આજનો ઇતિહાસ 21 ઓક્ટોબર : પોલીસ સ્મૃતિ દિવસ કેમ ઉજવાય છે? આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી?

Today History 21 October : આજે 21 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પોલીસ સ્મૃતિ દિવસ/ પોલીસ શહીદ દિવસ, વિશ્વ આયોડિન ઉણપ દિવસ અને આઝાદ હિંદ ફોજ સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
October 21, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 21 ઓક્ટોબર : પોલીસ સ્મૃતિ દિવસ કેમ ઉજવાય છે? આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી?
પોલીસ સ્મૃતિ દિવસ અને આઝાદ હિંદ ફોજની સ્થાપના દિવસ દર વર્ષે 21 ઓક્ટોબરે ઉજવાય છે. (Photo - bharatdiscovery.org / www.fotw)

Today history 21 October : આજે 21 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાય છે, તેને પોલીસ શહીદ દિવસ પણ કહેવાય છે. તે ઉપરાંત આયોડિનની ઉણપથી થતી બીમારીઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ આયોડિન ઉણપ દિવસ ઉજવાય છે. ઇતિહાસની ઘટનાઓ નજર કહીયે તો વર્ષ 1943માં આજની તારીખે ભારતીય ક્રાંતિકારી નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ભારતને બ્રિટિશ રાજમાંથી સ્વતંત્ર કરવા આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. તો વર્ષ 1951માં રાજકીય પક્ષ ભારતીય જનસંઘની પણ સ્થાપના થઈ હતી. આજે હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સર હેલેન, પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શમ્મી કપૂર અને જમ્મુ અને કાશ્મીર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

21 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1296 – અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીની ગાદી સંભાળી.
  • 1555 – ઇંગ્લેન્ડની સંસદે ફિલિપને સ્પેનના રાજા તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો.
  • 1727 – રશિયા અને ચીને સરહદોને સુધારવા માટે કરાર કર્યા.
  • 1854 – ફ્લોરેન્સ નાઇટીંગેલને 38 નર્સોના સ્ટાફ સાથે ક્રિમિઅન યુદ્ધમાં મોકલવામાં આવી હતી.
  • 1871 – પ્રથમ કલાપ્રેમી આઉટડોર એથ્લેટિક રમત અમેરિકા (ન્યૂ યોર્ક) માં થઈ.
  • 1918 – માર્ગારેટ ઓવેને 1 મિનિટમાં 170 vpm ની ટાઈપિંગ સ્પીડ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
  • 1934 – જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ સોશલિસ્ટ પાર્ટીની રચના કરી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી.
  • 1945 – ફ્રાન્સમાં મહિલાઓને પ્રથમ વખત મત આપવાનો અધિકાર મળ્યો.
  • 1948 – સંયુક્ત રાષ્ટ્રએ પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાના રશિયાના પ્રસ્તાવને નકારી કાઢ્યો.
  • 1950 – બેલ્જિયમમાં મૃત્યુ દંડની સજા નાબૂદ કરવામાં આવ્યો.
  • 1951 – ભારતીય જનસંઘની સ્થાપના થઈ.
  • 1954 – ભારત અને ફ્રાન્સે પોંડિચેરી, કરૈકલ અને માહેને ભારતના પ્રજાસત્તાકમાં જોડવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર 1 નવેમ્બરથી અમલમાં આવ્યો છે.
  • 1970 – નારન ઇ. બારલોગને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો.
  • 1999 – સુકર્ણોની પુત્રી મેઘાવતી ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • 2003 – ચીન અને પાકિસ્તાન વચ્ચે નૌકા કવાયત શરૂ થઈ. ચીને 4-બી કેરિયર રોકેટથી બે ઉપગ્રહો લોન્ચ કર્યા છે.
  • 2005 – ગેંગ રેપનો ભોગ બનેલી પાકિસ્તાનની મુખ્તારન ​​માઈને ‘વુમન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી.
  • 2007 – ભારતીય-અમેરિકન બોબી જિંદાલ અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના ગવર્નરનું પદ જીત્યા.
  • 2008 – ભારત અને પાકિસ્તાન વચ્ચે 61 વર્ષ પછી કારવાં-એ-તિજાસ શરૂ થઈ.
  • 2012 – સાઈના નેહવાલે ડેનમાર્ક ઓપન સુપર સિરીઝનો ખિતાબ જીત્યો.
  • 2013 – કેનેડાની સંસદે મલાલા યુસુફઝઇને કેનેડાની નાગરિકતા આપી.
  • 2014 – પ્રખ્યાત પેરાલિમ્પિક દોડવીર ઓસ્કર પિસ્ટોરિયોસને તેની ગર્લફ્રેન્ડ રીવા સ્ટીનકેમ્પની હત્યા માટે પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો | 20 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ; આંતરરાષ્ટ્રીય શેફ ડે કેમ ઉજવાય છે?

પોલીસ સ્મૃતિ દિવસ (National Police Day)

પોલીસ સ્મૃતિ દિવસ (National Police Day) દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી પાછળ સીઆરપીએફ (CRPF)ની બહાદુરીની એક કહાણી છે, ઉલ્લેખનીય છે કે 55 વર્ષ પહેલા 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખમાં ત્રીજી બટાલિયનની એક કંપનીને ભારત – તિબ્બત સરહદની સુરક્ષા માટે લદ્દાખના ‘હોટ-સ્પ્રિંગ’ પર તૈનાત કરવામાં આવી હતી. સૈન્ય બટાલિયનને ટુકડીઓમાં વહેંચવામાં આવી હતી અને તકેદારી રાખવા જણાવ્યું હતું. જ્યારે 21 ફોર્સના જવાનોની પેટ્રોલિંગ ટીમ ‘હોટ-સ્પ્રિંગ’માં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચીની સેનાની એક ખૂબ મોટી ટુકડીએ પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સૈન્ય ટુકડી પર હુમલો કર્યો. ત્યારે માત્ર 21 સૈનિકોએ ચીની આક્રમણકારો સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. માતૃભૂમિની રક્ષા માટે લડતા લડતા 10 બહાદુર સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. દેશના બહાદુર સૈનિકોના બલિદાનની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાય છે.

આ પણ વાંચો | 19 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર કોણ છે?

વિશ્વ આયોડિન ઉણપ દિવસ (World Iodine Deficiency Day)

વિશ્વ આયોડિન ઉણપ દિવસ (World Iodine Deficiency Day) એટલે કે અથવા વૈશ્વિક આયોડિન ઉણપ ડિસઓર્ડર નિવારણ દિવસ દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય આયોડિન મીઠુંના પુરતા ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો અને આયોડિનની ઉણપની અસરો વિશે લોકોને જાગૃત કરવાનો છે. આયોડિનની ઉણપથી થતી બીમારીઓ વિશ્વભરમાં એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. આજના સંજોગોમાં, વિશ્વની એક તૃતીયાંશ વસ્તીને આયોડિનની ઉણપના વિકારથી પીડિત થવાનું જોખમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, લગભગ 54 દેશોમાં આયોડિનની ઉણપ હજુ પણ છે.

આ પણ વાંચો |  18 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?

આઝાદ હિંદ ફોજ સ્થાપના દિવસ (azad hind fauj foundation day)

આઝાદ હિંદ ફોજ સ્થાપના દિવસ 21મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ‘નેતાજી’ તરીકે ઓળખાતા ભારતીય ક્રાંતિકારી સુભાષ ચંદ્ર બોઝે 21 ઓક્ટોબર, 1943ના રોજ એક સશક્ત ક્રાંતિ દ્વારા ભારતને આઝાદ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘આઝાદ હિંદ સરકાર’ની સ્થાપના કરી અને ‘આઝાદ હિંદ ફોજ’ની રચના કરી. આ સંસ્થાના લોગોમાં ધ્વજ પર ગર્જના કરતા વાઘની તસવીર હતી. નેતાજી દ્વારા જાપાનમાં આઝાદ હિંદ ફોજ અને આઝાદ હિંદ સરકારની સ્થાપના કરવામાં આવી હતી; પરંતુ તેની અગાઉ પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ મહાન ક્રાંતિકારી રાજા મહેન્દ્ર પ્રતાપે અફઘાનિસ્તાનમાં આઝાદ હિંદ સરકાર અને સેનાની રચના કરી હતી. તેમાં 6,000 સૈનિકો હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ક્રાંતિકારી સરદાર અજીત સિંહે ઈટાલીમાં ‘આઝાદ હિંદ લશ્કર’ની રચના કરી અને ‘આઝાદ હિંદ રેડિયો’નું સંચાલન કર્યું હતુ. રાશ બિહારી બોઝે જાપાનમાં પણ આઝાદ હિંદ ફોજની રચના કરી અને કેપ્ટન મોહન સિંહને તેના જનરલ બનાવ્યા. આ સેનાનો ઉદ્દેશ્ય લશ્કરી દળ દ્વારા ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરવાનો હતો.

આ પણ વાંચો | 17 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ કેમ ઉજવાય છે? ટ્રોમા સેન્ટરનું શું મહત્વ છે?

21 ઓક્ટોબરની જન્મજયંતિ

  • હેલેન (1939) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સર.
  • ફારૂક અબ્દુલ્લા (1937) – જમ્મુ અને કાશ્મીર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી.
  • શમ્મી કપૂર (1931) – પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેતા.
  • સુરજીત સિંહ બરનાલા (1925) – રાજકારણી અને પંજાબના રાજકીય પક્ષ શિરોમણી અકાલી દળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • અશોક લવાસા (1957) – ભારતના ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર.
  • કાશીનાથ નારાયણ દીક્ષિત (1889) – ભારતીય પુરાતત્વશાસ્ત્રના વિદ્વાન હતા.
  • કૃષ્ણ સિંહ (1887) – બિહારના પ્રથમ મુખ્યમંત્રી.
  • નૈન સિંહ રાવત (1830) – હિમાલયના પ્રદેશો શોધનાર પ્રથમ ભારતીય હતા.

આ પણ વાંચો | 16 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય દિવસ કેમ ઉજવાય છે? એનેસ્થેસિયાનો સૌપ્રથમ ઉપયોગ ક્યા અને કોણે કર્યો હતો?

21 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • યશ ચોપરા (2012) – ભારતીય ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
  • અજીત (1998) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.

આ પણ વાંચો | 15 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ કેમ ઉજવાય છે? ભારતના મિસાઇલ મેન કોણ છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ