Today History 2 Navember : આજે 2 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો તણાવ, ડિપ્રેશન – ચિંતાનો ભોગ બની રહ્યા છે. સ્ટ્રેસ માણસને અંદરથી ભાંગી નાંખે છે. તણાવની બીમારી, તેના લક્ષણો અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. આજે બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો 57મો બર્થડે છે. ઐતિહાસિક ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1774માં બ્રિટિશ ભારતના બ્રિટિશ ઓફિસર કમાન્ડર ઇન ચીફ રોબર્ટ ક્લાઇવે ઇંગ્લેન્ડમાં આત્મહત્યા કરી હતી. વર્ષ 1984માં અમેરિકામાં 1962 પછી પ્રથમ વખત વેલ્મા બારફિલ્ડ નામની મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
2 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1774 – બ્રિટિશ ભારતના બ્રિટિશ ઓફિસર કમાન્ડર ઇન ચીફ રોબર્ટ ક્લાઇવે ઇંગ્લેન્ડમાં આત્મહત્યા કરી.
- 1834 – એટલાસ નામનું જહાજ ભારતીય મજૂરો સાથે મોરેશિયસ પહોંચ્યું, જેને ત્યાં ઇમિગ્રન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે.
- 1835 – મૂળ અમેરિકનોના વિવિધ જૂથો વચ્ચે ઓસ્સોલા, ફ્લોરિડામાં બીજું સેમિનોલ યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ ફ્લોરિડા બેટલના નામથી પણ પ્રખ્યાત છે.
- 1841 – અકબર ખાને અફઘાનિસ્તાનમાં શાહ શુજા વિરુદ્ધ બળવો કર્યો, જેમાં તે સફળ રહ્યો.
- 1852 – ફ્રેન્કલિન પિયર્સ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.
- 1914 – રશિયાએ તુર્કી સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1950 – જ્યોર્જ બર્નાર્ડ શોનું 97 વર્ષની વયે અવસાન થયું.
- 1951 – લગભગ છ હજાર બ્રિટિશ સૈનિકો બ્રિટન સામેના વિરોધને કાબૂમાં લેવા ઇજિપ્ત પહોંચ્યા.
- 1984 – અમેરિકામાં 1962 પછી પ્રથમ વખત વેલ્મા બારફિલ્ડ નામની મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવી.
- 1986 – બેરૂતમાં કટ્ટરપંથીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા અમેરિકન નાગરિક ડેવિડ જેકબસનને મુક્ત કરવામાં આવ્યો.
- 1999 – પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકન કેન્દ્રો પર અજાણ્યા લોકો દ્વારા રોકેટ હુમલો.
- 2000 – પશ્ચિમ એશિયામાં હિંસા રોકવાની ફોર્મ્યુલા પર સંમત થયા.
- 2002 – મુફ્તી મોહમ્મદ સઈદે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
- 2004 – ચીનના હેનાનમાં વંશીય હિંસામાં 20 મૃત્યુ પામ્યા.
- 2005 – ગુલામ નબી આઝાદે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
- 2007 – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ખામીયુક્ત સોલાર પાંખનું રિપેરિંગ કર્યા પછી ડિસ્કવરીના મુસાફરો સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા.
- 2008 – કેન્દ્ર સરકારે નિવૃત્તિ પછી પેન્શન ફંડમાંથી પૈસા ઉપાડવાની સુવિધા સમાપ્ત કરી.
2 નવેમ્બરની જન્મજયંતિ
- મહેન્દ્રલાલ સરકાર (1833) – હોમિયોપેથીને પ્રોત્સાહન આપનાર સમાજ સુધારક અને ડૉક્ટર હતા.
- યોગેશ્વર દત્ત (1982) – ભારતના કુસ્તીના ખેલાડી.
- બસંત કુમાર દાસ (1883) – આસામના સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી.
- સોહરાબ મોદી (1897) – ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
- રામ મોહન (1929) – ભારતીય ચરિત્ર અભિનેતા.
- અરુણ શૌરી (1941) – ભારતના અદમ્ય નીડર પત્રકાર, બૌદ્ધિક, પ્રખ્યાત લેખક અને રાજકારણી.
- અનુ મલિક (1960) – હિન્દી ફિલ્મ સંગીતકાર અને ગાયક.
- શાહરૂખ ખાન (1965) – હિન્દી ફિલ્મ અભિનેતા.
- સંજીવ બજાજ (1969) – બજાજ બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
- મમતા કાલિયા (1940) – સાહિત્યકાર.
2 નવેમ્બરની પૃણ્યતિથિ
- અન્ના સાહેબ કિર્લોસ્કર (1885) – મરાઠી થિયેટરમાં ક્રાંતિ લાવનાર પ્રખ્યાત નાટ્યકાર.
- રસુના સેડ (1965) – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સક્રિય મહિલા યોદ્ધા.
- ભાલચંદ્ર દિગંબર ગરવારે (1990) – ભારતીય ઉદ્યોગપતિ, જેમણે ગરવારે ગ્રુપની સ્થાપના કરી હતી.
- શ્રીરામ શંકર અભ્યંકર (2012) – ભારતીય-અમેરિકન ગણિતશાસ્ત્રી.