scorecardresearch

આજનો ઇતિહાસ : 20 જાન્યુઆરી, સર રતનજી ટાટાની જન્મજયંતિ, પહેલીવાર બાસ્કેટ બોલની મેચ રમાઇ

Today history 20 January : આજે 20 જાન્યુઆરી, 2023 (20 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ટાટા ગ્રૂપના (tata group) વિકાસમાં મોટું યોગદાન આપનાર સર રતનજી ટાટાની (sir ratanji tata) આજે જન્મજયંતિ છે. ઉપરાંત દુનિયામાં પહેલીવાર બાસ્કેટ બોલની (basketball) મેચ આજના દિવસે 1892માં રમાઇ હતી. સાથે અભિનેત્રી પરવીન બાબી (parveen babi) અને સમાજ સેવક ઠક્કર બાપાની (thakkar bapa) પુણ્યતિથિ પણ આજે જ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ : 20 જાન્યુઆરી, સર રતનજી ટાટાની જન્મજયંતિ, પહેલીવાર બાસ્કેટ બોલની મેચ રમાઇ

Today history 20 January : આજે તારીખ 20 જાન્યુઆરી, 2023 (20 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1892માં 20 જાન્યુઆરીના રોજ દુનિયામાં પહેલીવાર બાસ્કેટ બોલની મેચ રચવામાં આવી હતી. ઉપરાંત આજે ટાટા ગ્રૂપના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સર રતનજી ટાટાની જન્મજયંતિ પણ છે. તો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો જન્મદિવસ છે. ભારત રત્નથી સન્માનિત મહાન સ્વાતંત્ર્ય સેનાની ખાન અબ્દુલગફ્ફર ખાન, સ્વ. અભિનેત્રી પરવીન બાબી, જાણીતા સમાજ સેવક ઠક્કર બાપ્પાનું આજે નિધન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

20 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 2020 – જે. પી. નડ્ડા ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેઓ ભાજપના 11મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. – આંધ્ર પ્રદેશ વિધાનસભાએ રાજ્યમાં ત્રણ રાજધાની બનાવવાના બિલને મંજૂરી આપી છે. વાય.એસ. જગનમોહન રેડ્ડી સરકારે કેબિનેટની મંજૂરી બાદ બિલને વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બિલ અનુસાર વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની, અમરાવતીને વિધાનસભાની રાજધાની અને કુર્નૂલને ન્યાયિક રાજધાની બનાવવામાં આવશે. – બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને નેતૃત્વમાં યોગદાન બદલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા ‘ક્રિસ્ટલ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે. – EIU દ્વારા 2019 માટે લોકશાહી સૂચકાંકની વૈશ્વિક યાદીમાં ભારત 10 સ્થાન સરકીને 51મા સ્થાને આવી ગયું છે.
 • 2018 – ભારતે સતત બીજી વખત બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો.
 • 2010 – સિનેમેટોગ્રાફર વીકે મૂર્તિ કે જેમણે ગુરુ દત્તની ફિલ્મો ‘ચૌદવી કા ચાંદ’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘સાહિબ બીવી ઔર ગુલામ’ વગેરેનું શૂટિંગ કર્યું હતું, તેમને વર્ષ 2008ના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. 1969માં શરૂ થયેલો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રથમ વખત કોઈ સિનેમેટોગ્રાફરને આપવામાં આવ્યો હતો. – એશિયાની સૌથી મોટી એરલાઈન ‘જાપાન એરલાઈન્સ’એ નાદાર જાહેર કરી. – ભારતમાં ‘મોબાઈલ પોર્ટેબિલિટી’ સેવાઓ શરૂ થઈ.
 • 2009 – બરાક ઓબામાએ યુનાઇટેડ સ્ટેટ્સના 44મા રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું.
 • 2008 – બોલિવૂડ અભિનેતા દેવાનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. – પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર નિસાર ખાનની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી.
 • 2007 – અફઘાનિસ્તાનમાં ફ્રન્ટિયર ગાંધીના નામે એક સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી.
 • 2006 – પ્લુટો વિશે વધુ માહિતી માટે નાસાએ ન્યૂ હોરાઇઝન્સ સેટેલાઇટ લોન્ચ કર્યો.
 • 2001 – જ્યોર્જ બુશ જુનિયર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, ગ્લોરિયા અરોયા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બન્યા.
 • 1993 – બિલ ક્લિન્ટને અમેરિકાના 42માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો.
 • 1990 – સોવિયેત સૈનિકોએ અઝરબૈજાનની રાજધાની બાકુ પર હુમલો કર્યો, ઘણા લોકો માર્યા ગયા.
 • 1989 – જ્યોર્જ બુશે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 19 જાન્યુઆરી, વર્ષ 1597માં મહારાણા પ્રતાપ વીરગતિ પામ્યા

 • 1982 – મધ્ય અમેરિકન દેશ હોન્ડુરાસમાં બંધારણ અમલી બન્યું.
 • 1980 – અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટરે મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો.
 • 1977 – જીમી કાર્ટર યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.
 • 1972 – અરુણાચલ પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું અને મેઘાલય રાજ્ય બન્યું.
 • 1971 – અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ ‘કેન્દ્રશાસિત પ્રદેશો’ બન્યા.
 • 1968 – ઇરાકના રાષ્ટ્રપતિ આરિફને હટાવવામાં આવ્યા.
 • 1964 – અમેરિકામાં ‘મીટ ધી બીટલ્સ’ રિલીઝ થઈ.
 • 1961 – ‘જ્હોન એફ. કેનેડી’એ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા.
 • 1958 – સોવિયેત સંઘે નાટોની મિસાઇલોની તૈનાતીની સુવિધા ન આપવાના કિસ્સામાં ગ્રીસ પર આર્થિક પ્રતિબંધો લાદવાની ધમકી આપી.
 • 1957 – ભારતના પ્રથમ ‘પરમાણુ મથક અપ્સરા’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. – ભારત દ્વારા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી, દક્ષિણ આફ્રિકાએ જાહેરાત કરી હતી કે તે ભારતીય જહાજોને સુવિધાઓ આપશે નહીં. – ડાબેરી નેતા ગોલુલ્કાએ પોલેન્ડમાં સંસદીય ચૂંટણી જીતી.
 • 1952 – બ્રિટિશ સેનાએ ઇજિપ્તના શહેર ઇસ્માઇલિયા અને સુએઝ શહેર પર કબજો કર્યો.
 • 1950 – દક્ષિણ અમેરિકાનો દેશ સુરીનામ નેધરલેન્ડથી સ્વતંત્ર થયો.
 • 1949 – યુએસ પ્રમુખ હેરી ટ્રુમેને તેમના ચાર મુદ્દાના કાર્યક્રમની જાહેરાત કરી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 18 જાન્યુઆરી, વર્ષ 1896માં પ્રથમવાર ‘એક્સ-રે’ મશીન પ્રદર્શિત કરવામાં આવી

 • 1942 – જાપાને બર્મા (હવે મ્યાનમાર) પર આક્રમણ કર્યું.
 • 1925 – સોવિયેત સંઘ અને જાપાન વચ્ચે સહકાર કરાર પર હસ્તાક્ષર થયા.
 • 1920 – અમેરિકામાં સિવિલ લિબર્ટીઝ એસોસિએશનની સ્થાપના.
 • 1892 – પહેલીવાર બાસ્કેટ બોલની રમત રમવામાં આવી
 • 1887 – યુએસ સેનેટે ‘પર્લ હાર્બર’ ને નેવલ બેઝ બનવાની મંજૂરી આપી.
 • 1860 – ડચ સેનાએ ઇન્ડોનેશિયાના ટાપુ સેલેબ્સના વોટામ્પન પર વિજય મેળવ્યો.
 • 1841 – પ્રથમ અફીણ યુદ્ધમાં ચીને હોંગકોંગ બ્રિટનના હવાલે કર્યું.
 • 1840 – ડચ રાજા વિલિયમ દ્વિતીયનો રાજ્યાભિષેક.
 • 1839 – ચિલી એ પેરુ, બોલિવિયાની સંયુક્ત સેનાને હરાવી.
 • 1817 – ‘કલકત્તા હિંદુ કોલેજ’ની સ્થાપના થઈ.
 • 1503 – સ્પેનમાં અમેરિકન બાબતોના સમાધાન માટે બોર્ડ ઓફ ટ્રેડની રચના કરવામાં આવી.
 • 1265 – ઇંગ્લેન્ડમાં સંસદની પ્રથમ બેઠક યોજાઇ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 16 જાન્યુઆરી શીખ ધર્મના સાતમાં ગુરુ હરરાયની જન્મજયંતિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • ગુલામ ઇશાક ખાન (1915) – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ
 • 1920 – ઇટાલિયન ફિલ્મ નિર્દેશક ‘ફેડેરિકો ફેલિની’નો જન્મ થયો હતો.
 • કુર્રાતુલેન હૈદર (1926) – ભારતીય અને પાકિસ્તાની નવલકથાકાર
 • કૃષ્ણમ રાજુ (1940) – ભારતીય અભિનેતા અને રાજકારણી
 • સોમપાલ શાસ્ત્રી (1942) – રાષ્ટ્રીય લોકદળના પ્રખ્યાત રાજકારણી હતા.
 • અજીત ડોભાલ (1945) – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
 • સ્વયમ પ્રકાશ (1947) – હિન્દી સાહિત્યકાર હતા.
 • રતન થિયમ (1948) – પ્રખ્યાત નાટ્યકાર અને થિયેટર ડિરેક્ટર.
 • કે. સી. અબ્રાહમ (1899 ) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
 • સર રતનજી ટાટા (1871) – ‘ટાટા ગ્રુપ’ની સ્થાપના કરનાર ચાર વ્યક્તિઓ પૈકીના એક હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસની ઉજવણી, માયાવતીનો જન્મ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • અરુણ વર્મા (2022) – હિન્દી ફિલ્મ અભિનેતા અને હાસ્ય કલાકાર હતા.
 • 2010-અમેરિકન લેખક અને નવલકથાકાર (લવ સ્ટોરી) ‘એરિક સેગલ’નું અવસાન થયું.
 • પરવીન બાબી (2005) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી.
 • રામેશ્વર નાથ કાવ (2002) – ભારતની ગુપ્તચર સંસ્થા ‘RAW’ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના સ્થાપક હતા.
 • લાન્સ નાઈક કરમ સિંહ (1993) – પરમવીર ચક્રથી સમ્માનિત ભૂતપૂર્વ ભારતીય સૈનિક.
 • બિંદેશ્વરી દુબે (1993) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી.
 • ખાન અબ્દુલગફ્ફર ખાન (1988) – ભારત રત્નથી સન્માનિત મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું અવસાન થયું.
 • મલિક ખિઝર હયાત તિવાના (1975) – એક રાજકારણી, લશ્કરી અધિકારી અને ભારતના પંજાબ રાજ્યના જમીનદાર હતા.
 • અંજલાઈ અમ્મલ (1961) – ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા.
 • હરવિલાસ શારદા (1955) – ભારતના પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને લેખક હતા.
 • ઠક્કર બાપ્પા (1951) – ગુજરાતના પ્રખ્યાત સામાજીક સેવક કાર્યકર્તા, તેનું સાચું નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર હતું.
 • ડેવિડ ગેરિક (1779) – અંગ્રેજી અભિનેતા અને સ્ટેજ ડિરેક્ટર.

Web Title: Today history 20 january sir ratan tata birthday basketball first played know today important events

Best of Express