scorecardresearch

Today history 2 February : આજનો ઇતિહાસ : 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી

Today history 2 February : આજે 2 ફેબ્રુઆરી 2023 (2 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વેટલેન્ડ્સ ડે (World Wetland Day) છે. વર્ષ 1997થી દુનિયામાં 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત ભારતના પ્રખ્યાત પત્રકાર, લેખક ઇતિહાસકાર ખુશવંત સિંહની (khushwant singh) જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (2 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Wetlands Day
2 ફેબ્રુઆરી – વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી

Today history 2 February : આજે તારીખ 2 ફેબ્રુઆરી, 2023 (2 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વેટલેન્ડ્સ ડે (World Wetland Day) છે. વર્ષ 1997થી દુનિયામાં 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022માં આ દિવસની થીમ ‘વેટલેન્ડ એક્શન ફોર પીપલ્સ એન્ડ નેચર’ છે. ભારતમાં હાલ 64 વેટલેન્ડ છે. વેટલેન્ડ એવી જમીન છે જેમાં કાયમી અથવા મોસમી પાણી હોય છે. આમ તે એક અલગ પ્રકારની ઇકો સિસ્ટમ બની જાય છે. ઇતિહાસની ઘટનાઓ પર નજર કરીયે તો વર્ષ 1509માં ભારતમાં દીવ ખાતે પોર્ટુગલ અને તુર્કી વચ્ચે યુદ્ધ થયું હતું. આજે ભારતના પ્રખ્યાત પત્રકાર, લેખક, નવલકથાકાર અને ઇતિહાસકાર ખુશવંત સિંહની જન્મજયંતિ છે. ઉપરાંત બોલીવુડ અભિનેત્રી શમિતા શેટ્ટી, મહિલા હોકી ટીમના ખેલાડી અનુરાધા થોકચોમ અને મહિલા ફુટબોલ ખેલાડી બાલા દેવીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (2 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

2 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1509 – ભારતમાં દીવ (ગોવા, દમણ અને દીવ) નજીક પોર્ટુગલ અને તુર્કી વચ્ચે યુદ્ધ થયું.
 • 1556 – ચીનના શાંસી પ્રાંતમાં આવેલા વિનાશક ભૂકંપમાં લગભગ આઠ લાખ ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા.
 • 1626 – ચાર્લ્સ પ્રથમ ઈંગ્લેન્ડનો રાજા બન્યા.
 • 1788 – દેશમાં વહીવટી સુધારા માટે પિટ્સ રેગ્યુલેટરી એક્ટ લાગુ કરવામાં આવ્યો.
 • 1862 – શંભુનાથ પંડિત કલકત્તા હાઈકોર્ટના પ્રથમ ભારતીય ન્યાયાધીશ બન્યા.
 • 1878 – ગ્રીસે તુર્કી સામે યુદ્ધની ઘોષણા કરી.
 • 1892 – રશિયાએ કેલિફોર્નિયામાં ‘ફર ટ્રેડિંગ કોલોની’ની સ્થાપના કરી.
 • 1901 – રાણી વિક્ટોરિયાના અંતિમ સંસ્કાર થયા.
 • 1913 – ન્યૂયોર્કમાં ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ખોલવામાં આવ્યું.
 • 1920 – ફ્રાન્સે મેમેલ પર કબજો કર્યો.
 • 1922 – જેમ્સ જોયસની નવલકથા ‘યુલિસિસ’ પ્રથમ વખત પ્રકાશિત થઈ.
 • 1939 – હંગેરીએ સોવિયત યુનિયન સાથેના સંબંધો સમાપ્ત કર્યા.
 • 1952 – ભારતે મદ્રાસમાં પ્રથમ ટેસ્ટ ક્રિકેટ જીતી.
 • 1953 – અખિલ ભારતીય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરવામાં આવી.
 • 1966 – પાકિસ્તાને ‘કાશ્મીર કરાર’ માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો.
 • 1982 – સીરિયાએ હામા પર હુમલો કર્યો.
 • 1990 – આફ્રિકન નેશનલ કોંગ્રેસ પર 30 વર્ષ પહેલા લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો.
 • 1992 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ અને રશિયન પ્રમુખ બોરિસ યેલ્તસિને શીત યુદ્ધના અંતની જાહેરાત કરી.
 • 1997 – ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા વચ્ચે કાપડ વેપાર વિવાદને સમાપ્ત કરવા માટે કરાર થયા.

આ પણ વાંચોઃ ઇતિહાસ : 1 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ અને કલ્પના ચાવલાની પુણ્યતિથિ

 • 1997- વિશ્વમાં પહેલવાર World Wetlands Day (વિશ્વ વેટલેન્ડ્સ ડે)ની ઉજવણી કરવાની શરૂઆત થઇ.
 • 1999 – ઓસ્ટ્રેલિયન કેપ્ટન માર્ક ટેલરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત.
 • 2001 – ભારતીય નૌકાદળના સી કિંગ હેલિકોપ્ટર માટે અમેરિકન પાર્ટ્સના વેચાણની મંજૂરી.
 • 2002- અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ કેસમાં પાકિસ્તાનમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
 • 2004 – સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરર સતત 237 અઠવાડિયા સુધી નંબર વન રેન્કિંગ પર રહ્યો. આ એક રેકોર્ડ છે.
 • 2007 – ઇન્ટરનેશનલ પેનલ (IPCC) એ ગ્લોબલ વોર્મિંગ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો.
 • 2007 – રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કર્ણાટકની પ્રથમ લક્ઝરી ટ્રેન ‘ગોલ્ડન રથ’ને લીલી ઝંડી દેખાડી.
 • 2008 – રાજ્યપાલ બી. આલે. જોશીએ બી.કે. ગુપ્તાને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા.
 • 2008 – કેન્યામાં શાંતિ સ્થાપવા માટે વિપક્ષો વચ્ચે સમજૂતી થઈ.
 • 2008 – દુબઈના શાસક શેખ મુહમ્મદ બિન રશીદ અલ મખદૂમે તેમના પુત્ર શેખ હમદાનને ક્રાઉન પ્રિન્સ તરીકે તેમના અનુગામી તરીકે જાહેર કર્યા.
 • 2007 – પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત શીખ મેરેજ એક્ટ ઓર્ડિનન્સ અમલમાં આવ્યો.
 • 2019 – ઈરાને 1350 કિમી દૂર હુમલો કરતી ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
 • 2020 – ચીનની બહાર કોરોના વાયરસના કારણે મૃત્યુનો પ્રથમ કેસ ફિલિપાઈન્સમાં નોંધાયો હતો.
 • 2020 – ચીનથી ભારત આવતા પ્રવાસીઓ માટે ઇ-વિઝા હંગામી રીતે સ્થગિત કરાયા. વુહાનથી 330 લોકોને લઈને અન્ય એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું.
 • 2020 – ભારત અને માલદીવ્સે અડ્ડુ એટોલના પાંચ ટાપુઓ પર અડ્ડુ ટૂરિઝમ ઝોનની સ્થાપના માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.
 • 2021 – વિશ્વ વેટલેન્ડ ડે પર ભારતને તેનું પ્રથમ વેટલેન્ડ સંરક્ષણ અને વ્યવસ્થાપન કેન્દ્ર મળ્યું.

આ પણ વાંચોઃ 31 જાન્યુઆરીનો ઇતિહાસ – પ્રથમ પરમવીર ચક્ર વિજેતા શહીદ મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • શ્રીધર વેંકટેશ કેલકર (1884) – ભારતના પ્રખ્યાત મરાઠી જ્ઞાનકોશના સંપાદક.
 • રાજકુમારી અમૃત કૌર (1889) – ભારતના જાણીતા ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર હતા.
 • ચાર્લ્સ કોરોલ (1890) – અમેરિકન ફિલ્મના અભિનેતા.
 • મોટુરી સત્યનારાયણ (1902) – દક્ષિણ ભારતમાં હિન્દી પ્રચાર ચળવળના મજબૂત આયોજક હતા.
 • મોહિન્દર સિંહ રંધાવા (1909) – એક પ્રખ્યાત ભારતીય ઇતિહાસકાર, વનસ્પતિશાસ્ત્રી, કલા અને સંસ્કૃતિના પ્રચારક હતા.
 • ખુશવંત સિંહ (1915) – ભારતના પ્રખ્યાત પત્રકાર, લેખક, નવલકથાકાર અને ઇતિહાસકાર હતા.
 • દશરથ દેબ (1916) – ત્રિપુરા રાજ્યના આઠમા મુખ્યમંત્રી અને ભારતીય રાજકારણી હતા.
 • બી. બી. લિંગદોહ (1922) – મેઘાલય રાજ્યના ભૂતપૂર્વ ત્રીજા મુખ્ય પ્રધાન અને ભારતીય રાજકારણી હતા.
 • જીત સિંહ નેગી (1925) – ઉત્તરાખંડ રાજ્યના એવા પ્રથમ લોક ગાયક, જેમના ગીતોનો ગ્રામોફોન રેકોર્ડ વર્ષ 1949માં બહાર પાડવામાં આવ્યા હતા.
 • અન્નપૂર્ણા દેવી (1970) – યાદવ ભારતીય રાજકારણી.
 • શમિતા શેટ્ટી (1979) – ભારતીય ફિલ્મ અભિનેત્રી.
 • અનુરાધા થોકચોમ (1989) – હોકી ટીમની ખેલાડી.
 • બાલા દેવી (1990) – ભારતીય ફૂટબોલ ખેલાડી.

આ પણ વાંચોઃ 30 જાન્યુઆરીનો ઇતિહાસ મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • દિમિત્રી મેન્ડેલીવ (1907) – રશિયાના પ્રખ્યાત રસાયણશાસ્ત્રી હતા જેમણે સામયિક કોષ્ટક તૈયાર કર્યું.
 • બાલુસુ સાંબામૂર્તિ (1958) – સ્વતંત્રતા સેનાની (મદ્રાસ).
 • આચાર્ય ચતુરસેન શાસ્ત્રી (1960) – હિન્દી ભાષાના સાહિત્યકાર અને નવલકથાકાર હતા.
 • ખુબચંદ બઘેલ (1969) – એક ભારતીય સ્વતંત્રતા સેનાની અને છત્તીસગઢ રાજ્ય નિર્માણ ચળવળના મહાન નેતા તેમજ લેખક હતા.
 • ગોવિંદ શંકર કુરુપ – (1978) – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત મલયાલમ ભાષાના પ્રખ્યાત લેખક.
 • મોહન લાલ સુખડિયા (1982) ભારતના પ્રખ્યાત રાજકારણી અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
 • વિજય અરોરા (2008) – એક પ્રખ્યાત ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના પીઢ અભિનેતા હતા.
 • પી. શનમુગમ (2013) – બે વખત પુડુચેરી (કેન્દ્ર શાસિત પ્રદેશ)ના મુખ્યમંત્રી બનનાર રાજકારણી હતા.
 • શુનિચિરો ઓકાનો (2017) – જાપાનના જાણીતા ફૂટબોલ ખેલાડી હતા.

આ પણ વાંચોઃ 29 જાન્યુઆરીનો ઇતિહાસ – ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’ પ્રકાશિત થયું

Web Title: Today history 2 february world wetlands day khushwant singh birthday know important events