Today History 20 Navember : આજે 20 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે વિશ્વ બાળ દિવસ છે. દુનિયાભરમાં બાળકોના સારા શિક્ષણ, આરોગ્ય અને સારા ભવિષ્ય માટે જાગૃતિ લાવવા વિશ્વ બાળ દિવસ ઉજવાય છે. વર્ષ 1945માં અમેરિકા સમક્ષ જાપાને સંપૂર્ણ શરણાગતિ કરતા બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. વર્ષ 1985માં માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 1.0 રિલીઝ કર્યુ હતુ. આજે ભારતની મહિલા ફ્રી સ્ટાઇલ રેસલર બબીતા ફોગાટ, ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
20 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1815 – યુરોપમાં શાંતિ જાળવી રાખવા માટે રશિયા, પ્રશિયા, ઑસ્ટ્રિયા અને ઈંગ્લેન્ડે જોડાણ કર્યું.
- 1829 – રશિયાના નિકોલાયેવ અને સેવાસ્તોપોલ વિસ્તારોમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા.
- 1866 – વોશિંગ્ટન, અમેરિકામાં હોવર્ડ યુનિવર્સિટીની સ્થાપના.
- 1917 – યુક્રેનને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. કલકત્તામાં બોઝ સંશોધન સંસ્થાની સ્થાપના થઇ.
- 1942 – બ્રિટિશ દળોએ લિબિયાની રાજધાની બેનગાઝી પર ફરીથી કબજો કર્યો.
- 1945 – અમેરિકા સમક્ષ જાપાનની સંપૂર્ણ શરણાગતિ અને બીજા વિશ્વયુદ્ધનો અંત.
- 1949 – ઇઝરાયેલમાં યહૂદીઓની સંખ્યા 10 લાખ સુધી પહોંચી.
- 1955 – પોલી ઉમરીગરે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારત માટે પ્રથમ બેવડી સદી ફટકારી.
- 1968 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1981 – આફ્રિકન દેશ બુરુન્ડીમાં બંધારણ અપનાવવામાં આવ્યું. ભાસ્કર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો.
- 1985 – માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 1.0 રિલીઝ થયું.
- 1994 – એંગોલાન સરકાર અને UNITA બળવાખોરો વચ્ચે 19-વર્ષના લાંબા સંઘર્ષને સમાપ્ત કરવા લુસાકામાં શાંતિ સંધિ પૂર્ણ થઈ.
- 1997 – અમેરિકન સ્પેસ શટલ ‘કોલંબિયા’ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી.
- 1998 – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઝરિયાનું પ્રથમ મોડ્યુલ બહાર પાડવામાં આવ્યું.
- 2002 – બહામાસ જઈ રહેલું ‘પ્રેસ્ટિજ ઓઈલ ટેન્કર’ સ્પેનના દરિયાકિનારાથી લગભગ 150 માઈલ દૂર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું.
- 2003 – તુર્કીના ઈસ્તાંબુલમાં બોમ્બ વિસ્ફોટમાં બ્રિટનના કોન્સ્યુલ જનરલ સહિત 27 લોકોના મોત થયા.
- 2007 – પાકિસ્તાનના ચૂંટણી પંચે રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીઓની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી.
- 2008 – માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા તમામ 10 આરોપીઓ પર મકોકા લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના બે નવા ચૂંટાયેલા સભ્યો, પ્રભાકર કરે અને બરન મુખર્જીએ ગૃહના સભ્યો તરીકે શપથ લીધા.
- 2015 – આફ્રિકન દેશ માલીની રાજધાની બમાકોમાં ઓછામાં ઓછા 19 લોકોને બંધક બનાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.
- 2016 – પીવી સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં ત્રણ ગેમની મેચમાં ચીનની સુન યુને હરાવીને તેનું પહેલું સુપર સિરીઝ ટાઇટલ જીત્યું હતું.
વિશ્વ બાળ દિવસ (International Childrens Day)
વિશ્વ બાળ દિવસ દર વર્ષે 20 નવેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. વર્ષ 1959માં 20 નવેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા બાળ અધિકારોની ઘોષણાની કરી હતી. આથી તેની યાદમાં દર વર્ષે 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવાનો હેતુ દુનિયાભરમાં બાળકોના સારા શિક્ષણ, આરોગ્ય અને સારા ભવિષ્ય માટે જાગૃતિ લાવવાનો છે. યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી સહિત ઘણા વૈશ્વિક સંસ્થાઓ બાળકોના અધિકારો અંગે કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો | 19 નવેમ્બરનો ઇતિહાસ : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇ અને ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ; રાષ્ટ્રીય એકતા દિવસ અને વિશ્વ
20 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- બબીતા ફોગાટ (1989) – ભારતની મહિલા ફ્રી સ્ટાઇલ રેસલર
- શુરહોજેલિ લિજિત્સુ (1936) – નાગા પીપલ્સ ફ્રન્ટના રાજકારણી.
- જનરલ અજય સિંહ (1934) – આસામના રાજ્યપાલ.
- મિલ્ખા સિંહ (1929) – ભારતીય મહાન દોડવીર હતા જેમને લોકો ‘ફ્લાઈંગ શીખ’ તરીકે ઓળખે છે.
- અહેમદ નદીમ કાસમી (1916) – કવિ હતા.
આ પણ વાંચો | 18 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ વયસ્ક દિવસ; વાઘને ક્યારે ભારતનું રાષ્ટ્રીય જાહેર કરાયું હતું?
20 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- પ્રિયરંજન દાસમુન્શી (2017) – કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ હતા.
- નિર્મલા ઠાકુર (2014) – ભારતના પ્રખ્યાત કવિ.
- શ્યામ બહાદુર વર્મા (2009) – બહુમુખી પ્રતિભા, અનેક વિષયોના વિદ્વાન, વિચારક અને કવિ.
- ફૈઝ અહેમદ ફૈઝ (1984) – પ્રખ્યાત કવિ, જેઓ તેમની ક્રાંતિકારી કૃતિઓમાં રોમેન્ટિક લાગણીઓ (ક્રાંતિકારી અને રોમેન્ટિક) ના સંયોજન માટે જાણીતા છે.
- એમ.એન. કૌલ (1984) – ત્રીજી લોકસભામાં લોકસભા મહાસચિવ હતા.
- વાયોલેટ આલ્વા (1969) – ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી હતા.
- લોર્ડ એલ્ગિન પ્રથમ (1863) – લોર્ડ કેનિંગની બાદ ભારતના વાઇસરોય બનીને આવ્યા હતા.