Today history 21 june : આજે 21 જૂન 2023 (21 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ યોગ દિવસ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પર સંયક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. ઉપરાંત આજે વિશ્વ સંગીત દિવસ છે. ગીતની વિવિધ ખાસિયતોની જાણકારી આપવા આ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
21 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1947 – કેનેડાની સાંસદે એકમત થઇને શરણાર્થીઓને દેશ બહાર કરવાનો કાયદો પાસ કર્યો.
- 1949 – રાજસ્થાન હાઇકોર્ટની સ્થાપના
- 1999 – મનમોહન સિંહ ભારતના નાણાંમંત્રી બન્યા. ભારતના આર્થિક ઇતિહાસમાં તે મહત્વપૂર્ણ સમય ગણાય છે.
- 1999 – કોસોવો લિબરેશન આર્મી (KLA) અને કોસોવો પીસકીપિંગ ફોર્સ વચ્ચે ડિમિલિટરાઇઝેશન કરાર પૂર્ણ થયો.
- 2001 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંકવાદ વિરોધી કાયદો પુનઃ સ્થાપિત કર્યો, મુશર્રફના રાષ્ટ્રપતિ બનવાથી અમેરિકા નારાજ.
- 2002 – યુરોપિયન યુનિયનના 15 રાજ્યોના વડાઓની બેઠક સેવિલિયા (સ્પેન)માં શરૂ થઈ.
- 20002 – જમીરુદ્દીન સરકાર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા.
- 2004 – ચીને ભારત અને પાકિસ્તાન મંત્રણાને સમર્થન આપ્યું.
- 2005 – ડોનાલ્ડ ત્યાંગ હોંગકોંગના નવા પ્રશાસક બન્યા.
- 2008 – ફિલિપાઈન્સમાં આવેલા વિનાશક વાવાઝોડા ફેંગસેનના કારણે સેંકડો લોકોના મોત થયા હતા.
- 2012 – ઇન્ડિયન કોમ્પિટિશન કમિશને 11 સિમેન્ટ કંનપીઓને કાર્ટેલ રચીને ભાવ નિર્ધારિત કરવા બદલ 6000 કરોડનો દંડ ફટકાર્યો.
આ પણ વાંચોઃ 20 જૂનનો ઇતિહાસ : વિશ્વ શરણાર્થી દિવસ – દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે
વિશ્વ યોગ દિવસ
વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાય છે. વિશ્વ યોગ દિવસની (world Yoga Day) ઉજવણી કરવાનો નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવામાં આવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર સંયુક્ત રાષ્ટ્રએ ’21 જૂન’ને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો છે. પ્રથમ વિશ્વ યોગ દિવસ વર્ષ 2015માં ઉજવાયો હતો.
યોગ એ હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો એક ભાગ છે. યોગ એ ભારતનો વારસો છે. વિશ્વના ઘણા ભાગોમાં તેનો પ્રચાર કરવામાં આવ્યો છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણય પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનો દુનિયાભરમાં ઝડપથી પ્રચાર-પ્રસાર થશે. યોગ દિવસ નિમિત્તે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં યોગ અને યોગાસન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ 19 જૂનનો ઇતિહાસ : રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ, વર્લ્ડ એથનિક ડે
વિશ્વ સંગીત દિવસ
વિશ્વ સંગીત દિવસ (World Music Day) દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. સંગીતની વિવિધ ખાસિયતોને કારણે વિશ્વમાં સંગીતના નામે એક દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયુ છે, જે સંગીતકારો અને સંગીતપ્રેમીઓ માટે ખુબ જ ખુશીની વાત છે. વિશ્વ સંગીત દિવસને ‘ફેટે ડે લા મ્યુઝિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અર્થ સંગીત ઉત્સવ. તેની શરૂઆત ફ્રાન્સમાં 1982માં થઈ હતી. આની ઉજવણી કરવાનો હેતુ વિવિધ રીતે સંગીતનો પ્રચાર કરવા ઉપરાંત નિષ્ણાતો અને નવા કલાકારોને એક મંચ પર લાવવાનો છે.
વિશ્વમાં કાયમ શાંતિ જળવાઈ રહે તે માટે 21 જૂન, 1982ના રોજ ફ્રાન્સમાં પહેલીવાર વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે અગાઉ 1976માં અમેરિકાના સંગીતકાર જોએલ કોહેને આ દિવસની ઉજવણી વિશે વાત કરી હતી. વિશ્વ સંગીત દિવસ માત્ર ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રિટન, લક્ઝમબર્ગ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, ઇઝરાયેલ, ચીન, લેબનોન, મલેશિયા, મોરોક્કો, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, રોમાનિયા અને કોલંબિયા સહિત 17 દેશોમાં ઉજવવામાં આવે છે. વિશ્વ સંગીત દિવસ ઉપરાંત તેને સંગીત ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ 18 જૂનનો ઇતિહાસ : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- વિનીતા સોરેન (1987) – માઉન્ટ એવરેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય આદિવાસી છોકરી.
- સુકર્ણો (1970) – ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
- યિંગલાક શિનાવાત્રા (1967) – થાઈલેન્ડની પ્રથમ મહિલા વડાપ્રધાન.
- એસ. પી. સિંહ બઘેલ (1960) – આગ્રાના ભાજપ નેતા.
- મુદ્રારાક્ષસ (1933) – ભારતના પ્રખ્યાત લેખક, નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક અને વ્યંગકાર હતા.
- બી. જી. વર્ગીસ (1927) – રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા પત્રકાર.
- વિષ્ણુ પ્રભાકર (1912) – પ્રખ્યાત હિન્દી લેખક, નાટ્યકાર અને વાર્તાકાર
- લોર્ડ ડફરીન (1826) – લોર્ડ રિપન બાદ ભારતના વાઇસરોય તરીકે આવ્યા.
આ પણ વાંચોઃ 17 જૂનનો ઇતિહાસ : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીદદિન- “ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- જીત સિંહ નેગી (2020) – ઉત્તરાખંડના લોક ગાયક હતા.
- રાજિન્દર ગોયલ (2020)- ભારતીય ક્રિકેટર ટીમના પ્રખ્યાત બોલર હતા.
- કેશવ બલિરામ હેડગેવાર (1940) – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને ક્રાંતિકારી હતા.