Today history 24 September : આજે 24 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ નદી દિવસ અને વર્લ્ડ બોલીવુડ ડે છે. તેમજ આજે ભારતના મહાન મહિલા સ્વતંત્રતા સેનાની ભીકાજી કામાની જન્મજયંતિ છે. વર્ષ 1948માં આજના દિવસ હોન્ડા મોટર કંપનીની સ્થાપના થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
24 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1688 – ફ્રાન્સે જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1726 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બોમ્બે, કલકત્તા અને મદ્રાસમાં મ્યુનિસિપલ અને મેયરની કોર્ટ બનાવવા માટે અધિકૃત કરવામાં આવી.
- 1789 – અમેરિકામાં એટર્ની જનરલની ઓફિસ બનાવવામાં આવી.
- 1932 – ડૉ. ભીમરાવ આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે પૂણેની યરવડા સેન્ટ્રલ જેલમાં ‘દલિતો’ માટે એસેમ્બલીમાં બેઠકો મેળવવા માટે ખાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- 1932 – બંગાળની ક્રાંતિકારી રાષ્ટ્રવાદી પ્રીતિલતા વચનબદ્ધ દેશની આઝાદી માટે પોતાનું જીવન બલિદાન આપનારી પ્રથમ મહિલા બની.
- 1948 – હોન્ડા મોટર કંપનીની સ્થાપના.
- 1965 – સાઉદી અરેબિયા અને ઇજિપ્ત વચ્ચે યમન અંગે કરાર.
- 1968 – દક્ષિણ આફ્રિકાનો દેશ સ્વાઝીલેન્ડ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
- 1971 – બ્રિટને જાસૂસીના આરોપસર 90 રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.
- 1978 – ભૂતપૂર્વ સોવિયેત સંઘે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1979 – ઘાનાએ બંધારણ અપનાવ્યું.
- 1990 – પૂર્વ જર્મનીએ પોતાને વોર્સો કરારથી અલગ કરી દીધું.
- 1996 – યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1996 – વ્યાપક પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર થવાનું શરૂ થયું, સંયુક્ત રાષ્ટ્રના આ સંધિ પર હસ્તાક્ષર કરનાર અમેરિકા પ્રથમ દેશ હતો.
- 2003 – ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેક શિરાકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની ઉમેદવારીને ટેકો આપ્યો.
- 2005 – IAEA ઈરાનના પરમાણુ કાર્યક્રમના મુદ્દાને સુરક્ષા પરિષદમાં મોકલવાનો નિર્ણય કર્યો.
- 2007 – મ્યાનમારની સૈન્ય સરકાર વિરુદ્ધ રાજધાની યાંગૂનમાં એક લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા.
- 2008 – ચીન અને નેપાળે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય ક્રિકેટર કપિલ દેવને એક સમારોહમાં આર્મી ચીફ જનરલ દીપક કપૂર દ્વારા ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
- મદ્રાસ હાઈકોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની અને અન્ય બે દોષિતોની સમય પહેલા મુક્તિની અરજી ફગાવી દીધી હતી.
- 2009 – દેશના પ્રથમ ચંદ્રયાન-1 એ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી.
- 2013 – પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 515 લોકોના મોત થયા.
- 2014 – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ઉપગ્રહ મંગળયાન સફળતાપૂર્વક મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યો.
વિશ્વ નદી દિવસ (World Rivers Day)
વિશ્વ નદી દિવસ (World Rivers Day) દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવે છે. વર્ષ 2023માં સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર 24 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. વર્ષ 2005માં પ્રખ્યાત નદી પર્યાવરણવાદી માર્ક એન્જેલોએ સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપ્યું. જીવન માટે પાણી અભિયાનના ભાગરૂપે, તેઓ નાજુક જળાશયો વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં હાજર રહ્યા હતા. એન્જેલોએ ખૂબ વિચારણા કર્યા પછી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત નદી છે. નદી માનવ સંસ્કૃતિના વિકાસ, જતન, રક્ષણમાં મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ માનવજાતે પોતાના સ્વાર્થ અને વિકાસની લાલસામાં નદીઓને પ્રદૂષિત કરી દીધી છે, જેમના વહેણમાં મોટા ડેમ બનાવી દીધા છે. વિશ્વ નદી દિવસ આપણને નદીના મહત્વ, તેના રક્ષણ અને – સંરક્ષણના મહત્વ વિશે સમજાવવા અને તેને પ્રદૂષણથી બચાવવા લોકોને જાગૃત કરવા ઉજવાય છે.
સમગ્ર દુનિયામાં 1,50,000 થી વધુ નદીઓ છે. નદીઓ પૃથ્વી ગ્રહની ઇકોલોજીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમા લગભગ 400 જેટલી મુખ્ય નદીઓ છે, જેમાં સૌથી મોટી નદી ગંગા અને સૌથી નાની નદી રાજસ્થાનની અરવદી નદી છે. ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને નદીઓનો દેશ કહેવામાં આવે છે અને ત્યાં લગભગ 700 જેટલી નદીઓ વહે છે. બીજી રસપ્રદ વાત એ પણ છે કે, દુનિયામાં 18 દેશ એવા પણ છે જ્યાં એક પણ નદી નથી.
વિશ્વ બોલીવુડ દિવસ (World Bollywood Day)
વર્લ્ડ બોલીવુડ દિવસ (World Bollywood Day) દર વર્ષે 24 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય છે. કદાચ ભારત એવો દેશ છે જ્યાં સૌથી વધુ અને વિવિધ ભાષાઓમાં ફિલ્મો બને છે. વર્લ્ડ બોલિવૂડ ડેની ઉજવણી બોલિવૂડ સિનેમાના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વની ઉજવણી હેતુ કરવામાં આવી છે. વિશ્વ બોલિવૂડ દિવસ નિમિત્તે થિયેટર, સાંસ્કૃતિક કેન્દ્રો અને આઉટડોર સ્થળોએ પણ ક્લાસિક અને સમકાલીન બોલિવૂડ ફિલ્મોની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બોલીવુડની પહેલી ફિલ્મ ‘રાજા હરિચન્દ્ર’ હતી, જે વર્ષ 1913માં રિલિઝ થઇ હતી. તો કિસાન કન્યા ભારતની પહેલી રંગીન ફિલ્મ હતી. ભારતમાં દર વર્ષે લગભગ 1000 જેટલી ફિલ્મો બને છે અન દુનિયાભરમાં જે જોવામાં આવે છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- પ્રતાપ નારાયણ મિશ્રા (1856) – હિન્દી બોલી અને ‘ભારતેન્દુ યુગ’ના પ્રણેતા.
- મેડમ ભીખાઈજી (મેડમ કામા) (1861)- ભારતના મહિલા ક્રાંતિકારી.
- ઓતાર સિંહ પેન્ટલ (1925) , ભારતીય તબીબી વૈજ્ઞાનિક.
- મોહિન્દર અમરનાથ (1950) – ભૂતપૂર્વ પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી.
- પંકજ પચૌરી (1963) – વરિષ્ઠ ટેલિવિઝન પત્રકાર.
- અમીરા શાહ (1979) – ભારતીય ઉદ્યોગસાહસિક જે મેટ્રોપોલિસ હેલ્થ કેરના મેનેજિંગ ડિરેક્ટર છે.
- લિમ્બા રામ (1971) – ભારતના પ્રથમ પ્રસિદ્ધ તીરંદાજ, જેમણે વિશ્વ સ્તરે તીરંદાજીના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી.
- આરતી સાહા (1940) – ભારતની પ્રખ્યાત મહિલા સ્વિમર હતી.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- પદ્મિની (2006) – દક્ષિણ ભારતીય અભિનેત્રી અને પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના. નૃત્યના મહાન પ્રકાશ (નૃત્યાપેરોલી) તરીકે પ્રખ્યાત.
- રાજા રમન્ના (2004) – ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક હતા જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- ઇ.એસ. વેંકટરામૈયા (1997) – ભારતના ભૂતપૂર્વ 19મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- સર્વ મિત્ર સિકરી (1992) – ભારતના ભૂતપૂર્વ 13મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- ભૂપતિ મોહન સેન (1978) – પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા.





