Today history 2 october : આજે 2 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીજીની જન્મજયંતિ છે. મહાત્મા ગાધીજીનું પુરું નામ મોહનચંદ કરમચંદ ગાંધી હતું અને તેમણે સત્યાગ્રહ અને અહિંસક આંદોલન બ્રિટિશ ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. આથી રાષ્ટ્રસંઘે મહાત્મા ગાધીજીના જન્મદિનને આંતરરાષ્ટ્રય અહિંસા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ઉપરાંત આજે આજના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિન છે. આજથી ભારતમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
2 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1492 – બ્રિટનના રાજા હેનરી સાતમાએ ફ્રાંસ પર આક્રમણ કર્યું.
- 1924 – રાષ્ટ્રસંઘને શક્તિશાળી બનાવવાના ઉદ્દેશ્યથી રજૂ કરાયેલા જિનીવા ઠરાવ 1924 મહાસભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો પરંતુ પછીથી તેને બહાલી આપવામાં આવી ન હતી.
- 1951 – શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
- 1952 – સમુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ થયો.
- 1961 – બોમ્બે (હવે મુંબઈ)માં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની રચના.
- 1971 – તત્કાલિન રાષ્ટ્રપતિ વી.વી. ગિરીએ બિરલા હાઉસ, જે ગાંધી સદન તરીકે પ્રખ્યાત છે, દેશને સમર્પિત કર્યું. અહીં જ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
- 1982 – તેહરાનમાં બોમ્બ વિસ્ફોટમાં 60 માર્યા ગયા, 700 ઘાયલ.
- 1985 – દહેજ પ્રતિબંધ સુધારો કાયદો અમલમાં આવ્યો.
- 1988 – કોરિયાના સિઓલમાં 24મી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું. તમિલનાડુમાં મંડપમ અને પમ્બન વચ્ચે સમુદ્ર પરનો સૌથી લાંબો પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
- 2000 – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી આવ્યા હતા.
- 2001 – 19 દેશોના સંગઠન નાટોએ અફઘાનિસ્તાન પર હુમલો કરવાની લીલી ઝંડી આપી.
- 2003 – હંગેરીના વડાપ્રધાન પીટર મેડગેસે ભારતની મુલાકાત લીધી.
- 2004 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કોંગોમાં 5900 સૈનિકો મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
- 2006 – દક્ષિણ આફ્રિકાએ પરમાણુ ઇંધણની સપ્લાય મુદ્દે ભારતને સમર્થન આપવાનું નક્કી કર્યું.
- 2007 – ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે બીજી શિખર બેઠક યોજાઈ.
- 2012 – નાઈજીરિયામાં બંદૂકધારીઓએ 20 વિદ્યાર્થીઓની હત્યા કરી.
ગાંધી જયંતિ / આતંરરાષ્ટ્રીય અહિંસા દિવસ (Mahatma Gandhi birthday / International Non Violence Day)Holiday
ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના જન્મદિનને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ (International Non Violence Day) તરીકે ઉજવાય છે. મહાત્મા ગાધીજીનો જન્મ 2 ઓક્ટોબર, 1869માં ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. તેમણે અહિંસક આંદોલન અને સત્યાગ્રહથી ભારતને અંગ્રેજોની ગુલાબીમાંથી આઝાદી અપાવી હતી. સત્ય, અહિંસા અને શાંતિના સિદ્ધાંત આજના સયમમાં યથાર્થ છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાની નીતિથી સમગ્ર દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 15 જૂન, 2007ના રોજ એક ઠરાવ પસાર કર્યો, જેમાં વિશ્વને શાંતિ અને અહિંસાના વિચારનો અમલ કરવા અને મહાત્મા ગાંધીના જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ” તરીકે ઉજવવા આહ્વાન કર્યુ હતુ.
વન્ય જીવ સપ્તાહ (National Wildlife Week)
ભારતમાં વન્યજીવ સપ્તાહ દર (National Wildlife Week)વર્ષે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, પર્યાવરણવાદીઓ, કાર્યકરો, શિક્ષકો વગેરે દ્વારા લોકોમાં વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં વિવિધ વન્ય પ્રજાતિઓનો વિશાળ સંખ્યા છે, તેથી ભારતમાં પ્રકૃતિ પ્રેમીઓ દરમિયાન ઘણી પરિષદો, જાગૃતિ કાર્યક્રમો અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓ લુપ્ત થવાની આશંકાને કારણે ભારતમાં પહેલીવાર 7 જુલાઇ, 1955ના રોજ વન્ય પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એવો પણ નિર્ણય લેવાયો કે દર વર્ષે 2 ઓક્ટોબરથી સમગ્ર સપ્તાહ દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાશે. વર્ષ 1956થી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે. જંગલોના અડેધડ નાશ, બેફામ શિકાર, મહામારી- બીમારી, જળવાયુ પરિવર્તન જેવા વિવિધ કારણોસર વન્ય પ્રાણીઓના અસ્તિત્વ સામે ભયંકર જોખમ સર્જાયુ છે.
2 ઓક્ટોબરની જન્મજયંતિ
- લવલિના બોર્ગોહેન (1997) – ભારતીય બોક્સર.
- ભવ્ય લાલ (1985) – નાસામાં ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક.
- હંગપન દાદા (1979) – અશોક ચક્રથી સન્માનિત ભારતીય સેનાના બહાદુર સૈનિક હતા.
- અર્દેમ પટાપોટિયન (1967) – અમેરિકાના પ્રખ્યાત મોલેક્યુલર બાયોલોજીસ્ટ, ન્યુરોસાયન્ટિસ્ટ હતા.
- શંકર શેષ (1933) – પ્રખ્યાત હિન્દી નાટ્યકાર અને સિનેમા કહાણી લેખક હતા.
- પ્રીતમ સિવાચ (1974) – ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન.
- મોહનચંદ કરમતચંદ ગાંધી (1869) – મહાત્મા ગાંધીજી તરીકે પ્રખ્યાત ભારતના રાષ્ટ્રપિતા.
- પ્રજાપતિ મિશ્રા (1898) – અગ્રણી ગાંધીવાદી સર્જનાત્મક કાર્યકર અને બિહારના સ્વાતંત્ર્ય સેનાની
- લાલ બહાદુર શાસ્ત્રી (1904) – ભારતના બીજા વડાપ્રધાન હતા.
- આશા પારેખ (1942) – પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી
- તપન સિંહા (1924) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક
- ગોકુલ લાલ આસાવા (1901) – દેશની આઝાદીમાં યોગદાન આપનાર ક્રાંતિકારી.
- લીલા નાગ (1900) – પ્રખ્યાત બંગાળી પત્રકાર અને મહિલા ક્રાંતિકારી.
- વિનાયક પાંડુરંગ કરમરકર (1891) – ભારતના પ્રખ્યાત શિલ્પકાર હતા.
2 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- રાજા રવિ વર્મા (1906) – પ્રખ્યાત ચિત્રકાર
- રાજકુમારી અમૃત કૌર (1964)- ભારતના જાણીતા ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર્તા.
- કે. કામરાજ (1975) – ભારત રત્નથી સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, તમિલનાડુના મુખ્યમંત્રી.
- સી.ડી. દેશમુખ (1982) – બ્રિટિશ શાસન હેઠળ આઈસીએસ. અધિકારી અને સ્વતંત્રતા પછી ભારતના ત્રીજા નાણાં પ્રધાન.