Today History આજનો ઇતિહાસ 20 ઓગસ્ટ: રાજીવ ગાંધી જન્મજયંતિ – સદભાવના દિવસ; ભારતીય અક્ષય ઉર્જા દિવસ

Today history 20 August: આજે 20 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે, જેને સદભાવના દિવસ અને ભારતીય અક્ષય ઉર્જા દિવસ તરીકે પણ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Written by Ajay Saroya
August 20, 2023 04:30 IST
Today History આજનો ઇતિહાસ 20 ઓગસ્ટ: રાજીવ ગાંધી જન્મજયંતિ – સદભાવના દિવસ; ભારતીય અક્ષય ઉર્જા દિવસ
રાજીવ ગાંધીની જન્મદિન 20 ઓગસ્ટ છે અને તે સદભાવના દિવસ અને ભારતીય અક્ષય ઉર્જા દિવસ તરીકે ઉજવાય છે.

Today history 20 August: આજે 20 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પૂર્વ વડાપ્રધાન શિલ્પકાર ગણાતા રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. તેમને ભારતના સૌથી યુવા વડાપ્રધાન અને આધુનિક ભારતના શિલ્પકાર પણ કહેવાય છે. તેમનો જન્મદિવસ સદભાવના દિવસ અને ભારતીય અક્ષય ઉર્જા દિવસ તરીકે પણ ઉજવાય છે. વર્ષ 1921માં આજના દિવસે કેરળના મલબાર પ્રદેશમાં મોપલા બળવો શરૂ થયો હતો. આજે ભારતની આઇટી કંપની ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

20 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1828 – રાજા રામ મોહન રોયના બ્રહ્મ સમાજનું પ્રથમ અધિવેશન કલકત્તામાં આયોજિત કરવામાં આવ્યું હતું.
  • 1897 – રોનાલ્ડ રોસે કલકત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં કામ કરતી વખતે મલેરિયાના કારક એનોફિલિસ મચ્છરની ઓળખ કરી.
  • 1921 – કેરળના મલબાર પ્રદેશમાં મોપલા બળવો શરૂ થયો હતો.
  • 1949 – યુરોપિયન દેશ હંગેરીમાં બંધારણ અપનાવવામાં આવ્યું.
  • 1955 – મોરોક્કો અને અલ્જીરિયામાં ફ્રેન્ચ વિરોધી રમખાણોમાં સેંકડો લોકો માર્યા ગયા.
  • 1972 – તત્કાલીન સોવિયેત રશિયાએ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1979 – તત્કાલિન વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહે વડાપ્રધાન તરીકે શપથ લીધાના 23 દિવસમાં રાજીનામું આપી દીધું હતું.
  • 1988 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું અને સેનેટના અધ્યક્ષ ગુલામ ઈશાક ખાન રાષ્ટ્રપતિ બન્યા. ભારત અને નેપાળમાં 6.5ની તીવ્રતાના ભૂકંપમાં 1,000 લોકો માર્યા ગયા હતા.
  • 1994 – અમેરિકાએ ક્યુબાના શરણાર્થીઓને આશ્રય આપવાની તેની 28 વર્ષ જૂની નીતિનો અંત લાવવાની જાહેરાત કરી હતી.
  • 1998 – લિએન્ડર પેસે પીટ સામ્પ્રાસને હરાવીને પાયલોટ પેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ જીતી.
  • 1991 – ઉત્તર યુરોપીયન દેશ એસ્ટોનિયાએ તત્કાલીન સોવિયત સંઘથી અલગ થવાની ઘોષણા કરી.
  • 2001 – સ્પેનમાં, ભારતીય ચેમ્પિયન વિશ્વનાથન આનંદે સ્પેનના એલેક્સી શિરોવને હરાવીને વિલારોડ્સ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.
  • 2002 – પેલેસ્ટાયનના ગેરિલા નેતા અબુ નિદાલ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
  • 2008 – ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત કલાકાર અરુણા સાઈ રામને અમેરિકામાં વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2013 – ઉત્તર કાકેશસમાં રશિયન પોલીસની કાર્યવાહીમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા.
  • 2012 – વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં રમખાણોમાં 20 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો | 19 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ ફોટોગ્રાફી દિવસ – એક તસવીર સો શબ્દોની ગરજ સારે છે; વિશ્વ માનવતા દિવસ

રાજીવ ગાંધી જન્મજયંતિ (Rajiv Gandhi Birthday Anniversary), સદભાવના દિવસ (Sadbhavana Diwas)

આજે ભારતના સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. તેના જન્મદિવસને સદભાવના દિવસ તરીકે પણ ઉજવાય છે. રાજીવ ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાનાપુત્ર છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઇમાં થયો હતો. રાજીવ ગાંધી વર્ષ 1981માં કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ હતા અને તેમના માતા ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ ભારતના વડા પ્રધાન (1984–1989) બન્યા હતા. 40 વર્ષની વયે દેશના સૌથી યુવા અને નવમા વડાપ્રધાન બનવાનું ગૌરવ હાંસલ કરનાર રાજીવ ગાંધીને “આધુનિક ભારતના શિલ્પકાર” કહેવાય છે. દેશમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રાધાન્ય આપનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા અને કોમ્પ્યુટરના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે પોતાના વડાપ્રધાન પદ દરમિયાન આવા ઘણા નિર્ણયો લીધા હતા, જેની અસર દેશના વિકાસ પર જોવા મળી હતી. જો કે કમનસીબે વર્ષ 1991માં 21 મેના રોજ તમિલનાડુના શ્રીપરેબુદુર ખાતે એક આત્મઘાતી વિસ્ફોટમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો | 18 ઓગસ્ટનો ઇતિહાસ : સુભાષ ચંદ્ર બોઝની પુણ્યતિથિ, અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ

ભારતીય અક્ષય ઉર્જા દિવસ (Indian Akshay Urja Day)

ભારતીય અક્ષય ઉર્જા દિવસ (Indian Akshay Urja Day) દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ ઉર્જાના પુનઃપ્રાપ્ય સંશાધનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિના દિવસે ઉજવાયય છે. ભારતમાં વર્ષ 2004થીભારતીય અક્ષય ઉર્જા દિવસ ઉજવાય છે. અક્ષય ઉર્જા એટલે કે રિન્યુએબલ ઉર્જાના સંશાધનોમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, બાયોગેસ વગેરે ઉર્જાના સ્વરૂપનો સમાવેશ થાય છે. ભારતમા કુદરતી પરિપેક્ષ્યની દ્રષ્ટિએ અક્ષય ઉર્જાની વિપુલ સંભાવનાઓ રહેલી છે. REN રિન્યુએબલ્સ 2022 ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ અનુસાર રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા (મોટા હાઇડ્રો પ્રોજેક્ટ સહિત)માં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે, પવન ઉર્જા ક્ષમતામાં ચોથા ક્રમે અને સૌર ઊર્જા ક્ષમતામાં ચોથા ક્રમે છે. ભારતમાં 31.12.2022 સુધીમાં કુલ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા 167.75 ગીગીવોટ છે. દેશના તમામ રાજ્યોમાં ગ્રીડ-ઇન્ટરેક્ટિવ રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતાની સરખામણી કરીયે તો કર્ણાટક ટોચ પર આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ, કર્ણાટકની કુલ સ્થાપિત અક્ષય ઉર્જા ક્ષમતા 15,463 મેગાવોટ હતી.

આ પણ વાંચો |  17 ઓગસ્ટનો ઇતિહાસ : ભારતના ક્રાંતિકારી મદન લાલ ઢીંગરા શહીદ દિન, ઇન્ડોનેશિયા સ્વતંત્રતા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • તાનિયા સચદેવ (1986) – ભારતની મહિલા ચેસ ખેલાડી.
  • ડી. દેવરાજ અર્સ (1915) – કર્ણાટકના 8મા મુખ્યમંત્રી હતા.
  • ત્રિલોચન શાસ્ત્રી (1917) – ભારતીય કવિ.
  • બી. જે. દીવાન (1919) – આંધ્ર પ્રદેશના કાર્યવાહક રાજ્યપાલ હતા.
  • રાજીવ ગાંધી (1944) – ભારતના નવમા વડાપ્રધાન હતા અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર.
  • કુમારી નાઝ (1944) – હિન્દી ફિલ્મ અભિનેત્રી.
  • એન. આર. નારાયણ મૂર્તિ (1946) – ઇન્ફોસિસ કંપનીના સ્થાપક.
  • રાજેન્દ્ર કુમાર પચૌરી (1940) – આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પર્યાવરણવિદ છે.
  • જેમ્સ પ્રિન્સેપ (1799) – બ્રાહ્મી લિપિના ભાષાશાસ્ત્રી અને અશોકના શિલાલેખો વાંચનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હતા.
  • ફારુખસિયર (1685) – મુઘલ વંશના અઝીમુશ્નનો પુત્ર હતો.

આ પણ વાંચો | 16 ઓગસ્ટનો ઇતિહાસ: 1946માં પ્રત્યક્ષ કાર્યવાહી દિવસે કલકત્તામાં નરસંહાર થયો, અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બી.કે.એસ. આયંગર (2014) – ભારતના પ્રખ્યાત યોગ શિક્ષક હતા.
  • રામ શરણ શર્મા (2011) – ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર અને શિક્ષણશાસ્ત્રી.
  • ગોપીનાથ મોહંતી (1991) – ઉડિયા ભાષાના પ્રખ્યાત લેખક.

આ પણ વાંચો |  15 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ, બ્રિટિશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ