આજનો ઇતિહાસ 22 એપ્રિલ : આજે પૃથ્વી દિવસ અને વિશ્વ જળ દિવસ છે, ધરતીનું જતન અને પાણીનું રક્ષણ કરીયે

Today history 22 April : આજે 22 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ અર્થ ડે એટલે પૃથ્વી દિવસ તેમજ વિશ્વ જળ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 22 April : આજે 22 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ અર્થ ડે એટલે પૃથ્વી દિવસ તેમજ વિશ્વ જળ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Earth Day World Water Day

22 એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે અને વિશ્વ જળ દિવસ ઉજવાય છે.

Today history 22 April : આજે 22 એપ્રિલ 2023 (22 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ અર્થ ડે એટલે પૃથ્વી દિવસ (Earth Day) તેમજ વિશ્વ જળ દિવસ (World Water Day)છે. આજે ફિલ્મ ડિરેક્ટર બી. આર. ચોપરા (b r chopra) અને સમ્રાટ અશોકનો શિલાલેખો વાંચનાર પ્રથમ અંગ્રેજ જેમ્સ પ્રિન્સેપનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (22 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

22 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1970 - પહેલી વાર વર્લ્ડ અર્થ ડે (પૃથ્વી દિવસ)ની ઉજવણી કરવામાં આવી.

વર્લ્ડ અર્થ ડે - પૃથ્વીની રક્ષણ અને પર્યાવરણનું જતન કરીયે,

દુનિયાભરમાં 22 એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે એટલે કે પૃથ્વી દિવસની ઉજવણી કરાય છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંરક્ષણનું સમર્થન આપવાનો છે. અમેરિકાના સિનેટર જેરાલ્ડ નેલ્સન દ્વારા પૃથ્વી દિવસ સૌપ્રથમ વાર 22 એપ્રિલ, 1970ના રોજ ઉજવાયો હતો. તે સમયે લગભગ 20 લાખ અમેરિકન નાગરિકોએ એક સ્વસ્થ, ટકાઉ પર્યાવરણના ધ્યેય સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હાલ દુનિયાભરમા ગ્લોબલ વોર્મિંગ એટલે કે જળવાયુ પરિવર્તનનું જોખમ વધી રહ્યુ છે ત્યારે પૃથ્વીના રક્ષણ અને પર્યાવરણના જતન માટે લોકોને જાગૃત કરવાના હેતુસર વર્લ્ડ અર્થ ડેની ઉજવણી બહુ જ મહત્વપૂર્ણ બની રહે છે.

  • 1993 - વિશ્વ જળ દિવસની ઉજવણીની શરૂઆત થઇ

વિશ્વ જળ દિવસ

કહેવાય છે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીના કારણે થશે. હાલ દુનિયાભરમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે વિશ્વ જળ દિવસ (World Water Day)ની ઉજવણી આપણને પાણીનું સંરક્ષણ કરવાના મહત્વ વિશે સમજાવે છે. દુનિયાભરમાં 22 એપ્રિલના રોજ વિશ્વ જળ દિવસ એટલે કે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવે છે. પહેલીવાર વિશ્વ જળ દિવસની 1993માં ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે વર્ષ 2023ના વિશ્વ જળ દિવસની થીમ છે “એક્સીલેરેટિંગ ચેન્જ” જેથી પાણી અને સ્વચ્છતાની કટોકટીને ઉકેલવા માટે જરૂરી પરિવર્તનને વેગ આપી શકાય. આ થીમ માનવીની રોજિંદી જરૂરિયાતોમાં પાણીનો યોગ્ય ઉપયોગ કરવાના મહત્વને દર્શાવે છે.

  • 2002 - પાકિસ્તાનમાં પર્લ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ.
  • 2004 - ઉત્તર કોરિયામાં ભીષણ ટ્રેન અથડામણ, 3000 જાનહાનિ.
  • 2005 - બાંડુંગ (ઇન્ડોનેશિયા)માં 50 વર્ષ પછી બીજી એશિયન-આફ્રિકન કોન્ફરન્સ શરૂ થઈ.
  • 2008 - ભાજપના મહાસચિવ ગોપીનાથ મુંડેએ પોતાનું રાજીનામું પાછું લઈ લીધું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લુડવિગ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
  • 2010 - દિલ્હીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસપી ગર્ગે 1996ના લાજપત નગર માર્કેટ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા છ લોકોમાંથી ત્રણ, મોહમ્મદ નૌશાદ, મોહમ્મદ અલી બટ્ટ અને મિર્ઝા નિશાર હુસૈનને મૃત્યુદંડની સજા સંભળાવી.
Advertisment

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • બી. આર. ચોપરા (1914) - હિન્દી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક.
  • કાનન દેવી (1916) - ભારતની પ્રખ્યાત અભિનેત્રી, ગાયિકા અને ફિલ્મ નિર્માતા.
  • સ્વામી સચ્ચિદાનંદ (1932) - જાણીતા આધ્યાત્મિક સંત, સમાજ સુધારક, ફિલસૂફ અને લેખક છે.
  • પી. ચંદ્રશેખર રાવ (1936) - આંતરરાષ્ટ્રીય અદાલતમાં સમુદ્રના કાયદાના ન્યાયાધીશ છે.
  • કમલા પ્રસાદ બિસેસર (1952) - ભારતીય મૂળના કેરેબિયન ટાપુ ત્રિનિદાદ અને ટોબેગોના મહિલા વડાપ્રધાન.
  • મનોજ મુકુંદ નરવણે (1960) - ભારતીય સેનાના આર્મી ચીફ છે.
  • ગુરુપ્રસાદ મહાપાત્રા (1962) - ભારતના IAS ઓફિસર.
  • ચેતન ભગત (1974) - પ્રખ્યાત નવલકથા લેખક.
  • અમ્મુ સ્વામીનાથન (1894) - ભારતીય બંધારણના ઘડતરમાં યોગદાન આપનાર મહિલાઓ પૈકીના એક હતા.
  • રાધાબાઈ સુબરાયણ (1891) - ભારતીય મહિલા રાજકારણી, સમાજ સુધારક અને મહિલા અધિકારો માટે કામગીરી કરતા કાર્યકર્તા.
  • સર ગંગા રામ (1851) - એક પ્રખ્યાત એન્જિનિયર, સામાજિક કાર્યકર અને ભારતમાં હરિયાળી ક્રાંતિના નાયક હતા.
  • જેમ્સ પ્રિન્સેપ (1840) - બ્રાહ્મી લિપિના ભાષાશાસ્ત્રી અને અશોકના શિલાલેખો વાંચનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હતા.
  • અકબર દ્રિતીય (1760) - મુઘલ વંશના 18મો સમ્રાટ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 21 એપ્રિલ : ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડેની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • શ્રવણ કુમાર રાઠોડ (2021) - હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
  • લાલગુડી જયરામન (2013) - ભારતના પ્રખ્યાત વાયોલિનવાદક.
  • જગદીશ શરણ વર્મા (2013) - ભારતના 27મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • મહમૂદ અલી ખાન (2001) - ભારતના પ્રખ્યાત રાજકારણીઓમાંના એક અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • હિતેશ્વર સાઇકિયા (1996) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જેઓ બે વખત આસામના મુખ્યમંત્રી હતા.
  • મંગુરામ (1980) - એક સમાજ સુધારક હતા.
  • જોગેશચંદ્ર ચેટર્જી (1969) - 'કાકોરી કાંડ'ના પ્રખ્યાત ક્રાંતિકારી હતા.
આજના દિવસનો ઇતિહાસ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge