Today history 21 july: આજે 21 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ જંક ફંડ દિવસ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
21 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2004 – સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ જંગી બહુમતી સાથે પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન પ્રદેશોમાંથી ઇઝરાયેલને દૂર કરવાનો ઠરાવ પસાર કર્યો.
- 2007 – વોશિંગ્ટનમાં ચાર દિવસની ચર્ચા પછી, ભારત-યુએસ પરમાણુ કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો.
- 2008- ભારતીય મૂળના નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામબરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1988 – ઇન્સેટ સિસ્ટમને સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવા માટે 21 જુલાઈ, 1988 ના રોજ કોરુથી 93.5° પૂર્વમાં INSAT-1C લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ 20 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકી ઇતિહાસ રચ્યો
નેશનલ જંક ફંડ દિવસ (National Junk Food Day)
નેશનલ જંક ફંડ દિવસ (National Junk Food Day) દર વર્ષે 21 જુલાઇના રોજ ઉજવાય છે. આજ દિવસ આરોગ્ય પ્રત્યે સભાન વ્યક્તિઓને વર્ષમાં એક દિવસ જંક ફૂડ ખાવાની તક આપે છે. સામાન્ય રીતે જંક ફૂડને શરીરના આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. હાલ દુનિયાભરમાં ઘણા પ્રકારના જંક ફૂડ છે જેમાં બર્ગર, પીઝા નાના બાળકોથી લઇને યુવાનોના ફેવરિટ છે. જો ભારતીય જંક ફૂડની વાત કરીયે તો તેમાં પાણી પુરી, ચાટ, સમોસા-કચોરી, ભોલે ભટુરે વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ 19 જુલાઇનો ઇતિહાસ: બેંક રાષ્ટ્રીયકરણ દિવસ- ઇન્દિરા ગાંધીએ વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ચેતન ચૌહાણ (1947)- એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
- શંકરસિંહ વાઘેલા (1940) – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી.
- આનંદ બક્ષી (1930) – ભારતીય કવિ અને ફિલ્મ ગીતકાર
- ઉમાશંકર જોશી (1911) – જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર.
- વિગો કેમ્પમેન (1910) – એક પ્રખ્યાત રાજકારણી હતા જે ડેનમાર્કના સોશિયલ ડેમોક્રેટ્સના નેતા હતા.
- અર્નેસ્ટ હેમિંગ્વે (1899) – અમેરિકન નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને પત્રકાર હતા.
- જયરામદાસ દોલતરામ (1890) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા.
આ પણ વાંચો-18 જુલાઇનો ઇતિહાસ: નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન, ભારતમાં પહેલીવાર ટેલિવિઝન પર રંગીન પ્રસારણ થયું
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- લાલજી ટંડન (2020) – રાજકારણી.
- સજ્જાદ હુસૈન (1995) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર હતા.
- જિગ્મે દોરજી વાંગચુક (1972) – ભૂટાનના ત્રીજા રાજા હતા.
- વ્યોમેશ ચંદ્ર બેનર્જી (1906) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ
- શિવાજી ગણેશન (2001) – પ્રખ્યાત તમિલ અભિનેતા.
- અનિસેટ્ટી રઘુવીર (2007) – આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
- ગંગુબાઈ હંગલ (2009) – ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત ગાયિકા.
આ પણ વાંચોઃ 17 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ન્યાય દિન- પીડિતોને ન્યાય અને મૂભળૂત અધિકારોને સમર્થન આપવું