આજનો ઇતિહાસ 23 જૂન : આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ

Today history 23 june : આજે 23 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : June 23, 2023 10:53 IST
આજનો ઇતિહાસ 23 જૂન : આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ
આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Today history 23 june : આજે 23 જૂન 2023 (23 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ છે. ઉપરાંત આજે ઇન્દિરા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ નેતા સંજય ગાંધી તેમજ જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

23 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1953 – જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું કાશ્મીરમાં કેદ દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું.
  • 1980 – ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મોટા પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
  • 1994 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દક્ષિણ આફ્રિકાના સભ્યપદને મંજૂરી આપી, ઉત્તર કોરિયાએ પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધ જાહેર કર્યો.
  • 1995 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 50 વર્ષના ઈતિહાસમાં 100મો ઠરાવ (સાયપ્રસમાં શાંતિ રક્ષકોની મુદત વધારવાના સંબંધમાં) પસાર કર્યો.
  • 2008 – પસંદગી સમિતિએ પ્રખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારની ભલામણ કરી હતી. દેશની અગ્રણી ટાયર નિર્માતા કંપની જેકે ટાયર ઈન્ડિયા લિમિટેડે મેક્સીકન ટાયર કંપની ટોર્નલ અને તેની પેટાકંપનીઓને 270 કરોડ ડોલરમાં હસ્તગત કરી છે.
  • નેપાળની વર્તમાન સરકારે યુએન મિશનના વિસ્તરણને મંજૂરી આપી હતી.
  • 2014- ગુજરાતની ‘રાની કી વાવ’ અને હિમાચલના ‘ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક’ને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
  • 2017- મોહમ્મદ બિન નાયફ પછી સાઉદી અરેબિયાના નવા અનુગામી તરીકે મોહમ્મદ બિન સલમાનની નિમણૂક કરવામાં આવી.

આ પણ વાંચોઃ 22 જૂનનો ઇતિહાસ : વિશ્વ વર્ષાવન દિવસ – જંગલોના નાશ અને ક્લાઇમેટ ચેન્જથી વર્ષાવન પર ખતરો

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ (International Widows Day) સમગ્ર વિશ્વમાં દર વર્ષે 23 જૂને ઉજવાય છે. આ દિવસ વિધવા મહિલાઓની સમસ્યાઓ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા હેતુ ઉજવવામાં આવે છે. આ દિવસ વિધવાઓની સ્થિતિ પર પ્રકાશ ફેંકે છે, જે દર્શાવે છે કે સમાજમાં તેમની કેવી ઉપેક્ષા થાય અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમામ વય, પ્રદેશો અને સંસ્કૃતિઓની વિધવાઓના દરજ્જાને વિશેષ માન્યતા આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 જૂન, 2011ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ઉજવ્યો હતો, જે હવે દર વર્ષે ઉજવાય છે. વિધવાઓ અને તેમના બાળકો સાથે દુર્વ્યવહાર એ માનવ અધિકારોનું સૌથી ગંભીર ઉલ્લંઘન છે અને તે વિકાસમાં સૌથી મોટો અવરોધરૂપ મનાય છે.

દુનિયાભરમાં લાખો વિધવાઓએ ગરીબી, બહિષ્કાર, હિંસા, નિધારા, ખરાબ આરોગ્ય અને કાયદા અને રિવાજમાં ભેદભાવ જેવી સમસ્યાઓ સહન કરવી પડે છે. એક પ્રાથમિક અંદાજ મુજબ 11.5 કરોડ વિધવાઓ ગરીબીમાં જીવે છે અને 8.1 કરોડ શારીરિક શોષણનો સામનો કરે છે. ભારતમાં અંદાજિત 4 કરોડ વિધવાઓ રહે છે. એકલા ઉત્તર પ્રદેશના મથુરા શહેરની વૃંદાવનની શેરીઓમાં 15000 વિધવાઓ રહે છે.

આ પણ વાંચોઃ 21 જૂનનો ઇતિહાસ: વિશ્વ યોગ દિવસ – યોગ કરો રોગ મુક્ત રહો; વિશ્વ સંગીત દિવસ

સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ

સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) દર વર્ષે 23 જૂને વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. વિકાસ પ્રક્રિયામાં નાગરિક સેવાના યોગદાનને પ્રકાશિત કરવા અને સમુદાયમાં નાગરિક સેવાને મહત્વ આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 ડિસેમ્બર 2002ના રોજ એક ઠરાવ પસાર કરીને દર વર્ષે 23 જૂનને ‘સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. સમુદાયના વિકાસ અને સુધારણામાં નાગરિક કર્મચારીઓની ભૂમિકાને ઓળખવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે વિવિધ જાહેર સેવા સંસ્થાઓ અને વિભાગો દ્વારા સમગ્ર વિશ્વમાં આ દિવસની વ્યાપકપણે ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ 20 જૂનનો ઇતિહાસ : વિશ્વ શરણાર્થી દિવસ – દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સંજીવ કુમાર બાલાયન (1972) – ભાજપના નેતા.
  • સૈયદ શાહિદ હકીમ (1939) – ભારતીય ફૂટબોલર હતા.
  • એન. ભાસ્કર રાવ (1936) – તેલુગુ દેશમ પાર્ટીના રાજકારણી.
  • પ્રદીપ કુમાર બેનર્જી (1936) – ભારતના ફૂટબોલ ખેલાડી.
  • ચંડી પ્રસાદ ભટ્ટ (1934) – ગાંધીવાદી વિચારક અને સામાજિક કાર્યકર.
  • વીરભદ્ર સિંહ (1934) – હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી.
  • રાજેન્દ્રનાથ લાહિરી (1901) – ભારતના અમર શહીદ વિખ્યાત ક્રાંતિકારી.
  • એલેન ટ્યુરિંગ (1912) – એક અંગ્રેજી ગણિતશાસ્ત્રી અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા.

આ પણ વાંચોઃ 19 જૂનનો ઇતિહાસ : રાષ્ટ્રીય ઘડિયાળ દિવસ, વર્લ્ડ એથનિક ડે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • નિર્મલા જોશી (2015) – મધર ટેરેસાની સંસ્થા ‘મિશનરીઝ ઑફ ચેરિટીઝ’ના વડા હતા.
  • બાલાજી બાજીરાવ (1761) – મહાન મરાઠા પેશ્વા.
  • શ્યામા પ્રસાદ મુખર્જી (1853)- મહાન શિક્ષણવિદ્, વિચારક તેમજ ‘ભારતીય જનસંઘ’ના સ્થાપક.
  • ગંગાપ્રસાદ વર્મા (1914) – રાજકારણી અને સમાજ સુધારક.
  • ગિજુભાઈ બધેકા (1939) – ગુજરાતી ભાષાના લેખક અને મહાન શિક્ષણવિદ
  • શ્રીપ્રકાશ (1971) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને પાકિસ્તાનના પ્રથમ હાઈ કમિશનર હતા.
  • સંજય ગાંધી (1980) – ઈન્દિરા ગાંધીના નાના પુત્ર.
  • વી.વી ગિરી (1980) – ભારતના ચોથા રાષ્ટ્રપતિ

આ પણ વાંચોઃ 18 જૂનનો ઇતિહાસ : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ