scorecardresearch

Today history 20 February : આજનો ઇતિહાસ 20 ફેબ્રુઆરી – અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

Today history 20 February : આજે 20 ફેબ્રુઆરી 2023 (20 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અરુણાચલ પ્રદેશ (arunachal pradesh) અને મિઝોરમ (mizoram) રાજ્યનો સ્થાપના દિવસ છે. તેમજ આજે વિશ્વ સામાજીક ન્યાય દિવસ (World Day of Social Justice) પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (20 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 20 February
આજનો ઇતિહાસ, 20 ફેબ્રુઆરી – વિશ્વ સામાજીક ન્યાય દિવસ

Today history 20 February : આજે તારીખ 20 ફેબ્રુઆરી, 2023 (20 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અરુણાચલ પ્રદેશ અને મિરોઝમ રાજ્યનો સ્થાપના દિવસ છે. ઉપરાંત આજે વિશ્વ સામાજીક ન્યાય દિવસ છે અને સંયુક્ત રાષ્ટ્રના આહ્વાન પર વર્ષ 2007થી દર વર્ષ 20 ફેબ્રુઆરીના રોજ તેની ઉજવણી કરાય છે. વર્ષ 1999માં દૂરદર્શન પર સ્પોર્ટ્સ ચેનલની શરૂઆત થઇ હતી અને ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીએ પાકિસ્તાનની ઐતિહાસિક બસ યાત્રા કરી હતી. વર્ષ 1835માં આજના દિવસે મેડિકલ કોલેજની સત્તાવાર શરૂઆત થઇ હતી. તો વર્ષ 1707માં મુઘલ શાસક ઔરંગઝેબ અને વર્ષ 1950માં સ્વતંત્રતા સેનાની શરત ચંદ્ર બોઝનું અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (20 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

20 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1547 – એડવર્ડ છઠ્ઠાનો ઇંગ્લેન્ડના શાસક પદ પર વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજ્યાભિષેક થયો હતો.
  • 1798 – લુઇસ એલેક્ઝાન્ડ્રે બર્થિયરે પોપ પાયસ છઠ્ઠાને પદભ્રષ્ટ કર્યા.
  • 1833 – ઇજિપ્ત સાથેના યુદ્ધમાં તુર્કીને મદદ કરવા માટે રશિયન જહાજો બોસ્ફોરસની ખાડીમાં પહોંચ્યા.
  • 1835 – કલકત્તા મેડિકલ કોલેજ સત્તાવાર રીતે ખોલવામાં આવી.
  • 1846 – અંગ્રેજોએ લાહોર પર કબજો કર્યો.
  • 1847 – રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના.
  • 1872 – ન્યૂયોર્ક શહેરમાં ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટસ’ ખોલવામાં આવ્યું.
  • 1873 – કેલિફોર્નિયા યુનિવર્સિટીએ સાન ફ્રાન્સિસ્કોમાં તેની પ્રથમ મેડિકલ કોલેજની શરૂઆત કરી.
  • 1933 – ચૂંટણીમાં નાઝી પાર્ટીને ટેકો આપવા માટે એડોલ્ફ હિટલર ગુપ્ત રીતે જર્મન ઉદ્યોગપતિઓને મળ્યો.
  • 1935 – કેરોલિન મિકલ્સન એન્ટાર્કટિક પહોંચનાર પ્રથમ મહિલા બની.
  • 1940 – ઈંગ્લેન્ડમાં દક્ષિણ આફ્રિકામાં નવા રોકાણો પરના નિયંત્રણો હટાવવાની ઘોષાણા કરાઇ.

આ પણ વાંચોઃ 19 ફેબ્રુઆરીનો ઇતિહાસ – છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, રેલવેમાં કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશન સિસ્ટમ શરુ થઇ

  • 1942 – બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સૈનિકોએ ડચ ઇસ્ટ ઇન્ડીઝમાં બાલી પર હુમલો કર્યો.
  • 1947 – બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી.
  • 1962 – જ્હોન એચ. ગ્લેન અમેરિકાના પ્રથમ અવકાશયાત્રી બન્યા.
  • 1965 – નાસા દ્વારા લોન્ચ કરાયેલ રેન્જર આઠ ચંદ્ર પર ઉતર્યું, ફોટા અને જરૂરી ડેટા મોકલ્યો.
  • 1968 – મુંબઈના K.E.M. હોસ્પિટલના તબીબ પી.કે. સેને પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું હતું.
  • 1975 – માર્ગારેટ થેચર બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા.
  • 1976 – મુંબઈ હાઈ ખાતે ક્રૂડ ઓઈલનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયું.
  • 1982 – ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કન્હાર નદીના પાણી પર કરાર.
  • 1986 – સોવિયેત સંઘ દ્વારા ‘સેલ્યુત-7’ કરતાં વધુ વિકસિત સ્પેસ સ્ટેશન ‘મીર’ (શાંતિ)નું પ્રક્ષેપણ.
  • 1987 – હિમાચલ પ્રદેશને ભારતીય સંઘનું 24મું રાજ્ય બનાવવામાં આવ્યું. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ અનુક્રમે 23માં અને 24માં રાજ્ય બન્યા.

આ પણ વાંચોઃ 18 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતમાં દુનિયાના પ્રથમ એર મેલ એરોપ્લેને ઉડાન ભરી, તૈમૂર લંગનું અવસાન

  • 1988 – રિયો ડી જાનેરોમાં પૂરથી 65 લોકોના મોત થયા અને હોસ્પિટલમાંથી 100 થી વધુ લોકો ગુમ થયા.
  • 1989 – આઇઆરએ દ્વારા કરાયેલા એક વિસ્ફોટમાં ટર્નહિલમાં બ્રિટિશ આર્મીની એક બેરેક ધ્વસ્ત.
  • 1999 – ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનનો ઐતિહાસિક બસ પ્રવાસ કર્યો હતો. દૂરદર્શન પર સ્પોર્ટ્સ ચેનલ શરૂ થઈ.
  • 2001 – લિથુઆનિયાના રાષ્ટ્રપતિ એડમકસ પહોંચ્યા ભારત, બંને દેશો વચ્ચે ત્રણ સમજૂતી પર હસ્તાક્ષર થયા.
  • 2000 – ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દીએ બ્રિટન છોડીને ન્યૂયોર્કમાં સ્થાયી થવાનું નક્કી કર્યું.
  • 2002- કાહિરા (ઇજિપ્ત) માં ચાલતી ટ્રેનમાં આગ લાગવાથી 373 લોકોના મોત થયા.
  • 2003 – ઈરાનમાં વિમાન દુર્ઘટનામાં 302 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 2007 – યુરોપિયન સંઘ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને વર્ષ 2010 સુધીમાં 20 ટકા ઘટાડો કરવા સંમત થયા.
  • 2008- સંરક્ષણ સોદામાં ઓફસેટ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બરામ ઓબામાએ તેમની નવમી જીત નોંધાવી.
  • 2009 – ભ્રષ્ટાચારના આરોપમાં કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન સામે મહાભિયોગ.
  • 2015 – સ્વિત્ઝર્લેન્ડના રાફઝ શહેરમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર થવાથી 49 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો – 17 ફેબ્રુઆરીનો ઇતિહાસ – શિવાજીએ મુઘલો પાસેથી સિંહગઢનો કિલ્લો જીત્યો, ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિનું નિધન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રઘુવેન્દ્ર તંવર (1955) – એક ભારતીય સાહિત્યકાર.
  • પંકજ બિષ્ટ (1955) – હિન્દી સાહિત્યના પ્રતિષ્ઠિત પત્રકાર, વાર્તાલેખક, નવલકથાકાર અને વિવેચક.
  • અનુ કપૂર (1945) – હિન્દી ફિલ્મોના કલાકાર.
  • જયંત કુમાર મલૈયા (1947) – ‘ભારતીય જનતા પાર્ટી’ના નેતા, મધ્ય પ્રદેશ.
  • જરનૈલ સિંહ (1936) – ભારતીયઠ ફૂટબોલ ખેલાડી.
  • એન. જનાર્દન રેડ્ડી (1935) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, જેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
  • કે.વી. સુબન્ના (1932) – પ્રખ્યાત કન્નડ નાટ્યકાર.
  • ભબેન્દ્ર નાથ સૈકિયા (1932) – એક ભારતીય નવલકથાકાર, લઘુ કથા લેખક અને ફિલ્મ નિર્દેશક હતા.
  • રાવ વીરેન્દ્ર સિંહ (1921) – હરિયાણાના બીજા મુખ્યમંત્રી હતા.
  • અજય ઘોષ (1909) – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા.

આ પણ વાંચોઃ 16 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ઔરંગઝેબ (1707) – મુઘલ શાસક હતા.
  • શિવનારાયણ શ્રીવાસ્તવ (1972) – હિન્દી સાહિત્યના અભ્યાસી અને ચિંતનશીલ સર્જક.
  • ભવાની પ્રસાદ મિશ્રા (1985) – પ્રખ્યાત હિન્દી કવિ અને ગાંધીવાદી વિચારક.
  • શરતચંદ્ર બોઝ (1950) – સ્વતંત્રતા સેનાની.
  • સ્વામી શિવાનંદ (1934) – રામકૃષ્ણ મિશનના બીજા સંઘ પ્રમુખ હતા.

આ પણ વાંચોઃ 15 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ થયો, મીર્ઝા ગુલાબીએ ફાની દુનિયાને અલવિદા કહ્યું

Web Title: Today history 20 february arunachal pradesh mizoram world social justice day know important events

Best of Express