Today history આજનો ઇતિહાસ 21 સપ્ટેમ્બર : વિશ્વ શાંત દિવસ, વર્લ્ડ અલ્ઝાઈમર દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસ કેમ ઉજવાય છે અને તેનું મહત્વ જાણો

Today history 21 September : આજે 21 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ શાંત દિવસ, વર્લ્ડ અલ્ઝાઈમર દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 21, 2023 10:52 IST
Today history આજનો ઇતિહાસ 21 સપ્ટેમ્બર : વિશ્વ શાંત દિવસ, વર્લ્ડ અલ્ઝાઈમર દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસ કેમ ઉજવાય છે અને તેનું મહત્વ જાણો
વિશ્વ શાંતિ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે ઉજવાય છે. (Photo : Canva)

Today history 21 September : આજે 21 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ શાંત દિવસ, વર્લ્ડ અલ્ઝાઈમર દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ત્રણેય બાબતો વ્યક્તિગત અને સામાજીક જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ ત્રણેય દિવસ કેમ ઉજવાય છે અને તેના મહત્વપૂર્ણ વિશે જાણવાની જરૂરી છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

21 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1784 – અમેરિકાનું પ્રથમ દૈનિક અખબાર (પેન્સિલવેનિયા પેકેટ અને જનરલ એડવર્ટાઇઝર) પ્રકાશિત થયું.
  • 1790 – પાલઘાટે જનરલ મેડોવના નેતૃત્વમાં બ્રિટિશ ટુકડીને 60 બંદૂકો સાથે આત્મસમર્પણ કર્યું.
  • 1815 – રાજા વિલિયમ પ્રથમ એ બ્રસેલ્સમાં શપથ લીધા.
  • 1857 – બહાદુર શાહ દ્રિતીય એ અંગ્રેજોને આત્મસમર્પણ કર્યું.
  • 1885 – નેધરલેન્ડના લોકોએ ચૂંટણીમાં મત આપવાના અધિકાર માટે પ્રદર્શન કર્યું.
  • 1905 – ‘એટલાન્ટા લાઈફ ઈન્સ્યોરન્સ’ કંપનીની રચના થઈ.
  • 1928 – ‘માય વીકલી રીડર’ મેગેઝિન શરૂ થયું.
  • 1938 – ન્યુ ઈંગ્લેન્ડમાં હરિકેન (183 માઈલ પ્રતિ કલાકની ઝડપ)ને કારણે 700 લોકોના મોત થયા.
  • 1942 – નાઝીઓએ યુક્રેનના ડુનાવત્સીમાં 2588 યહૂદીઓની હત્યા કરી.
  • 1942 – બોઇંગ B-29 સુપરફોર્ટ્રેસે તેની પ્રથમ ઉડાન ભરી.
  • 1964 – માલ્ટાને બ્રિટનથી આઝાદી મળી.
  • 1966 – મિહિર સેને બાસફોરસ ચેનલ પાર કરી.
  • 1999 – મધ્ય તાઇવાનમાં ભૂકંપમાં 2,400 લોકો માર્યા ગયા.
  • 2013 – નૈરોબીના વેસ્ટગેટ શોપિંગ મોલમાં આતંકવાદી સંગઠન અલ શબાબના હુમલામાં 67 લોકોના મોત થયા.
  • 1979 – સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના કહેવાતા સમ્રાટ બોકાસાને લશ્કરી ક્રાંતિમાં પદભ્રષ્ટ કરવામાં આવ્યો.
  • 1984 – બ્રુનેઈ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
  • 1991 – આર્મેનિયાએ સોવિયત સંઘથી સ્વતંત્રતા મેળવી.
  • 2000 – ભારત અને બ્રિટન વચ્ચે સારા સંબંધો માટે ‘લિબરલ ડેમોક્રેટિક ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી’ની સ્થાપના.
  • 2001 – અફઘાનિસ્તાનમાં શાસક તાલિબાન શાસન અને ઉત્તરીય જોડાણ વચ્ચે લડાઈ શરૂ થઈ.
  • 2003 – પાકિસ્તાનના વિરોધ દ્વારા બંધારણીય સુધારાના નવા ડ્રાફ્ટને પણ ફગાવી દેવામાં આવ્યો.
  • 2004 – અમેરિકાએ લિબિયા પરથી આર્થિક પ્રતિબંધો હટાવ્યા.
  • 2005 – જુનિચિરો કોઇઝુમી જાપાનના વડા પ્રધાન ફરી ચૂંટાયા.
  • 2007 – તાન્ઝાનિયાના વૈજ્ઞાનિકોએ માછલીની દુર્લભ પ્રજાતિની શોધ કરવાનો દાવો કર્યો.
  • 2008 – રિલાયન્સના કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ઓઇલનું ઉત્પાદન શરૂ થયું.

આ પણ વાંચો | 20 સપ્ટેમ્બરનો ઇતિહાસ : રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ; નેશનલ પંચ ડે – જે મારવાનો નહીં પણ પીવાનું હોય છે

વિશ્વ શાંતિ દિવસ (international peace day)

વિશ્વ શાંતિ દિવસ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ દર વર્ષે ’21 સપ્ટેમ્બર’ના રોજ ઉજવાય છે. આ દિવસને તમામ દેશો અને લોકોમાં સ્વતંત્રતા, શાંતિ અને ખુશીનો આદર્શ માનવામાં આવે છે. ‘વિશ્વ શાંતિ દિવસ’ મુખ્યત્વે સમગ્ર પૃથ્વી પર શાંતિ અને અહિંસા સ્થાપિત કરવા માટે ઉજવાય છે. દરેક વ્યક્તિને શાંતિ ગમે છે. તેની શોધમાં માણસ પોતાના જીવનના મોટાભાગનો બલિદાન આપે છે. પરંતુ તે ખૂબ જ નિરાશાજનક છે કે આજે માણસ દિવસેને દિવસે આ શાંતિથી દૂર જઈ રહ્યો છે. આજે ચારે તરફ ફેલાયેલા બજારવાદે શાંતિને વ્યક્તિથી પણ દૂર લઈ લીધી છે. પૃથ્વી, આકાશ અને સાગર બધાં વ્યગ્ર છે. સ્વાર્થ અને દ્વેષે માનવ સમાજને વિખેરી નાખ્યો છે. દરેક યુગમાં ‘વિશ્વ શાંતિ’નો સંદેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી રહી છે.

આ પણ વાંચો | 19 સપ્ટેમ્બરનો ઇતિહાસ : અમેરિકાએ પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ, જાણો આજની તારીખની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer’s Day)

વિશ્વ અલ્ઝાઈમર દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે ઉજવાય છે. આ દિવસ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. વર્ષ 2016 માં વિશ્વ અલ્ઝાઈમર ડે અભિયાનની થીમ હતી- “મને યાદ રાખો”. આ દિવસનો હેતુ માત્ર વિશ્વભરના લોકોને આ બીમારીના લક્ષણો શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ ડિમેન્શિયાથી પીડિત દર્દીઓ અથવા આ રોગને કારણે મૃત્યુ પામેલા દર્દીઓને ભૂલી ન જાય તે પણ છે.

આ પણ વાંચો | 18 સપ્ટેમ્બરનો ઇતહાસ : આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ કેમ ઉજવાય છે? વિશ્વ વાંસ દિવસનું શું મહત્વ છે? જાણો

વિશ્વ કૃતજ્ઞતા દિવસ ( World Gratitude Day)

વિશ્વ કૃતજ્ઞતા દિવસ ( World Gratitude Day) દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસ આપણને તે બધા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે જેમણે આપણા જીવનને સુંદર બનાવવામાં યોગદાન આપ્યું છે. વિશ્વ કૃતજ્ઞતા દિવસ વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે ઉજવી શકાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કામની પ્રશંસા થાય. આવી સ્થિતિમાં વિશ્વ કૃતજ્ઞતા દિવસથી વધુ સારો દિવસ ન હોઈ શકે.

આ પણ વાંચો | 17 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે? જાણો તેનું મહત્વ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • દીપિકા પલ્લીકલ (1991) – ભારતીય મહિલા સ્ક્વોશ ખેલાડી.
  • કરીના કપૂર (1977) – બોલીવુડ અભિનેત્રી.
  • મહેન્દ્ર મુંજપરા (1968) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • શિન્ઝો આબે (1954) – જાપાનના પૂર્વ વડા રધાન.
  • સ્વામી અગ્નિવેશ (1939) – એક ભારતીય સામાજિક કાર્યકર, સુધારક, રાજકારણી અને આર્ય સમાજવાદી હતા.
  • જીતેન્દ્ર અભિષેખી (1929) – ભારતીય શાસ્ત્રીય સંગીતના વિદ્વાન હતા.
  • નૂરજહાં (1926) – પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા, જેણે ભારતીય અને પાકિસ્તાની સિનેમામાં કામ કર્યું હતુ.
  • ભોલા પાસવાન શાસ્ત્રી (1914) – ભારતીય રાજકારણી અને બિહારના આઠમા મુખ્યમંત્રી હતા. તેઓ ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહ્યા.
  • ઉછાંગરાય નવલશંકર ઢેબર (1905) – ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
  • અન્નપૂર્ણાનંદ (1895) – હિન્દીમાં નમ્ર રમૂજ લખતા કલાકારોમાં અગ્રણી લેખક.

આ પણ વાંચો | 16 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ ઓઝોન દિવસ કેમ ઉજવાય છે, ધરતીની સુરક્ષા માટે તેનું શું મહત્વ છે? જાણો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રાજુ શ્રીવાસ્તવ (2022) – પ્રખ્યાત ભારતીય હાસ્ય કલાકાર અને અભિનેતા હતા.
  • રામાનુજ પ્રસાદ સિંહ (2021) – ઓલ ઈન્ડિયા રેડિયોના પ્રખ્યાત સમાચાર વક્તા હતા.
  • અમરનાથ વિદ્યાલંકર (1985) – ભારતીય સ્વતંત્રતા સેનાની, પત્રકાર, સામાજિક કાર્યકર અને સંસદસભ્ય હતા.
  • સવાઈ જય સિંહ (1743) – જયપુર આમેરનો પરાક્રમી રાજા હતા.

આ પણ વાંચો | 15 સપ્ટેમ્બરનો ઇતિહાસ : ભારતમાં દુરદર્શનની શરૂઆત, કોણ છે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જેમની યાદમાં એન્જિનિયર્સ દિવસ ઉજવાય છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ