આજનો ઇતિહાસ 22 ઓક્ટોબર : ઈસરોએ ચંદ્રયાન-1 લોન્ચ કર્યુ હતું, રાષ્ટ્રીય અખરોટ દિવસ કેમ ઉજવાય છે?

Today History 22 October : આજે 22 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય અખરોટ દિવસ છે. ઈસરો એ વર્ષ 2008માં આજના દિવસ ચંદ્રયાન -1 લોન્ચ કર્યુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
October 22, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 22 ઓક્ટોબર : ઈસરોએ ચંદ્રયાન-1 લોન્ચ કર્યુ હતું, રાષ્ટ્રીય અખરોટ દિવસ કેમ ઉજવાય છે?
રાષ્ટ્રીય અખરોટ દિવસ દર વર્ષે 22 ઓક્ટોબરે ઉજવાય છે. (Photo - Canva)

Today history 22 October : આજે 22 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય અખરોટ દિવસ છે. અખરોટથી શરીરની તંદુરસ્તીને થતા ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. વર્ષ 1875માં આર્જેન્ટિનામાં પ્રથમ ટેલિગ્રાફિક કનેક્શનની શરૂઆત થઇ. ભારતની અતંરિક્ષ સંસ્થા ઈસરોએ વર્ષ 2008માં ભારતનું પ્રથમ ચંદ્રયાન મિશન ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતુ. વર્ષ 2016માં ભારતે કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો હતો. આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અશફાક ઉલ્લાહ ખાન અને હિન્દી ફિલ્મ અભિનેતા કાદર ખાનનો બર્થડે છે. આજે ભારતના મહાન સ્વતંત્ર્ય સેનાની અને સરદાર પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

22 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1796 – પેશવા માધવ રાવે આત્મહત્યા કરી.
  • 1867 – કોલંબિયાની નેશનલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
  • 1875 – આર્જેન્ટિનામાં પ્રથમ ટેલિગ્રાફિક કનેક્શનની શરૂઆત થઇ.
  • 1879 – બ્રિટિશ શાસન સામે પ્રથમ રાજદ્રોહનો કેસ બાસુદેવ બલવાની ફડકે સામે હતો.
  • 1883 – ન્યૂયોર્કમાં ઓપેરા હાઉસનું ઉદ્ઘાટન થયું.
  • 1962 – ભારતની સૌથી મોટી બહુહેતુક નદી વેલી પ્રોજેક્ટ ‘ભાકરા નાંગલ’ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.
  • 1964 – ફ્રેન્ચ દાર્શનિક અને લેખક જીન પોલ સાર્ત્રે નોબેલ પુરસ્કાર નકાર્યો.
  • 1975 – શુક્ર ગ્રહ પર ‘વિનસ-9’ અવકાશયાનનું લેન્ડિંગ. વિયેનામાં તુર્કીના રાજદ્વારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
  • 2004 – UNCTAD રિપોર્ટ અનુસાર, વિદેશી રોકાણમાં ભારત 14મા ક્રમે છે. SICA કોન્ફરન્સમાં સદસ્ય દેશોએ સંયુક્ત રીતે આતંકવાદનો સામનો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
  • 2007 – ચીનના રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ સતત બીજી વખત સત્તાધારી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની કમાન સંભાળી.
  • 2008 – ઈસરો એ ભારતનું પ્રથમ ચંદ્રયાન મિશન ચંદ્રયાન-1 લોન્ચ કર્યું. આ મિશન દ્વારા ચંદ્રની સપાટી પર પાણી હોવાની જાણકારી મળી.
  • 2014 – મિશેલ ઝેહાફ બિદાયુએ ઓટાવામાં કેનેડિયન સંસદ પર હુમલો કર્યો, જેમાં એક સૈનિકનું મૃત્યુ થયું અને અન્ય ત્રણ ઘાયલ થયા.
  • 2016- ભારતે કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો.

આ પણ વાંચો | 21 ઓક્ટોબરનો ઇતિહાસ : પોલીસ સ્મૃતિ દિવસ કેમ ઉજવાય છે? આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી?

રાષ્ટ્રીય અખરોટ દિવસ (National Nut Day)

રાષ્ટ્રીય અખરોટ દિવસ (National Nut Day) દર વર્ષે 22 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. લિબરેશન ફૂડ્સ કંપની દ્વારા લોકોને આરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પો પસંદ કરવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવાય છે. અખરોટ એ આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક ડ્રાયફૂટ્સ પૈકીનું એક છે. અખરોટના સેવનથી મગજની તંદુરસ્તી માટે ફાયદાકારક છે. અખરોટના ઝાડનું બોટનિકલ નામ જુગ્લાન્સ નિગ્રા (Juglans Nigra) છે. અડધી મુઠ્ઠી અખરોટમાં 392 કેલરી ઊર્જા, 9 ગ્રામ પ્રોટીન, 39 ગ્રામ ચરબી અને 8 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં વિટામિન ઈ અને બી6, કેલ્શિયમ અને મિનરલ્સ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. અખરોટમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં તેમજ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઉપરાંત શરીરને ફાઈબરથી ભરપૂર રાખે છે, જે તમને વારંવાર ભૂખ લાગવાથી બચવામાં મદદ કરી શકે છે અને પરિણામસ્વરૂપે તમારું વજન કન્ટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો | 20 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ; આંતરરાષ્ટ્રીય શેફ ડે કેમ ઉજવાય છે?

22 ઓક્ટોબરની જન્મજયંતિ

  • કોટાગિરી શ્રીધર (1973) – આંધ્રપ્રદેશના મુખ્ય રાજકીય પક્ષ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના રાજકારણી
  • એ. એસ. કિરણ કુમાર (1952) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક છે.
  • આદમ ગોંડવી (1947) – ભારતીય કવિ.
  • સ્વામી રામતીર્થ (1873) – હિન્દુ ધાર્મિક નેતા, અત્યંત વ્યક્તિગત અને કાવ્યાત્મક રીતે વ્યવહારુ વેદાંત શીખવવા માટે પ્રખ્યાત.
  • અશફાક ઉલ્લાહ ખાન (1900) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
  • કાદર ખાન (1937) – હિન્દી ફિલ્મ અભિનેતા.
  • ડી.વાય. પાટીલ (1935) – ભારતીય રાજકારણી અને સામાજિક કાર્યકર.
  • બ્રિગેડિયર ભવાની સિંહ (1931) – મહાવીર ચક્રથી સમ્માનિત જયપુરના મહારાજા.
  • ત્રિભુવનદાસ કૃષિભાઈ પટેલ (1903) – સામાજિક નેતા.

આ પણ વાંચો | 19 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર કોણ છે?

22 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • મહારાણા રાજ સિંહ (1680) – મેવાડ, રાજસ્થાન
  • ઠાકુર પ્યારેલાલ સિંહ (1954) – છત્તીસગઢમાં ‘શ્રમ ચળવળ’ના સૂત્રધાર અને ‘સહકારી ચળવળ’ના પ્રણેતા.
  • જીવનાનંદ દાસ (1954) – બંગાળી ભાષાના પ્રખ્યાત કવિ અને લેખક.
  • દીલીપ સિંહ (1893) – પંજાબના મહારાજા રણજીત સિંહના સૌથી નાના પુત્ર.
  • વિઠ્ઠલભાઈ પટેલ (1933) – સરદાર પટેલના મોટા ભાઈ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની.
  • યે જિયાનિંગ (1986) – ચીનમાં આર્મી સ્ટાફના અધ્યક્ષ હતા.

આ પણ વાંચો |  18 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ