Today history 24 july: આજે 24 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ છે. વર્ષ 2014થી દુનિયાભરમાં આ દિવસની ઉજવણી કરાય છે. આજે ભારતીય ઉદ્યોગપતિ અઝિમ પ્રેમજી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
24 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
- 1830 – ચિલીમાં ગુલામી નાબૂદ કરવામાં આવી.
- 1890 – સોરાબજાર ઇંગ્લિશ ફૂટબોલ ટીમ ઇસ્ટ સરેને હરાવનાર પ્રથમ ભારતીય ટીમ બની.
- 1911 – હરમ બેહન દ્વારા મય સંસ્કૃતિનું લુપ્ત થયેલુ શહેર માચુપિચ્ચુને શોધવામાં આવ્યું.
- 1923- લૌઝેનની સંધિ. આધુનિક તુર્કીની સરહદો ગ્રીસ, બલ્ગેરિયા અને પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ અન્ય દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં આ સંધિ દ્વારા સ્થાયી થઈ હતી.
- 1932- રામકૃષ્ણ મિશન સેવા સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
- 1969 – એપોલો-11 સફળતાપૂર્વક પેસિફિક મહાસાગરમાં ઉતર્યું.
- 1977 – ચાર દિવસીય લિબિયા-ઇજિપ્ત યુદ્ધ થયું.
- 1989 – મોટાભાગના વિપક્ષી સાંસદોએ લોકસભામાંથી રાજીનામું આપ્યું જેને સ્વીકારવામાં આવ્યું.
- 1999- બ્રિટનના લિવરપુલમાં પ્રથમ ‘સાર્વભૌમિક મહિલા ધર્મસભા’નું આયોજન, અમેરિકન અવકાશયાન કોલંબિયાનું સફળ પ્રક્ષેપણ.
- 2002 – યુરોપિયન યુનિયને સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ફંડમાં વધુ 3.2 કરોડ યુરો આપવાનું નક્કી કર્યું.
- 2004 – ઇટાલીએ ભારતીય પ્રવાસીઓ માટે સાત વિઝા કોલ સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું.
- 2005 – કોરિયન વિસ્તારને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવા માટે ઉત્તર અને કોરિયા વચ્ચે સહમતિ બની હતી.
- 2006 – પ્યૂર્ટો રિકોની સુંદરતા ઝુલેખા રિવેરા મેન્ડોઝાને ગુસ યુનિવર્સ, 2006 માટે પસંદ કરવામાં આવી.
- 2008 – ફ્રાન્સમાં ટ્રિકેસ્ટિન ન્યુક્લિયર પ્લાન્ટમાં લીક થવાથી લગભગ 100 લોકો પ્રભાવિત થયા હતા.
રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ (National Thermal Engineer Day)
રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ (National Thermal Engineer Day) દર વર્ષે 24 જુલાઇના રોજ ઉજવાય છે. ઉષ્મા-ઉર્જા અને તેની સંબંધિત પ્રક્રિયાઓને સમજવા, વિકાસ કરવા અને તેનો ઉપયોગ કરવાના મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા 24 જુલાઈના રોજ રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર્સ દિવસ ઉજવવાનું શરૂ થયું.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- પન્નાલાલ ઘોષ (1911) – ભારતના પ્રખ્યાત વાંસળીવાદક.
- નાજીશ પ્રતાપગઢી (1924) – ઉર્દૂના પ્રખ્યાત કવિ.
- કેશુભાઈ પટેલ (1928) – ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- રામપાલ ઉપાધ્યાય (1935) – 12મી લોકસભાના સભ્ય.
- કાંતિલાલ હસ્તીમલ સંચેતી (1936) – ભારતીય ઓર્થોપેડિક ડૉક્ટર છે.
- મનોજ કુમાર (1937) – ભારતીય ફિલ્મ અભિનેતા
- જી. સી. મલ્હોત્રા (1943) – ભારતની લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ.
- અઝીમ પ્રેમજી (1945) – ભારતીય ઉદ્યોગપતિ અને વિપ્રો લિમિટેડ કંપનીના સ્થાપક.
- સત્યપાલ મલિક (1946) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- પંકજ અડવાણી (1985) – પ્રખ્યાત ભારતીય બિલિયર્ડ અને સ્નૂકર ખેલાડી
- શંકર બાલ કૃષ્ણ દીક્ષિત (1853) – જ્યોતિષશાસ્ત્રના મરાઠી વિદ્વાન હતા.
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- અમલા શંકર (2020) – પ્રખ્યાત ભારતીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર.
- યશપાલ (વૈજ્ઞાનિક) (2017) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્ર
- ઉડુપી રામચંદ્ર રાવ (2017) – ભારતના અવકાશ વૈજ્ઞાનિક અને ISRO/ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા.
- તરુણ રામ ફુકન (1939) – આસામના સામાજિક કાર્યકર
- ઉત્તમ કુમાર (1980) – ભારતીય સિનેમામાં હિન્દી અને બાંગ્લા ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.