આજનો ઇતિહાસ 20 જૂન : વિશ્વ શરણાર્થી દિવસ – દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે

Today history 20 june : આજે 20 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ શરણાર્થી દિવસ અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
June 20, 2023 04:32 IST
આજનો ઇતિહાસ 20 જૂન : વિશ્વ શરણાર્થી દિવસ – દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે
વિશ્વ શરણાર્થી દિવસ

Today history 20 june : આજે 20 જૂન 2023 (20 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વિશ્વ શરણાર્થી દિવસ છે. એક પ્રાથમિક અંદાજ અનુસાર દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે, જેમાંથી 46000 લોકો ભારતમાં છે. આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

20 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1998 – વિશ્વનાથન આનંદે વ્લાદિમીર કેમનિકને હરાવીને પાંચમી ફ્રેન્કફર્ટ ક્લાસિક ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું.
  • 1999 – મેક્સિકો સિટી, બેઇજિંગ, શાંઘાઈ, તેહરાન અને કલકત્તાનો અનુક્રમે સૌથી વધુ હવા પ્રદૂષણ ધરાવતા વિશ્વના 5 શહેરોમાં સમાવેશ કરાયો.
  • 2000 – કૈરોમાં ગ્રુપ-15 દેશોની દસમી સમિટ યોજાઈ.
  • 2001 – જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા, ભારત-પાક સમિટને બંધારણીયતા આપવાના પ્રયાસો, શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસનો ટેકો પાછો ખેંચીને ચંદ્રિકા કુમારતુંગ સરકાર લઘુમતીમાં, તાઈવાનનું મિસાઈલ પરીક્ષણ.
  • 2002 – પાકિસ્તાને અશરફ જહાંગીર કાઝીને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા.
  • 2005 – રશિયાનું માલવાહક યાન એમ-53 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું.
  • 2006 – જાપાને ઇરાકમાંથી તેની સેના પાછી ખેંચવાનો નિર્ણય કર્યો.
  • 2008 – બિયારણ ઉત્પાદક કંપની અવદાત ઈન્ડિયા લિમિટેડે અમેરિકન કંપની લિમાગ્રેનનો સોયાબીન સીડ બિઝનેસ હસ્તગત કર્યો છે. યુરોપિયન યુનિયને ક્યુબા પરના સાંકેતિક પ્રતિબંધને હટાવવાનો નિર્ણય કર્યો.
  • 2014- પ્રખ્યાત કવિ કેદારનાથ સિંહને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની ઘોષણા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 19 જૂન : રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ, વર્લ્ડ એથનિક ડે

વિશ્વ શરણાર્થી દિવસ

વિશ્વ શરણાર્થી દિવસ (World Refugee Day) દર વર્ષે 20 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. 4 ડિસેમ્બર 2000ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ નિર્ણય લીધો કે 2000 થી, 20 જૂનને વિશ્વ શરણાર્થી દિવસ તરીકે મનાવવામાં આવશે. તે બધા શરણાર્થીઓને સન્માન આપવા, જાગૃતિ લાવવા અને મદદ કરવા માટે ઉજવાય છે.

એક પ્રાથમિક અનુસાર વિશ્વભરમાં ઓછામાં ઓછા 8.93 કરોડો લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. તેમાંથી લગભગ 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે, જેમાંથી લગભગ 41 ટકા લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે. ભારતમાં આશરો લેનાર લોકોની વાત કરીયે તો 46 હજાર શરણાર્થીઓ છે. UNHCRની મુજબ, 31 જાન્યુઆરી 2022 સુધી 46,000થી વધારે શરણાર્થીઓ અને આશરો ઇચ્છનાર લોકોએ UNHCR ભારતમાં નોંધણી કરાવી છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 18 જૂન : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • દ્રૌપદી મુર્મૂ (1958) – ભાજપના નેતા અને ભારતના રાષ્ટ્રપતિ.
  • વિક્રમ શેઠ (1952) – જાણીતા લેખક, નવલકથાકાર અને કવિ હતા.
  • વિશ્વનાથ પ્રસાદ તિવારી (1940) – પ્રખ્યાત હિન્દી લેખક
  • ગૌર કિશોર ઘોષ (1923) – પ્રખ્યાત પત્રકાર અને લેખક
  • લક્ષ્મણ કાશીનાથ કિર્લોસ્કર (1869) – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ.
  • લોર્ડ વેલેસ્લી (1760) – વર્ષ 1798 થી 1805 સુધી ભારતના ગવર્નર-જનરલ રહ્યા હતા.

આ પણ વાંચોઃ 17 જૂનનો ઇતિહાસ : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીદદિન- “ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • વેંકટેશ નારાયણ તિવારી (1965) – હિન્દીના અગ્રણી લેખક અને પત્રકાર હતા.

વેંકટેશ નારાયણ તિવારી (1965) – હિન્દીના અગ્રણી લેખક અને પત્રકાર હતા.બટુકેશ્વર દત્ત (1965) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી.ગીતા દત્ત (1972) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયીકા.બ્રુસ લી (1973) – જીત ક્વિન્ડો માર્શલ આર્ટ આંદોલનના જનક, અભિનેતા, દિગ્દર્શક હતા.અન્ના ચાંડી (1966) – ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ.

આ પણ વાંચોઃ 16 જૂનનો ઇતિહાસ : વિશ્વ સાપ દિવસ, જંગલોના નાશથી નાગના અસ્તિત્વ સામે જોખમ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ