scorecardresearch

આજનો ઇતિહાસ 24 ફેબ્રુઆરી – સેન્ટ્રલ એક્સાઇઝ દિવસની ઉજવણી અને પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું

Today history 24 February : આજે 24 ફેબ્રુઆરી 2023 (24 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ (Central Excise Day) ઉજવવામાં આવે છે. તો વર્ષ 1822માં આજના દિવસે અમદાવાદના કાલુપુરમાં દુનિયાના પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું (kalupur swaminarayan mandir)ઉદ્ઘાટન થયું હતું. આજે સ્વર્ગીય મુખ્યમંત્રી જયલલિતાનો (jayalalitha) જન્મદિન છે તો અભિનેત્રી શ્રીદેવીનું (sridevi) અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (24 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 24 February
આજનો ઇતિહાસ : 24 ફેબ્રુઆરી – પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન અને સેન્ટ્રલ એક્સાઇઝ દિવસની ઉજવણી

Today history 24 February : આજે તારીખ 24 ફેબ્રુઆરી, 2023 (24 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે,જે દેશમાં 24 ફેબ્રુઆરી, 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના (central excise and salt act 1944) અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે. વર્ષ 1822માં આજના દિવસે અમદાવાદના કાલુપુરમાં દુનિયાના પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. વર્ષ 2008માં મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો હતો.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિની વાત કરીયે તો આજે તમિલનાડુના સ્વર્ગીય મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષના લોકપ્રિય નેતા જયલલિતાનો વર્ષ 1948માં તેમજ પ્રખ્યાત અરબ પ્રવાસ અને વિદ્વાન- લેખક ઇબન બતૂતાનો વર્ષ 1304માં જન્મ થયો હતો. આજે હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી, ફિલ્મ કલાકાર લલિતા પવાર અને હૈદારબાદના અંતિમ નિઝામ ઉસ્માન અલીનું અવસાન થયુ હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (24 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

24 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1739 – કરનાલના યુદ્ધમાં તુર્કના નાદિરશાહે મુઘલ સમ્રાટ આલમની ભારતીય સેનાને હરાવી.
  • 1821 – મેક્સિકો એ સ્પેન પાસેથી આઝાદી મેળવી.
  • 1822 – અમદાવાદમાં દુનિયાના પ્રથમ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું.
  • 1882 – આજના દિવસે ચેપી રોગ ટીબીની ઓળખ કરવામાં આવી હતી.
  • 1894 – નિકારાગુઆ એ હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પા પર કબજો કર્યો.
  • 1895 – ક્યુબામાં આઝાદીની લડાઈ શરૂ થઈ.
  • 1976 – આર્જેન્ટિનામાં સેનાના પ્રમુખો દ્વારા બળજબરીથી સત્તા પર કબજો, રાષ્ટ્રપતિ શ્રીમતી પેરેનની ધરપકડ કરવામાં આવી અને સંસદ ભંગ કરવામાં આવી.

આ પણ વાંચોઃ 23 ફેબ્રુઆરીનો ઇતિહાસ – કર્મચારી ભવિષ્ય નિધિ કાયદો બન્યો, ક્રાંતિકારી સરદાર અજીત સિંહનો જન્મદિન

  • 2001 – પાકિસ્તાન ભારત સાથે પરમાણુ નિવારણની માટે મંત્રણા કરવા માટે તૈયાર.
  • 2003 – ચીનના જિજિયાંગ પ્રાંતમાં ભયંકર ભૂકંપને કારણે 257 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 2004 – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મિખાઇલ કાસ્યાનોવને તેમના પદ પરથી હટાવ્યા.
  • 2006 – ફિલિપાઇન્સમાં સત્તાપલટના પ્રયાસ બાદ કટોકટી લાગુ કરવામાં આવી.
  • 2008 – મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો.
  • 2013 – રાઉલ કાસ્ટ્રો બીજા કાર્યકાળ માટે ક્યુબાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

આ પણ વાંચોઃ 22 ફેબ્રુઆરીનો ઇતિહાસ – કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ

સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day)

ભારતમાં દર વર્ષે 24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અર્થતંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના યોગદાનને સન્માનવાનો છે. આ ઉપરાંત સંસ્થાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મહેનતને સન્માનિત કરવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વર્ષ 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ 21 ફેબ્રુઆરીનો ઇતિહાસ – વિશ્વ માતૃભાષા દિવસ, સ્વંત્રતતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મૌઉમા દાસ (1984) – ભારતની ટેબલ ટેનિસ ખેલાડી.
  • બાબર (1483) – પ્રથમ મુઘલ શાસક.
  • શારદા મુખર્જી (1919) – ભારતના રાજકારણી હતા.
  • તલત મેહમૂદ (1924) – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક અને અભિનેતા.
  • જોય મુખર્જી (1939) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા નિર્દેશક.
  • જયલલિતા (1948) – તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષના લોકપ્રિય નેતા હતા.
  • ઇબન બતૂતા (1304) – પ્રખ્યાત આરબ પ્રવાસી, વિદ્વાન અને લેખક.

આ પણ વાંચોઃ 20 ફેબ્રુઆરીનો ઇતિહાસ : અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સરદૂલ સિકંદર (2021) – પંજાબી ભાષાના લોક અને પોપ સંગીત સાથે સંકળાયેલા પ્રખ્યાત ગાયક અને અભિનેતા હતા.
  • શ્રીદેવી (2018) – બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી.
  • લલિતા પવાર (1998) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત કલાકાર.
  • રુક્મિણી દેવી અરુંડેલ (1986) – ભરતનાટ્યમના પ્રખ્યાત ડાન્સર હતા.
  • ઓસ્માન અલી (1967) – હૈદરાબાદના છેલ્લા નિઝામ
  • અનંત પાઈ (2011)- ભારતીય શિક્ષણશાસ્ત્રી, અમર ચિત્રકથાના સ્થાપક હતા.

આ પણ વાંચોઃ 19 ફેબ્રુઆરીનો ઇતિહાસ – છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, રેલવેમાં કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશન સિસ્ટમ શરુ થઇ

Web Title: Today history 24 february central excise day swaminarayan mandir know today important events

Best of Express