Today history 22 july: આજે 22 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ દિવસ છે. આઝાદી પહેલા વર્ષ 1947માં આજના દિવસે બંધારણ સભાએ પિંગાલી વેંક્યાએ તૈયાર કરેલા ત્રિરંગાના ભારતના રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકાર્ય હતો. ઉપરાંત આજે રાષ્ટ્રીય કેરી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
22 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1731 – સ્પેને વિયેના સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1775 – જ્યોર્જ વોશિંગ્ટને યુએસ આર્મીની કમાન સંભાળી. જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
- 1918 – ભારતના પ્રથમ પાયલોટ ઈન્દ્રલાલ રાય લંડનની આસપાસ જર્મન વિમાનો સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા.
- 1947 – પિંગાલી વેંકયા દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતના રાષ્ટ્રીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો.
- 1981 – ભારતના પ્રથમ જીઓસ્ટેશનરી સેટેલાઇટ Apple એ કામ કરવાનું શરૂ કર્યું.
- 1999 – આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા સમાન કામ માટે સમાન મહેનતાણુંની યોજના અમલમાં મૂકવામાં આવી.
- 2001 – શેર બહાદુર દેઉબા નેપાળના નવા વડાપ્રધાન બન્યા, જિનીવામાં ગ્રુપ-8 દેશોની કોન્ફરન્સ યોજાઈ.
- 2004 – શાંતિ માટે 1976માં નોબેલ પુરસ્કાર જીતનાર બેટી વિલિયમ્સની મેક્સિકોમાં ધરપકડ.
- 2005 – લંડન પોલીસે નિર્દોષ બ્રાઝિલિયન નાગરિક જીન ચાર્લ્સ ડી-મેન્સિસને આતંકવાદી હોવાની શંકામાં મારી નાખ્યો.
- 2008 – પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને તેમની સામેના પ્રતિબંધો માટે કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી.
- 1947 – 22 જુલાઈ, 1947 ના રોજ ભારતના બંધારણ દ્વારા ભારતના રાષ્ટ્રીય ધ્વજને અપનાવવામાં આવ્યો.
- 2009 – 22 જુલાઈ 2009નું સૂર્યગ્રહણ 29મી સદીનું સૌથી લાંબુ કુલ સૂર્યગ્રહણ હતું.
આ પણ વાંચોઃ 21 જુલાઇનો ઇતિહાસ: નેશનલ જંક ફુડ દિવસ, સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મદિન
રાષ્ટ્રીય ધ્વજ દિવસ
આજે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ દિવસ છે. આઝાદી પહેલા 22 જુલાઇ, 1947ના રોજ મળેલ બંધારણ સભાએ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે અપનાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલર હોવથી તેને ત્રિરંગા પણ કહેવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ પિંગાલી વેંક્યાએ બનાવ્યો હતો. વર્ષ 1947માં બંધારણ સભાએ પસંદ કરાયેલો આ રાષ્ટ્રધ્વજ પિંગાલી વેંક્યાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે બનાવ્યો હતો. ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલરના આડા પટ્ટા છે, જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગનો પટ્ટો છે. ઉપરાંત રાષ્ટ્રધ્વજમાં મધ્યમના સફેદ કલરના કેન્દ્રમાં વાદળી રંગનું અશોક ચક્ર છે, જેમાં ૨૪ આરા છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવ્યો છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે.
આ પણ વાંચોઃ 20 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકી ઇતિહાસ રચ્યો
રાષ્ટ્રીય કેરી દિવસ
ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસ દર વર્ષે 22 જુલાઇના રોજ ઉજવાય છે. કેરીને ફળોની રાણી કહેવાય છે. ભારતમાં માર્ચથી જૂન સુધી કેરીની સીઝન હોય છે. ભારતના ગુજરાતમાં પાકતી કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. ઉપરાંત કેરળના કન્નુર જિલ્લાના કન્નપુરમને ‘સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એક પ્રાથમિક અંદાજ મુજબ ભારતમાં કેરીની લગભગ 1500 જેટલી જાતો છે. કેરીને અથાણાં, રસ, આઇસ્ક્રીમ વિવિધ રીતે ખાવામાં આવે છે.
આ પણ વાંચોઃ 19 જુલાઇનો ઇતિહાસ: બેંક રાષ્ટ્રીયકરણ દિવસ- ઇન્દિરા ગાંધીએ વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મુકેશ (1923) – પ્રખ્યાત પ્લેબેક સિંગર
- સંદીપ પાંડે (1965) – રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત ભારતીય સામાજિક કાર્યકર્તા
- વિનાયકરાવ પટવર્ધન (1898) – પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક
- દેવેન્દ્ર ફડણવીસ (1970) – મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી
- અનંત કુમાર (1959) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને કેબિનેટ મંત્રી
- રીતા બહુગુણા જોશી (1949) – મહિલા રાજકારણી અને 17મી લોકસભાના સાંસદ.
- હિંમત શાહ (1933) – ભારતના પ્રખ્યાત શિલ્પકાર.
- સરદાર તેજા સિંહ અકરપુરી (1894) – પ્રથમ લોકસભાના સભ્ય.
આ પણ વાંચો-18 જુલાઇનો ઇતિહાસ: નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન, ભારતમાં પહેલીવાર ટેલિવિઝન પર રંગીન પ્રસારણ થયું
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- યતિન્દ્ર મોહન સેન ગુપ્તા (1933) – ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય નાયકોમાંના એક.
- મુટ્ટુ લક્ષ્મી રેડ્ડી (1968) – ભારતના પ્રખ્યાત મહિલા ડૉક્ટર, સામાજિક કાર્યકર અને પદ્મ ભૂષણથી સમ્માનિત વ્યક્તિ.
આ પણ વાંચોઃ 17 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ન્યાય દિન- પીડિતોને ન્યાય અને મૂભળૂત અધિકારોને સમર્થન આપવું