આજનો ઇતિહાસ 25 જુલાઇ: વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ, આઇવીએફથી પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો

Today history 25 july: આજે 25 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ એટલે આઇવીએફ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : July 25, 2023 09:50 IST
આજનો ઇતિહાસ 25 જુલાઇ: વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ, આઇવીએફથી પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો
Today history World Embryologist: વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ

Today history 25 july: આજે 25 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ છે. ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટો, રોબર્ટ એડવર્ડ્સ અને તેમની ટીમે આજના દિવસે વર્ષ 1978માં આઇવીએફ ટ્રીટમેન્ટની મદદથી દુનિયાની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઇસ જોય બ્રાઉનનો જન્મ કરાવ્યો હતો. વર્ષ 2007માં આજના દિવસે પ્રતિભા પાટીલે ભારતના 12મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

25 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 1547 – ફ્રાન્સના હેનરી દ્રિતીયને તાજ પહેરાવવામાં આવ્યો.
  • 1783 – અમેરિકામાં ક્રાંતિકારી યુદ્ધ: યુદ્ધની છેલ્લી લડાઇ, પ્રારંભિક શાંતિ સમાધાન સાથે સમાપ્ત થાય છે.
  • 1813 – ભારતમાં પ્રથમ વખત કોલકાતામાં બોટ રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
  • 1978 – ઓલ્ડહામ (યુકે)માં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ.
  • 1994 – જોર્ડનના શાહ હુસૈન અને ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રોબિને વોશિંગ્ટનમાં ઐતિહાસિક ઘોષણા પર હસ્તાક્ષર કર્યા, ચંદ્ર પર માનવ પદાર્પણની રજત જયંતિ.
  • 2001 – રૂઢિચુસ્ત મુસ્લિમ નેતા હમઝાહ હજ ઇન્ડોનેશિયાના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા.
  • 2004 – પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનના ત્રણ સહયોગીઓને મુક્ત કરવામાં આવ્યા.
  • 2007 – પ્રતિભા પાટીલે ભારતના 12મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
  • 2008 – ઉત્તરપૂર્વ ઇરાકમાં મહિલા આત્મઘાતી બોમ્બરના વિસ્ફોટમાં એક નાગરિક સહિત આઠ લોકો માર્યા ગયા.
  • 2017 – ગુજરાતમાં પૂરમાં 70 થી વધુ લોકોના મોત.

આજનો ઇતિહાસ

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 24 જુલાઇ: રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ

વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ (World Embryologist Day)

વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ એટલ કે વિશ્વ આઇવીએફ દિવસ 25 જુલાઇના રોજ ઉજવાય છે. આજની તારીખે વર્ષ 1978માં વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઇસ જોય બ્રાઉનનો જન્મ થયો હતો. ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટો, રોબર્ટ એડવર્ડ્સ અને તેમની ટીમની વર્ષોની મહેનત અને પ્રયત્નોથી દુનિયામાં પહેલા ટેસ્ટ ટ્યુટ બેબીના જન્મમાં સફળતા મળી હતી. આમ ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટો, રોબર્ટ એડવર્ડ્સને આઇવીએફના પિતા માનવામાં આવે છે. આઇવીએફની પદ્ધતિથી જે સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભવતી થઇ શકતી નથી, તેમને ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. વંધ્યત્વની સમસ્યાનો સામનો કરનાર સ્ત્રીઓને માટે આઇવીએફ પદ્ધતિ એ રામબાણ ઇલાજ ગણાય છે. આઇવીએફનું પુરું નામ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (In vitro fertilization) છે.

હાલના સમમયાં સ્ત્રી અને પુરુષ બંનેમાં વંધ્યત્વ એટલે કે પ્રજનનની સમસ્યા ગંભીર રીતે વધી રહી છે. જેના લીધે સ્ત્રીઓને બાળક જન્મ આપવામાં મુશ્કેલી સર્જાય છે. આવી પરિસ્થિતિમાં આઇવીએફ ટ્રીટમેન્ટથી મહિલાઓ સરળતાપૂર્વક ગર્ભધારણ કરીને બાળકને જન્મ આપી શકે છે.

આ પણ વાંચોઃ 23 જુલાઇ: રાષ્ટ્રીય રેડિયો પ્રસારણ દિવસ, સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગોવિંદ નારાયણ સિંહ (1920) – મધ્ય પ્રદેશના પાંચમા મુખ્યમંત્રી
  • સોમનાથ ચેટર્જી (1929) – એક પ્રખ્યાત રાજકારણી અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા
  • શ્યામચરણ દુબે (1922) – ભારતીય સમાજશાસ્ત્રી અને લેખક હતા.
  • પરશુરામ ચતુર્વેદી (1894) – વિદ્વાન સંશોધક વિવેચક
  • હરસિમરત કૌર બાદલ (1966) – પંજાબના મહિલા રાજકારણી

આ પણ વાંચો- 22 જુલાઇનો ઇતિહાસ: રાષ્ટ્રીય ધ્વજ દિવસ- ત્રિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો; રાષ્ટ્રીય કેરી દિવસ

પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ

  • ગણેશ વાસુદેવ જોશી (1880)- જાહેર કાર્યકર્તા.
  • ગોદાવરીશ મિશ્રા (1956) – ઓરિસ્સાના પ્રખ્યાત સમાજ સુધારક, લેખક અને જાહેર કાર્યકર.
  • મનમોહન સૂરી (1981) – ભારતીય મિકેનિકલ એન્જિનિયર અને સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુરના ડિરેક્ટર.
  • બી.આર. ઈશારા (2012) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક

આ પણ વાંચોઃ 21 જુલાઇનો ઇતિહાસ: નેશનલ જંક ફુડ દિવસ, સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મદિન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ