આજનો ઇતિહાસ 2 જુલાઇ: વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ, વર્લ્ડ યુએફઓ ડે

Today history 2 july: આજે 2 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today history 2 july: આજે 2 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
World Sports Journalists Day

2 જુલાઇના રોજ વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ ઉજવાય છે.

Today history 2 july: આજે 2 જુલાઇ 2023 (2 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ છે. દુનિયાભરમાં રમતગમતના પ્રચાર-પ્રસાર માટે મીડિયા રિપોર્ટર્સની કામગીરીને બિરદારવા માટે દર વર્ષે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિઝમ ડે ઉજવાય છે. ઉપરાંત આજે વિશ્વ યુએફઓ દિવસ છે. લોકોમાં અદ્રશ્ય (અજ્ઞાત) ઉડતી વસ્તુઓ વિશે જાગૃતિ ફેલાવવા અને અસ્તિત્વને સ્વીકારવા માટે આ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

2 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1306 - 2 જુલાઈ, 1306ના રોજ અલાઉદ્દીન ખિલજીએ સિવાણા પર હુમલો કર્યો ત્યારે આ કિલ્લો કાન્હાદેવના ભત્રીજા ચૌહાણ સરદાર શીતલદેવના કબજામાં હતો.
  • 1985 - આન્દ્રે ગ્રોમીકો સોવિયેત સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1940 - બ્રિટિશ સરકારે સુભાષ ચંદ્ર બોઝની 2 જુલાઈ, 1940ના રોજ બળવાને ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી.
  • 2004 - ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જકાર્તામાં પરસ્પર મંત્રણા કરી.
  • 2006 - ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમના કેપ્ટન ડેવિડ બેકહામે પોતાનું પદ છોડ્યું.

આ પણ વાંચોઃ 1 જુલાઇ: રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નો સ્થાપના દિન

વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ

રમતગમતના પ્રચાર-પ્રસાર માટે રમતગમત પત્રકારોની સેવાઓને ચિહ્નિત કરવા માટે દર વર્ષે 2 જુલાઈના રોજ વિશ્વ ખેલ પત્રકારિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન (AIPS) એ 1994માં વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ ડેની સ્થાપના કરી હતી. ઉપરાંત આ દિવસ AIPS સંસ્થાની રચનાની યાદમાં પણ ઉજવવામાં આવે છે, જે 2 જુલાઈ, 1924ના રોજ પેરિસમાં સમર ઓલિમ્પિક્સ દરમિયાન યોજાઈ હતી. આ દિવસે કેટલાક સ્પોર્ટ્સ મીડિયા પ્રોફેશનલ્સની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવે છે. હાલ સ્પોર્ટ્સ જર્નાલિઝમ એ પત્રકારિતાનું એક સ્વરૂપ છે જે રમતગમતથી સંબંધિત કોઈપણ વિષય અથવા વિષયોને લગતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે દરેક મીડિયા સંસ્થાનો એક આવશ્યક કાર્યક્રમ છે. હાલ ઘણા બધા સ્પોર્ટ્સ રિપોર્ટર પ્રિન્ટ, બ્રોડકાસ્ટ અને ઈન્ટરનેટ સહિત વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર કામગીરી કરે છે. સ્પોર્ટ્સ રિપોર્ટિંગમાં ઘણી સ્થાનિક અને રાષ્ટ્રીય પત્રકારત્વ સંસ્થાઓ સક્રિય છે.

Advertisment

આ પણ વાંચોઃ 30 જૂન : સંથાલ હૂલ ક્રાંતિ દિવસ, આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ

વિશ્વ યુએફઓ દિવસ (World UFO Day)

લોકોમાં અદ્રશ્ય (અજ્ઞાત) ઉડતી વસ્તુઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દુનિયાભરમાં દર વર્ષે 2 જુલાઈએ વિશ્વ યુએફઓ દિવસ (World UFO Day) ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ UFOના અસ્તિત્વને સ્વીકારવાનો છે. તમને જણાવી દઈએ કે વિશ્વ UFO દિવસની ઉજવણી સૌપ્રથમવાર 2001માં UFO સંશોધક હકાતન અકડોગન દ્વારા કરવામાં આવી હતી. જો કે આ દિવસે, લોકો ભેગા થાય છે અને અલૌકિક વસ્તુઓની અવકાશમાં શોધ કરે છે. અગાઉ, કેટલાક લોકો દ્વારા 24 જૂને આ દિવસ ઉજવવામાં આવતો હતો કારણ કે 1990ના દાયકાની શરૂઆતમાં આ દિવસે વોશિંગ્ટન ઉપર નવ અસામાન્ય વસ્તુઓ ઉડી હતી. જ્યારે કેટલાક લોકો તેને 2 જુલાઈએ ઉજવતા હતા. ત્યારબાદ 2 જુલાઈને સત્તાવાર રીતે વિશ્વ યુએફઓ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ 29 જૂનનો ઇતિહાસ : નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે, પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પી.સી. મહાલનોબિસનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સુહાસ એલ.વાય. (1983) - ભારતની પેરા બેડમિન્ટન ખેલાડી.
  • તુફાની સરોજ (1956) - તુફાની સરોજ તેરમી અને પંદરમી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
  • મોહમ્મદ અઝીઝ (1954) - ભારતના પ્રખ્યાત પ્લેબેક સિંગર હતા.
  • આલોક ધનવા (1948) - પ્રખ્યાત જનકવિ.
  • વિદ્યા વિંદુ સિંહ (1945) - લોક સાહિત્ય ક્ષેત્રે જાણીતું નામ છે.
  • આશલતા વાબગાંવકર (1941) - મરાઠી અને હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
  • સ્વામી રામ (1925) - ભારતીય યોગાચાર્ય હતા.
  • કાલિંદી ચરણ પાણિગ્રહી (1901) - પ્રખ્યાત ઉડિયા કવિ, નવલકથાકાર, વાર્તા લેખક, નાટ્યકાર અને નિબંધકાર હતા.
  • ચંદુલાલ માધવલાલ ત્રિવેદી (1893) - આંધ્ર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા.

આ પણ વાંચોઃ 28 જૂનનો ઇતિહાસ : નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ – આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં વીમો જરૂરી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અર્નેસ્ટ હેમિંગ્વે (1961) - અમેરિકન નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને પત્રકાર હતા.
  • યુસુફ મહેરઅલી (1950) - સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતા.
  • અસિત ભટ્ટાચાર્ય (1934) - ભારતના મહાન ક્રાંતિકારી હતા.

આ પણ વાંચોઃ 27 જૂનનો ઇતિહાસ : નેશનલ એચઆઇવી ટેસ્ટિંગ દિવસ, એમએસએમઇ દિવસ

આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર