા.
  • નિર્મલા દેશપાંડે (1929) – ગાંધીવાદી વિચારધારા સાથે સંકળાયેલી પ્રખ્યાત મહિલા સામાજિક કાર્યકર.
  • પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (1920) – ભારતીય દાર્શનિક અને સમાજ સુધારક.

આ પણ વાંચો | 17 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ કેમ ઉજવાય છે? ટ્રોમા સેન્ટરનું શું મહત્વ છે?

19 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • કક્કાનાદન (2011) – ભારતીય લેખક, નવલકથાકાર અને વાર્તાકાર હતા.
  • જોન બોસ્કો જાસોકી (2005) – ભારતીય રાજકારણી હતા.
  • કુમારી નાઝ (1995) – હિન્દી ફિલ્મ અભિનેત્રી હતી.
  • રામઅવધ દ્વિવેદી (1971) – હિન્દી સાહિત્યકાર.

આ પણ વાંચો | 16 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય દિવસ કેમ ઉજવાય છે? એનેસ્થેસિયાનો સૌપ્રથમ ઉપયોગ ક્યા અને કોણે કર્યો હતો?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ