/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-66.jpg)
કર્ણાટકના ઝાંસીની રાણી કહેવાતા મહારાણી ચેન્નમાનો જન્મદિવસ 23 ઓક્ટોબર,વર્ષ 1778માં થયો હતો. (Photo - wikipedia.org)
Today history 23 October : આજે 23 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે કર્ણાટકના ઝાંસીના રાણી કહેવાતી વીરાંગના રાણી ચેન્નમ્માની તેમજ પહેલા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ બનનાર રાજકારણી ભૈરોસિંહ શેખાવતની જન્મજંયતિ છે. વર્ષ 1764માં બક્સરના યુદ્ધમાં મીર કાસિમનો પરાજય થયો હતો. આજે ભારતીય ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને ભારતની અગ્રણી ટેલિકોમ કંપની એરટેલના ચેરમેન સુનીલ મિત્તલનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
23 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1764 - બક્સરના યુદ્ધમાં મીર કાસિમનો પરાજય થયો.
- 1910 - બ્લાંશ એસ. સ્કોટ અમેરિકામાં એકલા વિમાન ઉડાડનાર પ્રથમ મહિલા બન્યા.
- 1915 - ન્યૂયોર્કમાં લગભગ 25,000 મહિલાઓએ મતદાનના અધિકારની માંગ સાથે પ્રદર્શન કર્યું.
- 1942 - અલ અલામીનના યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ જર્મન સૈન્યને હરાવ્યું.
- 1943 - નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની 'ઝાંસી કી રાની બ્રિગેડ'ની સ્થાપના કરી.
- 1946 - ત્રિગવેલી (નોર્વે) સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રથમ જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી. ન્યુયોર્કમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક યોજાઇ હતી.
- 1958 - રશિયન કવિ અને નવલકથાકાર બોરિસ પેસ્ટર્નકને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર.
- 1973 - યુએસ પ્રમુખ રિચાર્ડ એમ. નિક્સન વોટરગેટ કેસમાં ટેપ રિલીઝ કરવા સંમત થયા.
- 1978 - ચીન અને જાપાને ઔપચારિક રીતે ચાર દાયકાની દુશ્મનાવટનો અંત કર્યો.
- 1980 - લિબિયા અને સીરિયા દ્વારા એકીકરણની જાહેરાત.
- 1989 - હંગેરીએ પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું. સોવિયેત યુનિયનથી આઝાદીના 33 વર્ષ પછી હંગેરી એક સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું.
- 1998 - પાકિસ્તાને કાશ્મીર સમસ્યાનું સમાધાન આત્મનિર્ણય દ્વારા લાવવાની તેની માંગનો પુનરોચ્ચાર કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને તેની પ્રથમ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું.
- 2000 - ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ લી સાથે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ મેડલિન આલ્બ્રાઈટની ઐતિહાસિક મુલાકાત.
- 2001 - નાસાના માર્સ ઓડિસી અવકાશયાન મંગળની પરિક્રમા કરવાનું શરૂ કરે છે. એપલે બજારમાં iPod લોન્ચ કર્યું
- 2003 - 30 થી 35 પરમાણુ બોમ્બ હોવાની પુષ્ટિ. માઓવાદી હિંસા એ નેપાળના ભૂતપૂર્વ મંત્રીના ઘરને બોમ્બથી ઉડાવ્યું. ભારત અને બલ્ગેરિયાએ પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા. ઈરાને તેનો પરમાણુ રિપોર્ટ ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને સુપરત કર્યો છે. વિશ્વના એકમાત્ર સુપરસોનિક એરક્રાફ્ટ કોનકોર્ડે ન્યૂયોર્કથી છેલ્લી ઉડાન ભરી હતી.
- 2006 - સૂડાન સરકારે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતને દેશ છોડવાનો આદેશ આપ્યો.
- 2007 - કેમ્બ્રિજ યુનિવર્સિટીએ સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આર.કે. રાઘવનને તેના નવા સલાહકાર બોર્ડમાં નિયુક્ત કર્યા.
- 2008 - નવું કંપની બિલ 2008 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું.
- 2011 - તુર્કીના વાન પ્રાંતમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 582 લોકોના મોત, હજારો ઘાયલ.
આ પણ વાંચો | 22 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈસરોએ ચંદ્રયાન-1 લોન્ચ કર્યુ હતું, રાષ્ટ્રીય અખરોટ દિવસ કેમ ઉજવાય છે?
23 ઓક્ટોબરની જન્મજયંતિ
- રંજન સોઢી (1979) - ભારતીય ડબલ ટ્રેપ નિશાનેબાજ.
- અરવિંદ અડિગ (1974) - અંગ્રેજી ભાષાના ભારતીય લેખક.
- શોભા કરંદલાજે (1966) - ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- રાણી ચેન્નમ્મા (1778) - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સમાન કર્ણાટકની વીરાંગના અને સ્વાતંત્ર્ય સેનાની, .
- ખંડુભાઈ દેસાઈ (1898) - શ્રમિક નેતા
- ભૈરોસિંહ શેખાવત (1923) - રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ.
- દેવેન વર્મા (1937) - હિન્દી સિનેમાના હાસ્ય કલાકાર.
- સુનીલ મિત્તલ (1957) - ભારતીય ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલના ચેરમેન.
- મિર્ઝા ઈસ્માઈલ (1883) - 1908માં મૈસુરના મહારાજાના સહાયક સચિવ હતા.
આ પણ વાંચો | 21 ઓક્ટોબરનો ઇતિહાસ : પોલીસ સ્મૃતિ દિવસ કેમ ઉજવાય છે? આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી?
23 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- મીનુ મુમતાઝ (2021) - ભારતીય અભિનેત્રી.
- સુનીલ ગંગોપાધ્યાય (2012) - સરસ્વતી સન્માનથી સન્માનિત પ્રખ્યાત બંગાળી સાહિત્યકાર હતા.
- નેલી સેનગુપ્તા (1973) - પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી.
- ભોલાશંકર વ્યાસ (2005) - કાશી (હાલનું બનારસ) ના પ્રખ્યાત સાહિત્યકાર.
- સુબેદાર જોગીન્દર સિંહ (1962) - પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
આ પણ વાંચો | 20 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ; આંતરરાષ્ટ્રીય શેફ ડે કેમ ઉજવાય છે?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us