Today history આજનો ઇતિહાસ 23 ઓગસ્ટ: આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ

Today history 23 August: આજે 23 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Written by Ajay Saroya
Updated : August 23, 2023 10:26 IST
Today history આજનો ઇતિહાસ 23 ઓગસ્ટ: આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ
ઇન્ડેન્ટર્ડ લેબરની સિસ્ટમની એક વિશિષ્ટ વિશેષતા એ હતી કે તે શરૂઆતથી આશ્ચર્યજનક રીતે સારી રીતે દસ્તાવેજીકૃત હતી, જ્યાં બ્રિટિશ લોકોએ આ સ્થળાંતર કરનારાઓના પ્રસ્થાન, આગમન અને મૃત્યુની નોંધ કરી હતી. (સ્ત્રોત: વિકિમીડિયા કોમન્સ)

Today history 23 August: આજે 23 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ છે. વર્ષ 1914માં જાપાને જર્મની સામે યુદ્ધની ઘોષણા હતી. તો આઝાદી બાદ આજના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના નાયબ વડાપ્રધાન બન્યા હતા. હાલ વિશ્વ જળ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

23 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1821 – મેક્સિકોએ સ્વતંત્રતા જાહેર કરી.
  • 1839 – ચીન સાથેના યુદ્ધમાં બ્રિટને હોંગકોંગ પર કબજો કર્યો.
  • 1914 – જાપાન દ્વારા જર્મની સામે યુદ્ધની ઘોષણા.
  • 1939 – તત્કાલિન સોવિયેત સંઘ અને જર્મની વચ્ચે બિન-આક્રમકતા કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1947 – વલ્લભભાઈ પટેલ ભારતના નાયબ વડાપ્રધાન બન્યા.
  • 1976 – ચીનમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત થયા.
  • 1979 – ઈરાનની સેનાએ કુર્દો સામે મોરચો ખોલ્યો.
  • 1990 – પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ 3 ઓક્ટોબરના રોજ તેમના પુનઃ એકીકરણની જાહેરાત કરી. આર્મેનિયાએ સ્વતંત્રતા જાહેર કરી.
  • 1993 – વર્ષ 2000ની ઐતિહાસિક ઓલિમ્પિક ગેમ્સની યજમાની ઓસ્ટ્રેલિયાના સિડની શહેરને સોંપવામાં આવી.
  • 1997 – અમેરિકાની મિસિસિપી યુનિવર્સિટી મેડિકલ સેન્ટરને ચાર વર્ષ પહેલા હળદરની પેટન્ટ રદ કરવામાં આવી હતી.
  • 1999 – ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે માન્યતાના મુદ્દાઓ પર વાટાઘાટો ફરી શરૂ થઈ.
  • 2002 – અમેરિકાએ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ બંધ કરી દીધું, ઇટાલીએ પાકિસ્તાનમાં કોન્સ્યુલેટ બંધ કરવાની ધમકી આપી.
  • 2003 – બ્રાઝિલમાં પ્રક્ષેપણ પહેલાં અવકાશયાનમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ઘોષણા કરી કે પાકિસ્તાન લઘુત્તમ રક્ષણાત્મક શસ્ત્રો જાળવી રાખશે.
  • 2004 – અમેરિકાના જસ્ટિન ગેટલિન 100 મીટરની સ્પ્રિન્ટ રેસ જીતીને પૃથ્વી પરનો સૌથી ઝડપી દોડવીર બન્યો.
  • 2008 – ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્ય મહિલા આયોગમાં 16 સભ્યોની નિમણૂક કરી છે.
  • 2012 – રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે 30 લોકોના મોત થયા હતા.
  • 2013 – લેબનોનના ત્રિપોલીમાં મસ્જિદ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો |  22 ઓગસ્ટનો ઇતિહાસ : વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે, ગાંધીજીએ વિદેશી કપડાની હોળી કરી

આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ

આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ એ યુનેસ્કો દ્વારા એટલાન્ટિક પારના ગુલામના વેપાર અને તેના અંતની યાદગીરી રૂપે દર વર્ષે 23 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આજના દિવસની તારીખ સંસ્થાના સામાન્ય સંમેલન દ્વારા તેના ૨૯મા અધિવેશનમાં ઠરાવ ૨૯ સી/૪૦ ના સ્વીકાર દ્વારા પસંદ કરવામાં આવી હતી. આ તારીખ એટલા માટે મહત્વની છે કે, 22 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 1971ની રાત્રિ દરમિયાન, સેન્ટ ડોમિન્ગ્યુ (જે હવે હૈતી તરીકે ઓળખાય છે) ટાપુ પર એક બળવો શરૂ થયો હતો જેણે એવી ઘટનાઓને જન્મ આપ્યો હતો જે ટ્રાન્સએટલાન્ટિક ગુલામોના વેપારને નાબૂદ કરવામાં એક મુખ્ય પરિબળ હતું.

આ પણ વાંચો | 21 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ, ભારતમાં ભારતની વન્યજીવ સંરક્ષણ કાયદો પસાર થયો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • કે.કે. (ગાયક) (1968) – પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર હતા.
  • બલરામ જાખડ (1923) – ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ
  • સુખદેવ નંદાજી કાલે (1955) – નવમી લોકસભાના સભ્ય.
  • સાયરા બાનુ (1944) – પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી
  • અન્ના મણિ (1918) – ભારતીય ભૌતિક અને હવામાનશાસ્ત્રી વૈજ્ઞાનિક હતા.
  • ગોવિંદ વિનાયક કરંદીકર (1918) – એક પ્રખ્યાત કવિ, લેખક, અનુવાદક અને વિવેચક હતા જેમણે મરાઠીમાં સાહિત્યકાર રચના કરી હતી.
  • એચ.વી.આર. આયંગર (1902) – ભારતીય રિઝર્વ બેંકના છઠ્ઠા ગવર્નર હતા.
  • રામચંદ્ર કૃષ્ણ પ્રભુ (1883) – ગાંધીજીના અનુયાયી અને પ્રખ્યાત પત્રકાર હતા.
  • રાજકુમાર શુક્લ (1875) – સ્વતંત્રતા સેનાની અને ચંપારણ સત્યાગ્રહના મુખ્ય લોકોમાંના એક.
  • ટી. પ્રકાશમ (1872) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને આંધ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી

આ પણ વાંચો | 20 ઓગસ્ટનો ઇતિહાસ: રાજીવ ગાંધી જન્મજયંતિ – સદભાવના દિવસ; ભારતીય અક્ષય ઉર્જા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કુલદીપ નૈયર (2018) – ભારતના પ્રખ્યાત લેખક અને પત્રકાર.
  • રઘુવંશ (2013) – હિન્દીના પ્રખ્યાત લેખક અને વિવેચક હતા.
  • એ. એન. મૂર્તિ રાવ (2003) – કન્નડ સાહિત્યકાર હતા.
  • આરતી સાહા (1994) – ભારતની પ્રખ્યાત મહિલા સ્વિમર હતી.
  • વિનાયકરાવ પટવર્ધન (1975) – પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક

આ પણ વાંચો | 19 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ ફોટોગ્રાફી દિવસ – એક તસવીર સો શબ્દોની ગરજ સારે છે; વિશ્વ માનવતા દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ