Today history 24 October : આજે 24 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પોલિયો દિવસ છે. શરીરના અંગો પર હુમલો કરતી પોલિયોની બીમારી વિશે જાગૃતિ લાવવા અને નાબૂદ કરવા માટે વર્લ્ડ પોલિો ડે ઉજવાય છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો સ્થાપના દિવસ છે. ઉપરાંત આજે ભાજપના યુવા નેતા અનુરાસ ઠાકુર, ભારતના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ અને મુઘલ સામ્રાજ્યના છેલ્લા બાદશાહ બહાદુર શાહ ઝફરનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
24 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1577 – ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર શહેરની સ્થાપના કરી, શહેરનું નામ તળાવ અમૃત સરોવર પરથી રાખવામાં આવ્યું.
- 1579 – જેસુઈટ પાદરી એસ.જે. થોમસ ભારત આવનાર પ્રથમ અંગ્રેજ હતા, તેઓ પોર્ટુગીઝ બોટમાં ગોવા પહોંચ્યા હતા.
- 1605 – મુઘલ શાસક જહાંગીરે આગ્રામાં ગાદી સંભાળી.
- 1657 – કલ્યાણ અને ભિવંડી શાસન હેઠળ આવ્યું.
- 1945 – બીજા વિશ્વયુદ્ધના અંતના માત્ર એક મહિના પછી, વિશ્વમાં શાંતિ જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએનઓ)ની સ્થાપના કરવામાં આવી.
- 1946 – પ્રથમ વખત રોકેટ દ્વારા અવકાશમાંથી પૃથ્વીની તસવીર લેવામાં આવી.
- 1947 – પાકિસ્તાની કબાલિયાઓએ જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો.
- 1948 – સીનેટ યુદ્ધ તપાસ સમિતિ સમક્ષના ભાષણમાં બર્નાર્ડ બરુચે પ્રથમ વખત ‘કોલ્ડ વોર’ શબ્દનો ઉપયોગ કર્યો.
- 1975 – બંધુઆ મજૂરીની પ્રથાને સમાપ્ત કરવા માટે એક વટહુકમ લાવવામાં આવ્યો અને તે બીજા દિવસથી અમલમાં આવ્યો.
- 1982 – સુધા માધવન મેરેથોનમાં દોડનારી પ્રથમ મહિલા એથ્લેટ બની.
- 1984 – કોલકાતામાં એસ્પ્લાનેડ અને ભવાનીપુર વચ્ચે પ્રથમ મેટ્રો ટ્રેન (અંડરગ્રાઉન્ડ ટ્રેન) શરૂ થઈ.
- 2000 – દક્ષિણ કોરિયાએ લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ ન કરવાની ઘોષણા કરી.
- 2001 – નાસાનું 2001 માર્સ ઓડિસી અવકાશયાન મંગળની આસપાસની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું.
- 2004 – બ્રાઝિલે અવકાશમાં પ્રથમ સફળ રોકેટ પરીક્ષણ કર્યું.
- 2005 – ન્યુઝીલેન્ડ-ભારત નવા હવાઈ સેવા કરાર માટે સંમત થયા.
આ પણ વાંચો | 23 ઓક્ટોબરનો ઇતિહાસ : રાણી ચેન્નમ્મા કોણ છે? કર્ણાટકના ઝાંસીના રાણી કોને કહેવાય છે?
વિશ્વ પોલિયો દિવસ (World Polio Day)
વિશ્વ પોલિયો દિવસ (World Polio Day) દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પોલિયો જેવા રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પોલિયો એક ચેપી રોગ છે, જે આખા શરીરને અસર કરે છે. મોટાભાગે બાળકો આ રોગનો ભોગ બને છે. પોલિયોને ‘પોલીયોમાઇલાઇટિસ’ અથવા ‘બાળ અંગઘાત’ પણ કહેવાય છે. આ એક રોગ છે જેણે ઘણા દેશોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. જોકે વિશ્વના મોટાભાગના દેશોમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે, પરંતુ હજુ પણ વિશ્વના ઘણા દેશોમાંથી આ બીમારી સંપૂર્ણપણે નાબૂદ થઇ શકી નથી.
આ પણ વાંચો | 22 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈસરોએ ચંદ્રયાન-1 લોન્ચ કર્યુ હતું, રાષ્ટ્રીય અખરોટ દિવસ કેમ ઉજવાય છે?
24 ઓક્ટોબરની જન્મજયંતિ
- અનુરાગ ઠાકુર (1974) – ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના યુવા નેતા.
- મલ્લિકા શેરાવત (1972) – હિન્દી ફિલ્મ અભિનેત્રી.
- કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન (1940) – ભારતના પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક.
- સંજીવ ચટ્ટોપાધ્યાય (1936) – બંગાળી ભાષાના નવલકથાકાર અને લઘુ ર્તા લેખક હતા.
- આર. કે. લક્ષ્મણ (1921) – ભારતના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ.
- જીવન (1915) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કલાકાર.
- લક્ષ્મી સહગલ (1914) – સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર.
- અશોક મહેતા (1911) – સમાજવાદી પાર્ટીના નેતા, સંસદસભ્ય.
- પ્રેમનાથ ડોગરા (1884) – જમ્મુ અને કાશ્મીરના નેતા હતા.
- બહાદુર શાહ ઝફર (1775) – મુઘલ સામ્રાજ્યના છેલ્લા બાદશાહ.
આ પણ વાંચો | 21 ઓક્ટોબરનો ઇતિહાસ : પોલીસ સ્મૃતિ દિવસ કેમ ઉજવાય છે? આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી?
24 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- સીતારામ કેસરી (2000) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા.
- ગ્લેડવિન જેબ (1996) – સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ મહાસચિવની ચૂંટણી સુધી કાર્યકારી સેક્રેટરી જનરલ.
- ઈસ્મત ચુગતાઈ (1991) – ભારતના પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર
- રફી અહેમદ કિડવાઈ (1954) – સ્વતંત્રતા સેનાની અને રાજકારણી
- ધરમપાલ (2006) – ભારતના મહાન ગાંધીવાદી, વિચારક, ઇતિહાસકાર અને ફિલોસૂફર.
- મન્ના ડે (2013) – પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મોના ગાયક કર્યા.
- ગિરિજા દેવી (2017) – પ્રખ્યાત ઠુમરી ગાયિકા હતી.
- ટી.એસ. મિશ્રા (2005) – ભારતના આસામ રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
આ પણ વાંચો | 20 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ; આંતરરાષ્ટ્રીય શેફ ડે કેમ ઉજવાય છે?