આજનો ઇતિહાસ 22 ફેબ્રુઆરી : કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ

Today History 22 February : આજે 22 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પત્ની કસ્તુર બાની આજે પુણ્યતિથિ છે. તો ગુજરાતના પ્રખ્યાત નેતા ઇન્દુલાલ યાજ્ઞિકની આજે જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 22, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 22 ફેબ્રુઆરી : કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ
ઇન્દુલાલ યાજ્ઞિક અને કસ્તુર બા (Photo - Social Media)

Today History 22 February : આજે તારીખ 22 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તુર બાની આજે પુણ્યતિથિ છે. પોરબંદરમાં 11 એપ્રિલ, 1869ના રોજ જન્મેલા કસ્તુર બાનું અવસાન 22 ફેબ્રુઆરી 1944માં પુના ખાતે થયું હતું. તેમને ‘બા’ તરીકે સંબોધવામાં આવતા હતા. મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1907માં લંડનમાં મીટરવાળી પહેલી કેબ ટેક્સીની શરૂઆત થઇ હતી. તો ભારતના સ્વતંત્રતા સેનાની યતીન્દ્ર મોહન સેનગુપ્તા, સ્વામી સહજાનંદ સરસ્વતી અને ગુજરાતના પ્રખ્યાત નેતા ઇન્દુલાલ યાજ્ઞિકની આજે જન્મજયંતિ છે. જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

22 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1495 – ફ્રેન્ચ રાજા ચાર્લ્સ આઠમાની આગેવાની હેઠળની સેના નેપલ્સ, ઇટાલી પહોંચી.
  • 1775 – યુરોપિયન દેશ પોલેન્ડની રાજધાની વોર્સોની બહારના વિસ્તારમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.
  • 1784 – અમેરિકાનું પ્રથમ વેપારી જહાજ ચીન સાથેના વેપાર માટે ન્યૂયોર્કથી રવાના થયું.
  • 1845 – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સેરામપુર અને બાલાસોર ખરીદ્યું.
  • 1907 – લંડનમાં મીટરવાળી પહેલી ટેક્સી કેબની શરૂઆત થઈ.
  • 1935 – અમેરિકાના વ્હાઇટ હાઉસ ઉપરથી વિમાનની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • 1942 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફિલિપાઇન્સમાં આદિવાસીઓએ મોટી સંખ્યામાં જાપાની સૈનિકોનો સંહાર કર્યો.
  • 1974 – પાકિસ્તાને બાંગ્લાદેશને માન્યતા આપી.
  • 1979 – સેન્ટ લુસિયાના કેરેબિયન ટાપુને બ્રિટનથી આઝાદી મળી.

આ પણ વાંચો | 21 ફેબ્રુઆરીનો ઇતિહાસ : વિશ્વ માતૃભાષા દિવસ, સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન

  • 1980 – અફઘાનિસ્તાનમાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો.
  • 1989 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જવા રવાના થયા.
  • 1996 – વૈજ્ઞાનિકોએ જર્મનીની એક સંશોધન કેન્દ્રમાં 112મું તત્વ શોધી કાઢ્યું હતું.
  • 1998 – જાપાનના નગાનો શહેરમાં અઢારમી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની પૂર્ણાહુતિ.
  • 1999 – ભારતના જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભગવતીની કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતીય રાજકીય અર્થતંત્ર કેન્દ્રના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
  • 2005 – ઈરાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 400થી વધુ લોકોના મોત થયા છે.
  • 2006 – જાપાને ભારતમાંથી માંસ અને ઇંડા સહિત તમામ પોલિટ્રી પેદાશોની આયાત પર પ્રતિબંધ મૂક્યો.
  • 2007 – બ્રિટિશ સંસદમાં થેચરની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.
  • 2011 – ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાના ભૂકંપમાં 181 લોકોના મોત થયા.

આ પણ વાંચો | 20 ફેબ્રુઆરીનો ઇતિહાસ : અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • એસ. એચ. રઝા (1922)- ભારતમાં જન્મેલા પ્રખ્યાત ચિત્રકાર હતા.
  • મુકુંદ દાસ (1878) – ભારતીય બંગાળી ભાષાના કવિ, ગીતકાર, સંગીતકાર અને દેશભક્ત હતા.
  • યતિન્દ્ર મોહન સેન ગુપ્તા (1885) – ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાની.
  • સ્વામી સહજાનંદ સરસ્વતી (1889) – રાષ્ટ્રવાદી નેતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
  • ઈન્દુલાલ યાજ્ઞિક (1892) – ગુજરાતના પ્રખ્યાત રાજકારણી અને ‘ઓલ ઈન્ડિયા કિસાન સભા’ના નેતા.
  • હુમાયુ કબીર (1906) – ભારતીય શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી.
  • સોહન લાલ દ્વિવેદી (1906) – હિન્દીના પ્રખ્યાત કવિ.
  • સ્વામી શ્રદ્ધાનંદ (1856) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, દલિતોના શુભેચ્છક અને મહિલા શિક્ષણના સમર્થક.
  • કમલ કપૂર (1920) – ભારતીય સિનેમાના અભિનેતા.
  • દેવકાંત બરુઆ (1914) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.
  • એમ. હમીદુલ્લા બેગ (1913) – ભારતના ભૂતપૂર્વ 15મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • કમલા ચૌધરી (1908) – મહિલા સમાજ-સુધારકો અને લેખિકા હતા.

આ પણ વાંચો | 19 ફેબ્રુઆરીનો ઇતિહાસ : છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, રેલવેમાં કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશન સિસ્ટમ શરુ થઇ

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • ભગવત દયાલ શર્મા (1993) – હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • બીજન કુમાર મુખર્જી (1956) – ભારતના ભૂતપૂર્વ ચોથા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • કસ્તુરબા ગાંધી (1944) – મહાત્મા ગાંધીના પત્ની જે ‘બા’ તરીકે ઓળખાય છે.
  • અબુલ કલામ આઝાદ (1958) – શિક્ષણ મંત્રી.
  • એચ.વી. આર. આયંગર (1978) – ભારતીય રિઝર્વ બેંકના છઠ્ઠા ગવર્નર હતા.
  • જોશ મલીહાબાદી (1982) -ે ભારત અને પાકિસ્તાનના પ્રખ્યાત ઉર્દૂ કવિ
  • નરસિમ્હા રેડ્ડી (1847) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.

આ પણ વાંચો | 18 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતમાં દુનિયાના પ્રથમ એર મેલ એરોપ્લેને ઉડાન ભરી, તૈમૂર લંગનું અવસાન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ