Today history આજનો ઇતિહાસ 22 સપ્ટેમ્બર : વર્લ્ડ રોઝ ડે ને કેન્સર દર્દી કલ્યાણ દિવસ તરીકે કેમ ઉજવાય છે? મેલિન્ડા રોઝ કોણ હતી?

Today history 22 September : આજે 22 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ રોઝ ડે છે, જેને કેન્સર દર્દી કલ્યાણ દિવસ તરીકે કેમ ઉજવાય છે. મેલિન્ડા રોઝ કોણ હતી? જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 22, 2023 10:32 IST
Today history આજનો ઇતિહાસ 22 સપ્ટેમ્બર : વર્લ્ડ રોઝ ડે ને કેન્સર દર્દી કલ્યાણ દિવસ તરીકે કેમ ઉજવાય છે? મેલિન્ડા રોઝ કોણ હતી?
દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રોઝ ડે તરીકે ઉજવાય છે, જેને કેન્સર દર્દી કલ્યાણ દિવસ તરીકે પણ ઉજવાય છે (Photo : Canva)

Today history 22 September : આજે 22 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ રોઝ ડે છે, જે કેન્સર દર્દી કલ્યાણ દિવસ તરીકે પણ ઉજવાય છે. આ દિવસે કેન્સર પીડિત દર્દીઓને ગુલાબ આપીને તેમનું મનોબળ, હિંમત વધારવાનો પ્રયાસ કરાય છે. આજે શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ નાનક દેવજીની પુણ્યતિથિ છે. વર્ષ 1966માં આજની તારીખે અમેરિકન અવકાશયાન સર્વેયર-2 ચંદ્રની સપાટી પર પહોંચ્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

22 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1789 – યુએસ કોંગ્રેસે પોસ્ટમાસ્ટર જનરલની ઓફિસને અધિકૃત કરી.
  • 1792 – ફ્રાન્સ ગણરાજ્યની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી.
  • 1903 – અમેરિકન નાગરિક ઇટાલો માર્ચિઓનીને આઈસ્ક્રીમ કોન માટે પેટન્ટ આપવામાં આવી હતી.
  • 1914 – જર્મન યુદ્ધ જહાજ એમડેન દ્વારા મદ્રાસ બંદર પર બોમ્બમારો કરવામાં આવ્યો.
  • 1949 – સોવિયેત સંઘે પ્રથમ અણુ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
  • 1955 – બ્રિટનમાં ટેલિવિઝનનું વ્યાવસાયીકરણ શરૂ થયું. જેમાં દર કલાકે માત્ર છ મિનિટની જાહેરાત પ્રસારિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રવિવારે સવારે તેને ચલાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
  • 1961 – યુએસ પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પીસ કોર્પ્સની સ્થાપના માટે કોંગ્રેસના એક્ટ પર હસ્તાક્ષર કર્યા.
  • 1966 – અમેરિકન અવકાશયાન ‘સર્વેયર 2’ ચંદ્રની સપાટી પર પહોંચ્યું.
  • 1977 – અમેરિકન ફૂટબોલ ટીમ બે પ્રદર્શન મેચ રમવા પેલેના નેતૃત્વમાં કલકત્તા (હવે કોલકાતા) પહોંચી.
  • 1980 – ઈરાન અને ઈરાક વચ્ચે ચાલી રહેલ સીમા સંઘર્ષ યુદ્ધમાં ફેરવાઈ ગયો.
  • 1988 – કેનેડા સરકારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની અને કેનેડિયન નાગરિકોની નજરબંધી માટે માફી માંગી અને વળતરનું વચન પણ આપ્યું.
  • 1992 – યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બોસ્નિયા અને હર્ઝેગોવિના વચ્ચેના યુદ્ધમાં ભૂમિકા બદલ યુગોસ્લાવિયાને હાંકી કાઢ્યું.
  • 2002 – ફ્રાન્સે આઇવરી કોસ્ટમાં તેની સેના મોકલી.
  • 2006 – એટલાન્ટિસ અવકાશયાન, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે બાંધકામ મિશન પર હતું, તે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પર સુરક્ષિત રીતે ઉતર્યું. નેશનલ કેડેટ કોર્પ્સની 10 સભ્યોની ટીમ મોસ્કો જવા રવાના થઈ છે.
  • 2007 – ઈરાને 1800 કિમીની રેન્જ ધરાવતી ધદ્ર મિસાઈલનું પ્રદર્શન કર્યું. નાસાના વિમાને મંગળ પર સાત ગુફા જેવા આકાર શોધી કાઢ્યા હતા.
  • 2008- વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અમેરિકા અને ફ્રાંસની દસ દિવસની મુલાકાતે ગયા.

આ પણ વાંચો | 21 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ શાંત દિવસ, વર્લ્ડ અલ્ઝાઈમર દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસ કેમ ઉજવાય છે અને તેનું મહત્વ જાણો

વર્લ્ડ રોઝ ડે – કેન્સરના દર્દીનું કલ્યાણ (world Rose Day Welfare of Cancer patients)

દર વર્ષે 22 સપ્ટેમ્બરે વર્લ્ડ રોઝ ડે ઉજવાય છે, જે કેન્સર પીડિય દર્દીઓના કલ્યાણ માટે સમર્પિત દિવસ છે. લોકોમાં કેન્સરની જીવલેણ બીમાર અંગે જાગૃત અને સાવધાન કરવા માટે કેન્સર દર્દી કલ્યાણ દિવસ ઉજવાય છે. આ દિવસને વર્લ્ડ રોઝ ડે તરીકે પણ ઉજવાય છે કારણ કે, વર્ષ 1974માં આજની તારીખે કેનેડામાં 12 વર્ષી મેલિન્ડા રોઝ નામની છોકરીનું બ્લડ કેન્સરની બીમારીના લીધે અવસાન થયુ હતુ. આથી 22 સપ્ટેમ્બરને મેલિન્ડા રોઝની યાદીમાં વર્લ્ડ રોઝ ડે દિવસે યાદ કરાય છે. આ દિવસે કેન્સર પીડિત દર્દીઓને ગુલાબ આપીને તેમનું મનોબળ, હિંમત વધારવાનો પ્રયાસ કરાયછે.

આ પણ વાંચો | 20 સપ્ટેમ્બરનો ઇતિહાસ : રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ; નેશનલ પંચ ડે – જે મારવાનો નહીં પણ પીવાનું હોય છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રોહિત સરદાના (1979) – ભારતીય ન્યૂઝ એન્કર.
  • પવન કુમાર ચામલિંગ (1950) – ભારતના સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી અને રાજકીય પક્ષ ‘સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ’ના સ્થાપક.
  • વી.એસ. શ્રીનિવાસ શાસ્ત્રી (1869) – ભારતના સમાજ સુધારક.
  • શારદા દેવી (1853) – રામકૃષ્ણ પરમહંસના જીવન સાથી હતા.

આ પણ વાંચો | 19 સપ્ટેમ્બરનો ઇતિહાસ : અમેરિકાએ પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ, જાણો આજની તારીખની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • આશાલતા વાબગાંવકર (2020) – મરાઠી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેત્રી.
  • મન્સૂર અલી ખાન પટૌડી (2011) – પ્રખ્યાત ભારતીય ક્રિકેટર અને અભિનેતા સૈફ અલી ખાનના પિતા.
  • દુર્ગા ખોટે (1991) – હિન્દી અને મરાઠી ફિલ્મોના પ્રખ્યાત અભિનેત્રી.
  • મૌલાના અબ્દુલ અલી મૌદુદી (1979) – જમિયત-એ-ઈસ્લામના સ્થાપક.
  • નાનક દેવ (1539) – શીખ ધર્મના સ્થાપક અને શીખ ધર્મના નવ ગુરુમાં પ્રથમ ગુરુ.

આ પણ વાંચો | 18 સપ્ટેમ્બરનો ઇતહાસ : આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ કેમ ઉજવાય છે? વિશ્વ વાંસ દિવસનું શું મહત્વ છે? જાણો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ