/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-02T081247.458.jpg)
World Coconut Day : વિશ્વ નારિયેળ દિવસ 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે.
Today history 2 September : આજે 2 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ નારિયેળ દિવસ છે. વર્ષ 1969માં આજના દિવસે એટીએમ એટલે કે ઓટોમેટિક ટેલર મશીન પ્રથમ વખત અમેરિકામાં દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 1573માં બાદશાહ અકબરે ગુજરાત પર જીત હાંસલ કરી હતી. વર્ષ 1945માં જાપાને હાર સ્વીકારતા છ વર્ષ બાદ બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
1 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1573 - અકબરે ગુજરાત પર વિજય મેળવ્યો.
- 1666 - લંડનમાં ભીષણ આગમાં છ લોકોના મોત થયા અને દસ હજાર ઈમારતો નાશ પામી.
- 1775 - પ્રથમ અમેરિકન યુદ્ધ જહાજ 'હાના' જનરલ જ્યોર્જ વોશિંગ્ટને રવાના કરાવ્યું હતું.
- 1789 - અમેરિકામાં મહેસૂલ વિભાગની રચના કરવામાં આવી.
- 1926 - ઇટાલી અને યમન વચ્ચેના કરાર હેઠળ, લાલ સમુદ્રના કિનારે ઇટાલીની સર્વોપરિતા સ્થાપિત થઈ.
- 1930 - 'ક્વેશ્ચન માર્ક' નામના વિમાને ક્યાંય રોકાયા વિના પ્રથમ વખત યુરોપથી અમેરિકા સુધી ઉડાન ભરી.
- 1945 - જાપાને હાર સ્વીકારતા છ વર્ષ બાદ બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું.
- 1945 - હો ચી મિન્હે વિયેતનામના સ્વતંત્ર પ્રજાસત્તાકની સ્થાપના કરી.
- 1946 - જવાહરલાલ નેહરુની ઉપાધ્યક્ષતા હેઠળ ભારતની વચગાળાની સરકારની રચના.
- 1956 - હૈદરાબાદથી 100 કિમી દૂર જાડચેરલા અને મહેબૂબ નગર વચ્ચે પુલ ધરાશાયી થવાથી 125 લોકોના મોત થયા હતા.
- 1962 - સોવિયેત યુનિયન ક્યુબાને શસ્ત્રો આપવા સંમત થયું.
- 1969 - ઓટોમેટિક ટેલર મશીન (ATM) પ્રથમ વખત ન્યૂયોર્ક, યુએસએમાં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
- 1970 - કન્યાકુમારીમાં વિવેકાનંદ સ્મારકનું ઉદ્ઘાટન થયું.
- 1990 - કાળા સમુદ્રમાં સોવિયેત પેસેન્જર જહાજ ડૂબી જતાં 79 મુસાફરો માર્યા ગયા હતા.
- 1998 - આફ્રિકન રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા દ્વારા ડરબનમાં 12મી બિન-જોડાણયુક્ત ચળવળ સમિટનું ઉદ્ઘાટન.
- 1996 - મુસ્લિમ બળવાખોરો અને ફિલિપાઈન્સની સરકારે ઔપચારિક રીતે 26 વર્ષથી ચાલી રહેલા વિદ્રોહને સમાપ્ત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન એક લાખ 20 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
- 1992 - યુએસ અને રશિયા સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે સંયુક્ત સાહસ રચવા સંમત થયા.
- 1999 - ભારતીય તરવૈયા બુલા ચૌધરી બે વખત ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ એશિયન મહિલા બની.
- 2000- મેનહટન પ્રોજેક્ટમાં અગ્રણી ભૂમિકા ભજવનાર વૈજ્ઞાનિક જ્હોન સિમ્પસનનું અવસાન થયું, યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા રાષ્ટ્રીય મિસાઈલ સિસ્ટમ તૈનાત કરવાની યોજના મુલતવી રહી.
- 2001 - વિશ્વમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર દક્ષિણ આફ્રિકાના અગ્રણી હાર્ટ સ્પેશિયાલિસ્ટ ક્રિશ્ચિયન બર્નાર્ડનું સાયપ્રસમાં અવસાન થયું, તેમણે 1967માં વિશ્વનું પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.
- 2006 - પશ્ચિમ ઇરાકમાં અપહરણ બાદ 3 ભારતીયો અને 11 પાકિસ્તાનીઓની હત્યા.
- 2007 - આલ્બાનિયા વિશ્વનું પ્રથમ રાસાયણિક શસ્ત્ર રાષ્ટ્ર બન્યું.
- 2009 - આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. રેડ્ડીને લઈ જતું હેલિકોપ્ટર ટેકઓફ થયા બાદ ગુમ થઈ ગયું હતું.
આ પણ વાંચો | 1 સપ્ટેમ્બરનો ઇતિહાસ: એલઆઇસીનો સ્થાપના દિન; રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કેમ ઉજવાય છે?
વિશ્વ નારિયેળ દિવસ (World Coconut Day)
વિશ્વ નારિયેળ દિવસ (World Coconut Day) દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. કોકોનટ ડે નિમિત્તે નાળિયેરમાંથી બનેલી વિવિધ ચીવસ્તુઓનું પ્રદર્શન યોજાય છે. નારિયેળ એક એવું ફળ છે, જેનો દરેક ભાગ આપણે અલગ-અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. નારિયેળ દિવસ નારિયેળનું મહત્વ દર્શાવે છે. આ એક સાથે બેસીને શોધવાનો દિવસ છે કે આપણે તેનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકીએ. આજકાલ આપણો દેશ પોલીથીનની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જે સડતું નથી અને પ્રદુષણન ફેલાવે છે. પોલિથીનનો ઉપયોગ બંધ કરીને આપણે નારિયેળની છાલ એટલે કે કોયરમાંથી બનેલી થેલી-બેગનો ઉપયોગ કરી શકીએ છીએ. નારિયેળ આપણા માટે દરેક રીતે ઉપયોગી છે.
આ પણ વાંચો | 31 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ સંસ્કૃત દિવસ કેમ ઉજવાય છે? સંસ્કૃત ભાષા કેટલી જૂની છે? જાણો
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સાધના (1941) - પ્રખ્યાત ભારતીય અભિનેત્રી.
- પાર્થો સેન ગુપ્તા (1965) - ભારતીય ફિલ્મ નિર્માતા
- પવન કલ્યાણ (1971) - ભારતીય અભિનેતા
- ઉદિતા ગોસ્વામી (1984) ભારતીય મોડલ અને અભિનેત્રી
- ઈશાંત શર્મા (1988) - ભારતીય ક્રિકેટર
- ઈશ્મીત સિંહ સોઢી (1989) - ભારતીય પ્લેબેક સિંગર
- શાંતા કુમાર (1934) - ભારતીય રાજકારણી. હિમાચલના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બનવાનો ખિતાબ શાંતા કુમારના નામે છે.
- દરોગા પ્રસાદ રાય (1922) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા.
- ટી.કે. માધવન (1885) - કેરળના પ્રખ્યાત સમાજ સુધારક હતા.
આ પણ વાંચો | 30 ઓગસ્ટનો ઇતિહાસ: લઘુ ઉદ્યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસનું મહત્વ જાણો
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- રામવીર ઉપાધ્યાય (2022) - ઉત્તર પ્રદેશના રાજકારણી.
- વાય. એસ. રાજશેખર રેડ્ડી (2009) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, જેઓ આંધ્ર પ્રદેશના 14મા મુખ્યમંત્રી બન્યા હતા.
- વિષ્ણુ સખારામ ખાંડેકર (1976) - મરાઠી ભાષાના પ્રખ્યાત લેખક.
- હબીબ ઉર રહેમાન લુધિયાનવી (1956) - ભારતીય સ્વતંત્રતા સેનાની.
- અમરનાથ ઝા (1955) - ભારતના પ્રખ્યાત વિદ્વાન, લેખક અને શિક્ષણશાસ્ત્રી.
આ પણ વાંચો | 29 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતના હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us