Today history આજનો ઇતિહાસ 19 સપ્ટેમ્બર : અમેરિકાએ પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ, જાણો આજની તારીખની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today history 19 September : આજે 19 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખે અમેરિકાએ 1957માં નેવાડાના રણમાં પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું હતુ. આજે ગણેશ ચતુર્થી છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 19, 2023 11:10 IST
Today history આજનો ઇતિહાસ 19 સપ્ટેમ્બર : અમેરિકાએ પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ, જાણો આજની તારીખની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
અમેરિકાએ વર્ષ 1597માં પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ. (Photo : en.wikipedia.org)

Today history 19 September : આજે 19 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખે અમેરિકાએ 1957માં નેવાડાના રણમાં પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું હતુ. વર્ષ 1893માં ન્યુઝીલેન્ડમાં ચૂંટણી અધિનિયમ 1893 હેઠળ તમામ મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. હિન્દુ પંચાગ અનુસાર ભારતમાં આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશોત્સવની શરૂઆત થઇ છે. આજે ભારતીય મૂળની અમેરિકન મહિલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

19 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1891 – વિલિયમ શેક્સપિયરનું પ્રખ્યાત નાટક “મર્ચન્ટ ઓફ વેનિસ” પ્રથમ વખત માન્ચેસ્ટરમાં રજૂ કરવામાં આવ્યું.
  • 1893 – સ્વામી વિવેકાનંદે શિકાગો (અમેરિકા)માં વિશ્વ ધર્મની સંસદમાં ઐતિહાસિક ભાષણ આપ્યું.
  • 1893 – ન્યુઝીલેન્ડમાં ચૂંટણી અધિનિયમ 1893 હેઠળ તમામ મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો.
  • 1955 – આર્જેન્ટિનાની સેના અને નૌકાદળે બળવો કર્યો અને રાષ્ટ્રપતિ જુઆન પેરોનને પદભ્રષ્ટ કર્યા.
  • 1957 – અમેરિકાએ નેવાડાના રણમાં પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1962 – ભારતની ઉત્તરીય સરહદ પર ચીન દ્વારા હુમલો.
  • 1982 – સ્કોટ ફાહમેન ઓનલાઈન મેસેજિંગનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • 1983 – બ્રિટિશ કોલોની કેરેબિયન ટાપુઓ, સેન્ટ કિટ્સ અને નેવિસ સ્વતંત્ર થયા.
  • 1988 – ઇઝરાયેલે સફળતાપૂર્વક પરીક્ષણ ઉપગ્રહ હોરાઇઝન-1નું પ્રક્ષેપણ કર્યું.
  • 1996 – એલિજા ઇઝેટબોગોવિક યુદ્ધ પછીના બોસ્નિયાના પ્રથમ પ્રમુખ બન્યા.
  • 1996 – ગ્વાટેમાલાની સરકાર અને ડાબેરી બળવાખોરોએ લાંબા સમયથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરીને શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 2000 – કર્ણમ મલ્લેશ્વરીએ ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • 2002 – ઇઝરાયેલી સૈનિકોએ પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન નેતા યાસર અરાફાતને ઘેરી લીધા.
  • 2006 – થાઇલેન્ડમાં સરકારને ઉથલાવી દેવાની વચ્ચે કટોકટી લાદવામાં આવી. પોપ બેનેડિક્ટે તેમની ઈસ્લામ સંબંધિત ટિપ્પણી બદલ માફી માંગી હતી. જાપાને ઉત્તર કોરિયા સામે આર્થિક પ્રતિબંધોને મંજૂરી આપી છે. ભારત પાસે I.M.F. તરફથી સહકારનું વચન આપ્યું હતું.
  • 2006 – થાઇલેન્ડમાં લશ્કરી બળવો, જનરલ સુરાયુદ વડાપ્રધાન બન્યા.
  • 2007 – સાયબર યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને, યુએસ એરફોર્સે અસ્થાયી કમાન્ડની રચના કરી.
  • 2008 – છત્તીસગઢમાં નક્સલવાદી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે શરૂ કરાયેલી શાલ્વાજુડુમના કાર્યકરોની ગતિવિધિઓ રોકવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો.
  • 2009 – ગુજરાતમાં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરી રહેલા નાણાવટી પંચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના અન્ય છ લોકોને સમન્સ પાઠવવાની માંગણી કરતી અરજીનો નિકાલ કર્યો.

આ પણ વાંચો | 18 સપ્ટેમ્બરનો ઇતહાસ : આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ કેમ ઉજવાય છે? વિશ્વ વાંસ દિવસનું શું મહત્વ છે? જાણો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સત્યદેવ પ્રસાદ (1979) – ભારતીય તીરંદાજ.
  • લકી અલી (1958) – ભારતીય ગાયક, સંગીતકાર અને અભિનેતા.
  • સુનિતા વિલિયમ્સ (1965) – યુએસની સ્પેસ એજન્સી ‘નાસા’ દ્વારા અવકાશમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા.
  • આકાશ ચોપરા (1977) – ભારતીય ક્રિકેટર.
  • કુંવર નારાયણ (1927) – હિન્દી ભાષાના પ્રખ્યાત અને સમ્માનિત કવિ.
  • સૈયદ ફઝલ અલી (1886) – ભારતીય ન્યાયાધીશ, જેઓ આસામ અને ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હતા.
  • શ્રીપાદ દામોદર સાતવલેકર (1867) – વીસમી સદીના ભારતીય સાંસ્કૃતિક ઉત્થાનમાં વિશેષ યોગદાન આપનાર વિદ્વાન.

આ પણ વાંચો | 17 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે? જાણો તેનું મહત્વ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સરસ્વતી પ્રસાદ (2013) – પ્રખ્યાત લેખક, સુમિત્રાનંદન પંતની પુત્રી.
  • પી. શિલુ એઓ (1988) – એક ભારતીય રાજકારણી હતા, જેઓ રાજકીય પક્ષ ‘નાગા નેશનાલિસ્ટ ઓર્ગેનાઈઝેશન’ સાથે જોડાયેલા હતા.
  • બળવંતરાય મહેતા (1965) – ભારતીય રાજકારણી અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી.
  • વિષ્ણુનારાયણ ભાતખંડે (1936) – હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિદ્વાન
  • રફી-ઉદ-દૌલા (1719) – ભારતીય ઇતિહાસમાં પ્રખ્યાત મુઘલ વંશના 11મા સમ્રાટ હતા.
  • શીખ ગુરુ રામ દાસ (1581) – શીખ ધર્મના ચોથા ગુરુ.

આ પણ વાંચો | 16 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ ઓઝોન દિવસ કેમ ઉજવાય છે, ધરતીની સુરક્ષા માટે તેનું શું મહત્વ છે? જાણો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ