Today history 20 july: આજે 20 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ છે. તો અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે વર્ષ 1969માં આજના દિવસ ચંદ્રની સપાટી મૂકીને ઇતિહાસ રચ્યો અને આ સાથે મનુષ્ય માટે અંતરિક્ષના દરવાજા ખુલ્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
20 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1296- અલાઉદ્દીન ખિલજીએ પોતાને દિલ્હીનો સુલતાન જાહેર કર્યો.
- 1761 – માધવ રાવ પ્રથમ પેશ્વા બન્યા.
- 1810 – કોલંબિયાએ સ્પેનથી સ્વતંત્રતા જાહેર કરી.
- 1905 – ભારતીય સચિવે બંગાળના પ્રથમ ભાગલાને મંજૂરી આપી.
- 1923 – પંચો વિલાની હત્યા કરવામાં આવી.
- 1924 – સોવિયત સ્પોર્ટ્સ અખબાર સોવેત્સ્કી સ્પોર્ટની સ્થાપના થઈ.
- 1960 – સિલોનના પ્રમુખ શ્રીમાવો ભંડાર નાયકે વિશ્વના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1969 – અમેરિકના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ સાથે માણસનું ચંદ્ર પર પ્રથમ પગલું.
- 1989 – બર્માની સેના સમર્થિત સરકારે વિપક્ષી નેતા આંગ સાન સૂ કીને તેમના ઘરમાં કેદ કર્યા.
- 1997- તિસ્તા નદીના પાણીના ભાગલા અંગે ભારત-બાંગ્લાદેશ વચ્ચે કરાર.
- 1999 – યુ.આર. રાવ (ભારત) ‘UNISPACE-3’ (સ્પેસ કોન્ફરન્સ) ના પ્રમુખ તરીકે ચૂંટાયા, સ્પેનમાં પ્રથમ બૌદ્ધ સ્તૂપનું ઉદ્ઘાટન.
- 2002- ઉત્તર અને દક્ષિણ કોરિયાએ વચ્ચે હવાઈ સેવા શરૂ થઇ.
- 2007 – પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે મુશર્રફ સરકાર દ્વારા બરતરફ કરાયેલા મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર ચૌધરીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય આપ્યો.
- 2008 – યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ કોન્ડાલિઝા રાઈસે ભારતીય અમેરિકન ડૉ. જયંત પાટિલના પ્રત્યાર્પણને મંજૂરી આપી.
- 2017- રામનાથ કોવિંદ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
આ પણ વાંચોઃ 19 જુલાઇનો ઇતિહાસ: બેંક રાષ્ટ્રીયકરણ દિવસ- ઇન્દિરા ગાંધીએ વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ (International Chess Day)
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ (International Chess Day) દર વર્ષે 20 જુલાઇના રોજ ઉજવાય છે. ચેસ એ દુનિયાની સૌથી પ્રાચીન અને જૂન રમત છે. ચેસને ભારતમાં શતરંજના નામે પણ ઓળખવામાં આવે તેનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. વર્ષ 1966થી ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (એફઆઇડીઇઈ) ની પહેલથી વિશ્વ ચેસ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે દુનિયાભરના દેશોમાં મોટી સંખ્યામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે અને સન્માનિત ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવે છે. ચેસ રમવાથી બૌદ્ધિક વિકાસ થતો હોવાનું મનાય છે.
આ પણ વાંચો-18 જુલાઇનો ઇતિહાસ: નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન, ભારતમાં પહેલીવાર ટેલિવિઝન પર રંગીન પ્રસારણ થયું
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અરુણિમા સિન્હા (1989) – માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય વિકલાંગ.
- કાલિખો પુલ (1969)- અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- નસીરુદ્દીન શાહ (1950) – ભારતીય સિનેમાના પ્રખ્યાત અને પ્રતિભાશાળી અભિનેતા.
- બી. ડી. મિશ્રા (1939) – ભારતીય સેનાના બ્રિગેડિયર, જેમણે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
- રાજેન્દ્ર કુમાર (1929) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સદાબહાર અભિનેતા.
- સમતા પ્રસાદ (1921) – પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને તબલા વાદક.
- ગુલામ મોહમ્મદ શાહ (1920) – જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ આઠમા મુખ્યમંત્રી હતા.
- ગણેશ વાસુદેવ જોશી (1820) – જાહેર કાર્યકર્તા.
- લોર્ડ એલ્ગિન પ્રથમ (1811) – લોર્ડ કેનિંગ પછી ભારતના વાઇસરોય તરીકે આવ્યા.
આ પણ વાંચોઃ 17 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ન્યાય દિન- પીડિતોને ન્યાય અને મૂભળૂત અધિકારોને સમર્થન આપવું
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- શીલા દીક્ષિત (2019) – કેરળના ભૂતપૂર્વ રાજ્યપાલ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- હાશિમ અંસારી (2016) – અયોધ્યા-બાબરી મસ્જિદ જમીન વિવાદના મુખ્ય વકીલ હતા.
- અન્ના ચાંડી (1966)- ભારતની પ્રથમ મહિલા ન્યાયાધીશ.
- બાલકૃષ્ણ ભટ્ટ (1914) – આધુનિક હિન્દી સાહિત્યના અગ્રણી લેખક.
- ચંદ્રનાથ શર્મા (1922) – આસામ રાજ્યના પ્રથમ બિન સહકારી અને આસામમાં કોંગ્રેસના સ્થાપક.
- ગીતા દત્ત (1972) – હિન્દી ફિલ્મોના અભિનેત્રી અને પ્લેબેક સિંગર.
- દક્ષિણાણી વેલાયુધન (1978) – ભારતીય બંધારણના ઘડતરમાં યોગદાન આપનાર મહિલા.
- મીરા બેન (1982)- એક બ્રિટિશ લશ્કરી અધિકારીની પુત્રી, જેમણે ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામ’માં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોથી પ્રભાવિત ખાદીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.
- બટુકેશ્વર દત્ત (1965) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી.
- શારદા દેવી (1920) – રામકૃષ્ણ પરમહંસના જીવન સાથી હતા.
આ પણ વાંચોઃ 16 જુલાઇનો ઇતિહાસ: અમેરિકાએ દુનિયાનું સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું





