Today history 25 August: આજે 25 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતમાં 25 ઓગસ્ટથી રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહની ઉજવણી કરાય છે. ડબ્લ્યુએચઓના આંકડા અનુસાર ભારતમાં 1.5 કરોડ લોકો અંધ છે. આથી ભારતમાં નેત્રદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા હેતુ નેત્રદાન સપ્તાહની ઉજવણી કરાય છે. આજે ચંદ્ર પર પગ મૂકનાર દુનિયાના પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગની પુણ્યતિથિ છે, તેમનું અવસાન વર્ષ 2012માં અમેરિકામાં થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
25 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1351- સુલતાન ફિરોઝ શાહ તુગલક તૃત્તિયનો રાજ્યાભિષેક થયો
- 1916 – ટોટનબર્ગના યુદ્ધમાં રશિયાએ જર્મનીને હરાવ્યું.
- 1940 – લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા સોવિયેત સંઘમાં જોડાયા.
- 1957 – ભારતીય પોલો ટીમે વર્લ્ડ કપ જીત્યો.
- 1963 – સોવિયત સંઘના નેતા જોસેફ સ્ટાલિનના સોળ વિરોધીઓને ફાંસી આપવામાં આવી.
- 1975 – ભારત પોલો વર્લ્ડ ચેમ્પિયન બન્યું.
- 1977- સર એડમન્ડ હિલેરીનું સાગરથી હિમાલય અભિયાન હલ્દિયા બંદરથી શરૂ થયું.
- 1980 – ઝિમ્બાબ્વે સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
- 1991 – બેલારુસ સોવિયેત સંઘથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો.
- 1997- માસૂમા, ઇબ્તેકાર ઈરાનના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા.
- 2001 – ઓસ્ટ્રેલિયાનો લેગ-સ્પિનર શનવર્ન લંડનમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 400 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ સ્પિન બોલર બન્યો.
- 2003 – મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા અને મુંબી દેવી મંદિર પાસે કાર બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ લોકો માર્યા ગયા અને 150 થી વધુ ઘાયલ થયા.
- 2008- મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2008-09 માટે સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓનો વીમો ઉતારવાની વિનંતી કરી.
- 2011 – શ્રીલંકાની સરકારે 30 વર્ષ પછી દેશમાં જાહેર કરેલી કટોકટી પાછી ખેંચી લીધી.
આ પણ વાંચો | 24 ઓગસ્ટનો ઇતિહાસ : કલકત્તાનો સ્થાપના દિન, યુક્રેનનો સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ચાકુ દિવસ છે
રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહ (National Eye Donation Week 2023)
રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહ (National eye donation week 2023) 25 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2023 સુધી ઉજવાય છે. લોકોને નેત્રદાન માટે પ્રોત્સાહિત કરવા અને આંખના પ્રત્યારોપણ અથવા નેત્રદાન સંબંધિત વિવિધ ગેરસમજોને દૂર કરવાના ઉદ્દેશ્ય દર વર્ષે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. નેત્રદાન એટલે મૃત્યુ પછી કોઈ વ્યક્તિને ચક્ષુદાન કરવું. નેત્રદાન એક પ્રકારનું દાન છે, જે મૃત્યુ પછી અન્ય અંધ વ્યક્તિને જોવામાં મદદ કરે છે. જેવું કે લોકો માને છે કે તે આંખોનું ટ્રાન્સપ્લાન્ટ છે, પરંતુ તેમ થતું નથી. આ કોર્નિયાનું દાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર ભારતમાં લગભગ 1.5 લોકો દ્રષ્ટિહીન છે. જ્યારે 1.5 કરોડથી વધારે લોકો આંખ સંબંધિત કોઇને કોઇ બીમારીથી પીડિત છે. આથી જો સ્વસ્થ વ્યક્તિની આંખોનું દાન કોઇ અંધ કે દ્રષ્ટિબાધિત વ્યક્તિને કરવામાં આવે તો તેના જીવનમાં ફરી અજવાળું થશે.
આ પણ વાંચો | 23 ઓગસ્ટનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- વિનેશ ફોગાટ (1994) – ભારતીય મહિલા કુસ્તીબાજ.
- રાજીવ કપૂર (1962) – ફિલ્મ અભિનેતા અને રાજ કપૂરના પુત્ર હતા.
- ઈનાયતુલ્લા ખાન મશરિકી (1888) – ખાકસર ચળવળના જનક અને પાકિસ્તાનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ.
- સુભાષ સરકાર (1953) – ભારતીય જનતા પાર્ટીના નેતા.
- વિજયકાંત (1952) – અભિનેતા અને રાજનેતા.
- વિવેક કુમાર અગ્નિહોત્રી (1945) – IAS અધિકારી કે જેઓ રાજ્યસભાના મહાસચિવ હતા.
- લુઇસ ઇસ્લેરી (1948) – અગિયારમી લોકસભાના સભ્ય.
- બાબુરાવ કાલે (1926) – પાંચમી લોકસભાના સભ્ય.
- બી. પી. મંડલ (1918) – ભારતીય રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી.
આ પણ વાંચો | 22 ઓગસ્ટનો ઇતિહાસ : વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે, ગાંધીજીએ વિદેશી કપડાની હોળી કરી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- નીલ આર્મસ્ટ્રોંગ (2012) – ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી.
- અહેમદ ફરાઝ (2008) – પ્રખ્યાત ઉર્દૂ કવિ
- હરિભાઉ ઉપાધ્યાય (1972) – ભારતના પ્રખ્યાત લેખક અને રાષ્ટ્રવાદી.
- મખદૂમ મોહિઉદ્દીન (1969) – પ્રખ્યાત ક્રાંતિકારી ભારતીય કવિ હતા.
આ પણ વાંચો | 21 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ, ભારતમાં ભારતની વન્યજીવ સંરક્ષણ કાયદો પસાર થયો





