scorecardresearch

આજનો ઇતિહાસ 23 એપ્રિલ : વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ – પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે

Today history 23 April : આજે 23 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Book and Copyright Day
વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવાય છે.

Today history 23 April : આજે 23 એપ્રિલ 2023 (23 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ (World Book and Copyright Day) છે. મનુષ્યના જીવનમાં પુસ્તકોનું મહત્વ અને ડિજિટલ યુગમાં પુસ્તકો અને મનુષ્ય વચ્ચેના અંતરને ઘટાડવા હેતુ આ દિવસની ઉજવણની કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (23 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

23 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1990 – નામીબિયા સંયુક્ત રાષ્ટ્ર સંઘનું 160નું સભ્ય બન્યુ.
 • 1995 – વિશ્વ પુસ્તક અને કેપિરાઇટ દિવસ ઉજવવાની શરૂઆત થઇ.

વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ (World Book and Copyright Day)

વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ (World Book and Copyright Day) દર વર્ષે 23 એપ્રિલ’ના રોજ ઉજવવામાં આવે છે. તેને ‘વિશ્વ પુસ્તક દિવસ’ પણ કહેવામાં આવે છે. દુનિયામાં વર્ષ 1995માં આજના દિવસે પહેલીવાર વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પુસ્તકોને મનુષ્યના સૌથી પ્રિય મિત્ર અને ગુરુ પણ ગણાય છે. મનુષ્યનો બાળપણમાં શાળાથી શરૂ થયેલો અભ્યાસ જીવનના અંત સુધી ચાલુ રહે છે. પરંતુ હવે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ક્રાંતિથી મનુષ્ય અને પુસ્તકો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં લોકો ઇન્ટરનેટમાં ફસાઇ રહ્યા છે. આ જ કારણસર યુનેસ્કોએ મનુષ્યો અને પુસ્તકો વચ્ચેના અંતરને ઘટાડવા હેતુ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. યુનેસ્કોના નિર્ણયથી આ દિવસે સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ બુક ડે’ ઉજવાય છે અને મનુષ્યના જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે જાગૃતિ અને સમજણ કેળવવામાં આવે છે.

 • 1996 – ચેચેનિયાના અલગતાવાદી નેતા દુદાયેવનું હવાઈ હુમલામાં મૃત્યુ થયું.
 • 1999 – નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) ની સ્થાપનાને 50 વર્ષ પૂરા થવા પર વોશિંગ્ટનમાં ત્રણ દિવસીય સમિટની શરૂઆત.
 • 2002 – બેઇજિંગમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પારના આતંકવાદ અંગે મંત્રણા.
 • 2003 – કુર્દ અને અરબ વિવાદોના સમાધાન માટે કમિશનની રચના કરવાનો નિર્ણય.
 • 2007 – રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોરિસ નિકોલાયેવિચ એલ્ટ્સિનનું અવસાન થયું.
 • 2008 – અમેરિકન કોંગ્રેસે મ્યાનમારની લોકશાહી સમર્થક નેતા આંગ સાંગ સૂ કીને સર્વોચ્ચ નાગરિક સન્માન યુએસ કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ  22 એપ્રિલનો ઇતિહાસ : આજે પૃથ્વી દિવસ અને વિશ્વ જળ દિવસ છે, ધરતીનું જતન અને પાણીનું રક્ષણ કરીયે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • રાજેન્દ્ર આર્લેકર (1954) – હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.
 • જ્ઞાનેન્દ્રનાથ મુખર્જી (1893) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા.
 • પંડિતા રમાબાઈ (1858) – પ્રખ્યાત ભારતીય વિદ્વાન મહિલા અને સમાજ સુધારક.
 • વિઠ્ઠલ રામજી શિંદે (1873) – મહારાષ્ટ્રના પ્રખ્યાત અને મોટા સમાજ સુધારકોમાંના એક હતા.
 • જી.પી. શ્રીવાસ્તવ (1889) – હિન્દી સાહિત્યકાર હતા.
 • ધનંજય કીર (1913) – બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવનચરિત્ર લખનાર સાહિત્યકાર હતા.
 • જગન્નાથ કૌશલ (1915) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
 • કક્કનદન (1935) – એક ભારતીય લેખક, નવલકથાકાર અને વાર્તાકાર હતા.
 • અન્નપૂર્ણા દેવી (1927) – સુરબહાર વાદ્ય વગાડનાર એકમાત્ર મહિલા ઉસ્તાદ હતા.
 • વિલ્ફ્રેડ ડિસોઝા (1927) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.

આ પણ વાંચોઃ 21 એપ્રિલનો ઇતિહાસ : ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડેની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • બાબુ કુંવર સિંહ (1857) – ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના સૈનિક.
 • માધવરાવ સપ્રે (1926) – રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારક, પ્રખર ચિંતક, સ્વાતંત્ર્ય સેનાની અને સાર્વજનિક કામગીરી માટે સમર્પિત કાર્યકર.
 • ધીરેન્દ્ર વર્મા (1973) – હિન્દી અને બ્રજભાષાના પ્રખ્યાત કવિ અને લેખક.
 • સત્યજીત રાય (1992) – ડિરેક્ટર, પટકથા લેખક.
 • શમશાદ બેગમ (2013) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત પ્લેબેક સિંગર.
 • ઉષા ગાંગુલી (2020) – પ્રખ્યાત ભારતીય થિયેટર અભિનેત્રી અને ડિરેક્ટર હતા.

Web Title: Today history 23 april world book and copyright day know today important events

Best of Express