Today History 21 Navember : આજે 21 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે વિશ્વ ટીવી દિવસ છે. અગાઉ ઇડિયટ બોક્સ જેવા દેખાતા મોટા બોક્સ જેવા ટેલિવિઝન હવે સ્માર્ટ ટીવી બની ગયા છે. વર્ષ 1877માં અમેરિકન પ્રખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને દુનિયા સમક્ષ પ્રથમ ફોનોગ્રાફ રજૂ કર્યો હતો. વર્ષ 1963માં વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ અને તેમની ટીમે ભારતનો અવકાશ કાર્યક્રમ કેરળના થુમ્બા પ્રદેશમાંથી ‘નાઈક- અપાચે’ નામનું પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો વર્ષ 1999માં ચીને તેનું પ્રથમ માનવરહિત અવકાશયાન ‘શેનઝોઉ’ લોન્ચ કર્યું હતુ. આજે ભારતની મહિલા ક્રાંતિકારી ઉજ્જવલા મજુમદાર , પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક નાઈક યદુનાથ સિંહ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
21 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1877 – અમેરિકન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને દુનિયા સમક્ષ પ્રથમ ફોનોગ્રાફ રજૂ કર્યો.
- 1906 – ચીને અફીણના વેપાર પર પ્રતિબંધ મૂક્યો.
- 1921 – પ્રિન્સ ઓફ વેલ્સ (સમ્રાટ એડવર્ડ આઠમાં) બોમ્બે પહોંચ્યા અને કોંગ્રેસે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી.
- 1947 – આઝાદી પછી પ્રથમ વખત દેશમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
- 1956 – એક પ્રસ્તાવ લાવીને શિક્ષક દિનને મંજૂરી આપવામાં આવી.
- 1962 – ચીને ભારત-ચીન સરહદ વિવાદ દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરી.
- 1963 – ભારતનો અવકાશ કાર્યક્રમ કેરળના થુમ્બા પ્રદેશમાંથી રોકેટના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. ભારતનું ‘નાઈક- અપાચે’ નામનું પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.
- 1979 – મુસ્લિમ ઉગ્રવાદીઓએ મક્કામાં કાબા મસ્જિદ પર કબજો કર્યો.
- 1986 – સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકે બંધારણ અપનાવ્યું.
- 1999 – ચીને તેનું પ્રથમ માનવરહિત અવકાશયાન ‘શેનઝોઉ’ લોન્ચ કર્યું.
- 2001 – સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાનમાં વચગાળાના વહીવટની રચનાનો પ્રસ્તાવ મૂક્યો.
- 2002 – મુસ્લિમ લીગ (કાયદ-એ-આઝમ)ના નેતા ઝફરુલ્લા ખાન જમાલી પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા.
- બલ્ગેરિયા, નાટોએ એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવેનિયાને સંસ્થાના સભ્ય બનવા આમંત્રણ આપ્યું.
- 2005 – શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ભૂતપૂર્વ વડા પ્રધાન રત્નાસિરી વિક્રમનાયકેને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
- 2006 – ભારત અને ચીને નાગરિક પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં સંયુક્ત સહયોગ વધારવાનો નિર્ણય કર્યો.
- 2007 – પેપ્સિકોના ચેરમેન ઈન્દ્રા નૂયીને અમેરિકન ઈન્ડિયન બિઝનેસ કાઉન્સિલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા.
આ પણ વાંચો | 20 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ બાળ દિવસ; ભારતના ક્યા દોડવીરને ફ્લાઈંગ શીખ કહેવામાં આવે છે?
વિશ્વ ટીવી દિવસ (World Television Day)
વિશ્વ ટીવી દિવસ દર વર્ષે 21 નવેમ્બરે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 17 ડિસેમ્બર, 1996ના રોજ 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કર્યો હતો. સંયુકત રાષ્ટ્રે વર્ષ 1996માં 21 અને 22 નવેમ્બરે વિશ્વના પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. આ દિવસે દુનિયાભરની મીડિયા હસ્તીઓ સંયુક્ત રાષ્ટ્રના છત્ર હેઠળ મળ્યા હતા. આ સભા દરમિયાન ટેલિવિઝનની દુનિયા પર અસરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. વિશ્વને બદલવામાં તેનું શું યોગદાન છે તેની પણ તેમણે ચર્ચા કરી. તેમણે પરસ્પર સહયોગના મહત્વ વિશે ચર્ચા કરી હતી. આ જ કારણ હતું કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 21 નવેમ્બરની તારીખને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. અગાઉ ઇડિયટ બોક્સ જેવા ડબ્બા ટેલિવિઝ હવે સ્માર્ટ ટીવી બની ગયા છે.
આ પણ વાંચો | 19 નવેમ્બરનો ઇતિહાસ : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇ અને ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ; રાષ્ટ્રીય એકતા દિવસ અને વિશ્વ
21 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- નવીન મલિક (2002) – ભારતના ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ.
- વી. સંમુગનાથન (1949) – મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મણિપુરના ભારતીય રાજ્યોના રાજ્યપાલ.
- જ્ઞાનરંજન (1931) – પ્રખ્યાત હિન્દી વાર્તાકાર.
- ઉજ્જવલા મજુમદાર (1914) – ભારતની પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી.
- હરે કૃષ્ણ મહેતાબ (1899) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા અને આધુનિક ઓરિસ્સાના સ્થાપક.
- નાઈક યદુનાથ સિંહ (1916) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
- આનંદીબેન પટેલ (1941) – ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.
- લોકનાથ મિશ્રા (1922) – અરુણાચલ પ્રદેશ અને આસામના રાજ્યપાલ હતા.
- નરેશચંદ્ર સિંહ (1908) – મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્યમંત્રી હતા.
- કેસરી સિંહ બારહત (1872) – રાજસ્થાની કવિ અને સ્વતંત્રતા સેનાની.
આ પણ વાંચો | 18 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ વયસ્ક દિવસ; વાઘને ક્યારે ભારતનું રાષ્ટ્રીય જાહેર કરાયું હતું?
21 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- ગુરમીત બાવા (2021) – પંજાબી ગાયક હતા.
- કલ્યાણ મલ લોઢા (2009) -શિક્ષણશાસ્ત્રી, હિન્દી લેખક, સાહિત્ય વિવેચક અને સમાજ સુધારક હતા.
- ચંદ્રશેખર વેંકટ રામન (1970) – એક ભારતીય વૈજ્ઞાનિક હતા.
- અવિનાશલિંગમ ચેટ્ટિયાર (1921) – એક ભારતીય વકીલ, ગાંધીવાદી નેતા, રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની હતા.
- સત્યેન્દ્રનાથ બોઝ (1908) – ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની હતા.
- સિકંદર શાહ લોદી (1517) – બહલોલ લોદી અને દિલ્હીના સુલતાનનો પુત્ર હતો.