Today history 20 October : આજે 20 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ છે. હાકડાં સંબંધિત આ ગંભીર બીમારીના નિદાસ-સારવાર અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે વર્લ્ડ ઓસ્ટીયોપોરોસિસ ડે ઉજવાયછે. આજે આંતરરાષ્ટ્રીય શેફ ડે છે. ઐતિહાસિક ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1568માં અકબરે ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો. આજે ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ લીલા શેઠ, ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
20 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1568 – અકબરે ચિત્તોડગઢ પર હુમલો કર્યો.
- 1740 – મારિયા થેરેસા ઓસ્ટ્રિયા, હંગેરી અને બોસ્નિયાના શાસક બન્યા.
- 1774 – કોલકાતા (તે સમયે કલકત્તા) ભારતની રાજધાની બન્યું.
- 1822 – લંડન સન્ડે ટાઇમ્સનો પ્રથમ અંક પ્રકાશિત થયો.
- 1880 – એમ્સ્ટર્ડમની ફ્રી યુનિવર્સિટીની સ્થાપના.
- 1904 – ચિલી અને બોલિવિયાએ શાંતિ અને મિત્રતાની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1905 – રશિયામાં 11 દિવસ સુધી ચાલેલી ઐતિહાસિક હડતાળ શરૂ થઈ.
- 1946 – વિયેતનામની ડેમોક્રેટિક રિપબ્લિકન સરકારે 20 ઓક્ટોબરને વિયેતનામ મહિલા દિવસ તરીકે જાહેર કર્યો.
- 1947 – અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
- 1962 – ચીને ભારત પર હુમલો કર્યો અને અરુણાચલ પ્રદેશ દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
- 1963 – દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા અને અન્ય આઠ વિરુદ્ધ કેસ શરૂ થયો. 1970 – સૈયદ બેરે સોમાલિયાને સમાજવાદી રાજ્ય જાહેર કર્યું.
- 1991 – ભારતના ઉત્તરકાશીમાં 6.8 તીવ્રતાના ભૂકંપમાં 1000 થી વધુ લોકોના મોત થયા.
- 1995 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું વિશેષ સુવર્ણ જયંતિ અધિવેશન શરૂ થયું. શ્રીલંકાની ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને શારજાહ કપની ફાઈનલ ટ્રોફી જીતી હતી.
- 1998 – માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમ પાંચમી વખત રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટાયા.
- 2003 – વેટિકન સિટીમાં દલિત વર્ગ માટે જીવનભર સંઘર્ષ કરનાર ગરીબોના મસીહા મધર ટેરેસાને રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ અધિકારી પોપ જોન પોલ દ્વિતીયના આશીર્વાદ મળ્યા.
- 2004 – બાંગ્લાદેશમાં 3 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓને મૃત્યુદંડની સજા મળી. બ્રિટનનું પ્રતિષ્ઠિત સાહિત્યિક સન્માન એલન હોલિંગહર્સ્ટને મળ્યું.
- 2007 – અલી લારીજાનીના રાજીનામા પછી, ઈરાનના નાયબ વિદેશ પ્રધાન સઈદ જલાલી નવા મુખ્ય પરમાણુ વાટાઘાટકાર બન્યા. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે મ્યાનમારના લશ્કરી શાસકો સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી.
- 2011 – લિબિયા પર 40 વર્ષ સુધી શાસન કરનાર સરમુખત્યાર મોહમ્મદ ગદ્દાફી ગૃહ યુદ્ધમાં માર્યા ગયા.
આ પણ વાંચો | 19 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર કોણ છે?
વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ (World Osteoporosis Day)
વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ (World Osteoporosis Day) દર વર્ષે 20 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ઓસ્ટીયોપોરોસિસ એ હાડકાંની બીમારી છે. આ દિવસ ઓસ્ટીયોપોરોસિસ બીમારીના નિવારણ, નિદાન અને સારવાર માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. આ દિવસ લોકોને તેમના સ્નાયુઓના સ્વાસ્થ્ય અને હાડકાંના રક્ષણ માટે વહેલી સારવાર માટે પ્રોત્સાહિત કરવા ઉજવવામાં આવે છે. ઓસ્ટીયોપોરોસિસની બીમારીમાં શરીરના હાડકાં બરડ અને નબળા બની જાય છે, જેના પરિણામે કરોડરજ્જુ, ખાસ કરીને હિપ અને કાંડાના ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર પછી પુરુષની તુલનાએ સ્ત્રીઓને ઓસ્ટીયોપોરોસિસની બીમારી થવાનું જોખમ વધુ હોય છે.
આ પણ વાંચો | 18 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?
20 ઓક્ટોબરની જન્મજયંતિ
- કૃષ્ણપ્પા ગૌતમ (1988) – ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ખેલાડી.
- લીલા શેઠ (1930) – ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ હતા.
- સુદર્શન ભગત (1969) – નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી.
- વિરેન્દ્ર સેહવાગ (1978) – આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી.
- કુમાર સાનુ (1957) – ભારતીય સિનેમાના સૌથી પ્રખ્યાત પ્લેબેક સિંગર્સ.
- મેન્યુઅલ ફ્રેડરિક (1947) – ભારતીય હોકી ખેલાડી.
- વી.એસ. અચ્યુતાનંદન (1923) – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) રાજકારણી અને કેરળના 11મા મુખ્યમંત્રી.
- સિદ્ધાર્થ શંકર રોય (1920) – પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.
- ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (1855) – ગુજરાતી ભાષાના આધુનિક સાહિત્યકાર.
- વિસ્કાઉન્ટ પામર્સ્ટન (1784) – બ્રિટીશ રાજકારણી, જેમણે 19મી સદીના મધ્યમાં બે વખત વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો | 17 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ કેમ ઉજવાય છે? ટ્રોમા સેન્ટરનું શું મહત્વ છે?
20 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- દાદુ ચૌગુલે દત્તાત્રેય (2019) – ભારતીય કુસ્તીબાજ.
- નિરંજન નાથ વાંચૂ (1982) – સિનિયર આઈએએસ અધિકારી અને કેરળ અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- એચ.સી. દાસપ્પા (1964) – ભારતીય ક્રાંતિકારી.
આ પણ વાંચો | 16 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય દિવસ કેમ ઉજવાય છે? એનેસ્થેસિયાનો સૌપ્રથમ ઉપયોગ ક્યા અને કોણે કર્યો હતો?