Today history 24 june : આજે 24 જૂન 2023 (24 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અકબરના સૈન્યને હંફાવનાર મહાન વીરાંગના રાણી દુર્ગાવતીનો બલિદાન દિવસ છે. તેઓ વર્ષ 1564માં આજના દિવસે મુઘલ સૈન્ય સામે લડતા લડતા વીરગતિને પામ્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
24 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1922 – વેમર રિપબ્લિકના વિદેશમંત્રી વોલ્ટર રાથેનાઉની હત્યા કરવામાં આવી. હત્યારાઓની 17 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.
- 2004 – જ્હોન નેગ્રોપોટ ઇરાકમાં પ્રથમ અમેરિકી રાજદૂત બન્યા.
- 2005 – અમેરિકાએ સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદના ભારતના દાવાને માન્યતા આપી.
- 2006 – ફિલિપાઇન્સમાં ફાંસીની સજા નાબૂદ કરવામાં આવી.
- 2007 – ઈરાકી હાઈ ટ્રિબ્યુનલે સદ્દામ હુસૈનના પિતરાઈ ભાઈ અલી હસન અલ મજીદ ઉર્ફે કેમિકલ અલી સહિત ત્રણ લોકોને મૃત્યુદંડની સજા ફટકારી.
- 2008- નેપાળના વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
આ પણ વાંચોઃ 23 જૂનનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- જગન્નાથ મિશ્રા (1937) – બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા.
- અનીતા દેસાઈ (1937) – અંગ્રેજી સાહિત્યના પ્રખ્યાત લેખિકા.
- ઓમકારનાથ ઠાકુર (1897) – પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સંગીતકાર અને હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક
- તારા સિંહ (1885) – પ્રખ્યાત રાજકારણી અને કટ્ટર શીખ નેતા.
- દામોદર હરિ ચાપેકર (1869) – ભારતના ક્રાંતિકારી વીર શહીદ.
- વિશ્વનાથ કાશીનાથ રાજવાડે (1863) – એક પ્રખ્યાત ભારતીય લેખક, ઇતિહાસકાર, શ્રેષ્ઠ વક્તા અને વિદ્વાન હતા.
આ પણ વાંચોઃ 22 જૂનનો ઇતિહાસ : વિશ્વ વર્ષાવન દિવસ – જંગલોના નાશ અને ક્લાઇમેટ ચેન્જથી વર્ષાવન પર ખતરો
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- અવધાનમ સીતા રમણ (2001) – ભારતીય લેખક અને પત્રકાર હતા.
- દરબાન સિંહ નેગી (1950) – પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ રાજનો સૌથી મોટો યુદ્ધ પુરસ્કાર “વિક્ટોરિયા ક્રોસ” મેળવનાર ભારરતીય સૈનિક.
- પંડિત શ્રદ્ધારામ શર્મા (1881) – ‘ઓમ જય જગદીશ હરે’ આરતીના સર્જક અને હિન્દી, પંજાબીના પ્રખ્યાત લેખક અને સ્વતંત્રતા સેનાની.
- રાણી દુર્ગાવતી (1564) – ભારતીય ઇતિહાસના મહાન પરાક્રમી વીરાંગના મહારાણી હતા.
આ પણ વાંચોઃ 21 જૂનનો ઇતિહાસ: વિશ્વ યોગ દિવસ – યોગ કરો રોગ મુક્ત રહો; વિશ્વ સંગીત દિવસ
રાણી દુર્ગાવતી બલિદાન દિવસ
રાણી દુર્ગાવતી ભારતના ઇતિહાસમાં મહાન પરાક્રમી મહારાણી તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે મુઘલ બાદશાહ અકબરના સૈન્ય વિરુદ્ધ જબલપુરના યુદ્ધ મેદાનમાં લડતા લડતા 24 જૂન વર્ષ 1554માં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. આમ આજે રાણી દુર્ગાવતીનો બલીદાન દિવસ છે. તેઓ ભારતના ગોંડવાના સામ્રાજ્યના પ્રખ્યાત વીરાંગના હતા, તેમનો જન્મ 5 ઓક્ટોબર, વર્ષ 1524માં કાલિંજરના રાજા કીરત રાય ચંદેલ (દ્વિતીય)ને ત્યાં થયો હતો. તેમના લગ્ન દલપત શાહ મડાવી સાથે થયા હતા, જે ગોંડવાના રાજ્યના રાજા સંગ્રામ શાહ મડાવીના પુત્ર હતા. અકબરની સેના સામે અને તેના સામ્રાજ્ય માટે લડેલા યુદ્ધ માટે તેને યાદ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ 20 જૂનનો ઇતિહાસ : વિશ્વ શરણાર્થી દિવસ – દુનિયાભરમાં 2.71 કરોડ લોકો શરણાર્થીઓ છે