Today history 22 june : આજે 22 જૂન 2023 (22 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વર્ષાવન એટલે કે વર્લ્ડ રેઇનફોરેસ્ટ ડે છે. વર્ષાવન એવા જંગલો છે જે સામાન્ય કરતાં વધારે વરસાદ લાવે છે અને પૃથ્વી પર જળસપાટી જાળવી રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. આજે બોલીવુડના કલાકાર અને વિલન અમરીશ પુરીનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
22 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1593 – ખ્રિસ્તીઓની સામૂહિક સેનાએ સિસાકની લડાઇમાં ઓસ્માની ટર્ક્સ (ઓટ્ટોમન) ને હરાવ્યા.
- 1844 – યેલ યુનિવર્સિટીમાં ડેલ્ટા કપ્પા એપ્સીલોન સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.
- 1897 – ચાપેકર ભાઈઓએ પુણેમાં તત્કાલિન જિલ્લા કલેક્ટર વોલ્ટર ચાર્લ્સ રેન્ડની ગોળી મારી હત્યા કરી.
- 1906 – સ્વીડને પોતાનો ધ્વજ અપનાવ્યો.
- 1911 – જ્યોર્જ પાંચમાનો રાજ્યાભિષેક થયો.
- 1922 – બ્રિટિશ ફિલ્ડ માર્શલ હેનરી હ્યુજીસ વિલ્સનની બેલ્ગ્રાવિયામાં આઇરિશ રિપબ્લિકન આર્મીના એજન્ટ દ્વારા હત્યા કરવામાં આવી. હત્યારાને 18 જુલાઈના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
- 1941 – બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ સોવિયેત રશિયા પર હુમલો કર્યો. જેમાં જર્મનીનો નિર્ણાયક પરાજય થયો હતો.
- 2002 – ઈરાનમાં આવેલા ભયંકર ભૂકંપમાં 500થી વધુ લોકોના મોત થયા.
- 2005 – સંપૂર્ણ ઇરાકને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું.
- 2006 – અમેરિકાએ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
- 2007 – સુનિતા વિલિયમ્સ તેની ટીમ સાથે પૃથ્વી પર પરત ફર્યા.
- 2008 – સૈયદ ફકીર હુસૈનને બાળ મજૂરી પરના કેન્દ્રીય સલાહકાર બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓપેકના નામે ઓળખાતા ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પ્રોડ્યુસિંગ એન્ડ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝે ક્રૂડ ઓઈલની કિંમત વધારીને બેરલ દીઠ 137 ડોલર કરી છે.
- 2016 – ઈસરોએ અંતરિક્ષમાં ઈતિહાસ રચ્યો, 20 ઉપગ્રહો લોન્ચ કર્યા.
આ પણ વાંચોઃ 21 જૂનનો ઇતિહાસ: વિશ્વ યોગ દિવસ – યોગ કરો રોગ મુક્ત રહો; વિશ્વ સંગીત દિવસ
વિશ્વ વર્ષાવન દિવસ
વિશ્વ વર્ષાવન દિવસ એટલે વર્લ્ડ રેઇનફોરેસ્ટ ડે દર વર્ષે 22 જૂને ઉજવાય છે. આ દિવસ વરસાદી જંગલો અને તેમાં રહેતી તમામ જૈવિક પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડેનો ઉદ્દેશ્ય લોકોને વરસાદી જંગલો વિશે વધુ જાણકારી આપવા તેમજ આવનારી પેઢીઓ માટે આ જંગલોનું રક્ષણ અને જાળવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે. જંગલોના નાશ અને આબોહવા પરિવર્તનને કારણે વરસાદી જંગલો અદૃશ્ય થઈ રહ્યા છે અને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધ વિવિધતા પર જોખમ સર્જાયુ છે. વર્ષાવન એવા જંગલો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ લાવે છે.
રેઈનફોરેસ્ટ પાર્ટનરશીપ દ્વારા 22 જૂન, વર્ષ 2017માં પહેલીવાર વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેઓ વરસાદી વાતાવરણમાં રહેતા સ્થાનિક લોકો સાથે કામગીરી કરે છે અને સ્થાનિક સમુદાયો સાથે સ્વસ્થ વરસાદી જંગલોને પુનઃસ્થાપિત કરવા અને પુનઃજીવિત કરવામાં મદદ કરવા માટે પ્રોજેક્ટ શરૂ કરે છે.
આ પણ વાંચોઃ 20 જૂનનો ઇતિહાસ : વિશ્વ શરણાર્થી દિવસ – દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મદ્દીલા ગુરુમૂર્તિ (1985) – વાય. એસ. આર. કોંગ્રેસના નેતા.
- અનિતા પોલદુરઈ (1985) – ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન.
- ગણેશ ઘોષ (1900)- ભારતના સ્વતંત્રતા સેનાની.
- અમરીશ પુરી (1932) – ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને વિલન.
- ટોમ ઓલ્ટર (1950) – ભારતીય સિનેમાના અભિનેતા હતા.
આ પણ વાંચોઃ 19 જૂનનો ઇતિહાસ : રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ, વર્લ્ડ એથનિક ડે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સુંદર સિંહ ભંડારી (2005)- ભારતીય જનતા પાર્ટીના નેતા હતા.
- કેદારનાથ અગ્રવાલ (2000) – હિન્દી સાહિત્યના પ્રગતિશીલ કવિ.
- એલ. વી. પ્રસાદ (1994) – ભારતીય સિનેમાના સફળ ફિલ્મ નિર્માતા, નિર્માતા-નિર્દેશક અને અભિનેતા.
- ભદંત આનંદ કૌસલ્યાપન (1988)- પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન, સમાજ સુધારક, લેખક અને પાલી ભાષાના વિદ્વાન.
- જગન્નાથદાસ ‘રત્નાકર’ (1932) – ભારતના પ્રખ્યાત કવિ હતા.
આ પણ વાંચોઃ 18 જૂનનો ઇતિહાસ : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે