આજનો ઇતિહાસ 25 જૂન : ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી, આઝાદ ભારતનો ‘કાળો દિવસ’

Today history 25 june : આજે 25 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજનો દિવસ આઝાદ ભારતનો 'બ્લેડ ડે' છે, કારણ કે વર્ષ 1975માં 25 જૂને તત્કાલિકન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
June 25, 2023 07:20 IST
આજનો ઇતિહાસ 25 જૂન : ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી, આઝાદ ભારતનો ‘કાળો દિવસ’
તત્કાલિકન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ વર્ષ 1977માં 25 જૂને ભારતમાં ઇમરજન્સી લાદવાની ઘોષણા કરી હતી.

Today history 25 june : આજે 25 જૂન 2023 (25 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ 1975માં તત્કાલિનન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી, આથી 25 જૂનને આઝાદ ભારતનો ‘બ્લેક ડે’ કહેવાય છે. તે સમયે ભારમતાં 21 મહિના સુધી કટોકટી લાગુ નાગરિક અધિકારો અને પ્રેસ-મીડિયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

25 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1977 – ઈમરજન્સીની વર્ષગાંઠ 25મી જૂને ‘બ્લેક ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
  • 1998 – સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન 9 દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા છે.
  • 1999 – અમેરિકા દ્વારા યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ સ્લોબોડાન મિલોસેવિકની ધરપકડની માહિતી માટે 50 લાખ ડોલરના ઈનામની જાહેરાત.
  • 2002- અફઘાનિસ્તાનમાં નવા મંત્રીમંડળે શપથ લીધા.
  • 2003 – સિંગાપોરના ટોચના વકીલ અને ભારતીય સમુદાયના અગ્રણી સભ્ય આર. પાલ કૃષ્ણનનું મેલબોર્નમાં નિધન થયું હતું.
  • 2004 – રશિયાનો ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવાનો નિર્ણય.
  • 2005 – અહમદી નેજાદ ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા.
  • 2008 – ઉત્તર પ્રદેશ સરકારે ઘર અને પ્લોટની નોંધણી પરની સ્ટેમ્પ ડ્યુટી 8% થી ઘટાડીને 5% કરી.
  • 2017 – શ્રીકાંતે ઓસ્ટ્રેલિયા ઓપન સુપર સિરીઝનું ટાઇટલ જીત્યું.

આ પણ વાંચોઃ 24 જૂનનો ઇતિહાસ : રાણી દુર્ગાવતી બલિદાન દિવસ- મુઘલ સૈન્યને હંફાવનાર પરાક્રમી મહારાણી ઇતિહાસમાં અમર થઇ ગયા

આઝાદ ભારતનો ‘બ્લેક ડે’, ઇન્દિરા ગાંધીએ દેશમાં ‘ઇમરજન્સી’ જાહેર કરી

25 જૂનને આઝાર ભારતનો ‘બ્લેક ડે’ કહેવાય છે, કારણ કે તે દિવસ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે તત્કાલિન ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તે સૌથી વિવાદાસ્પદ અને અલોકતાંત્રિક સમયગાળો હતો.

કટોકટી દરમિયાન ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી અને નાગરિક અધિકારો નાબૂદ કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધીના રાજકીય વિરોધીઓને કેદ કરવામાં આવ્યા અને પ્રેસ- મીડિયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યો. વડાપ્રધાનના પુત્ર સંજય ગાંધીના નેતૃત્વમાં મોટા પાયે નસબંધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જયપ્રકાશ નારાયણે તેને ‘ભારતીય ઈતિહાસનો સૌથી કાળો સમયગાળો’ ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ 23 જૂનનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • લોર્ડ માઉન્ટબેટન (1900) – બ્રિટિશ રાજનેતા, નેવલ સ્ટાફના વડા અને ભારતના છેલ્લા વાઇસરોય
  • ચંદ્રશેખર પાંડે (1903) – પ્રખ્યાત લેખક.
  • સુચેતા ક્રિપલાણી (1908) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.
  • વિશ્વનાથ પ્રતાપ સિંહ (1931)- ભારતના આઠમા વડાપ્રધાન.
  • મદન મોહન (1924) – બોલિવૂડ ફિલ્મ સંગીત નિર્દેશક.
  • ગોપાલ પ્રસાદ દુબે (1957)- સરાઈકેલા છાઉ નૃત્યના અગ્રણી નૃત્યાંગના છે.
  • એમ.વી.વી. સત્યનારાયણ (1966)- આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના સંસદ સભ્ય.
  • મનોજ કુમાર પાંડે (1975) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
  • સુધા સિંહ (1986) – ભારતની પ્રખ્યાત મહિલા રમતવીર.
  • સતીશ શાહ (1961)- ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકાર.

આ પણ વાંચોઃ 22 જૂનનો ઇતિહાસ : વિશ્વ વર્ષાવન દિવસ – જંગલોના નાશ અને ક્લાઇમેટ ચેન્જથી વર્ષાવન પર ખતરો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મોહન રાનાડે (2019) – એક સ્વતંત્રતા સેનાની હતા જેમણે ગોવાની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • શિવ ચરણ માથુર (2009) – રાજસ્થાનના દસમા મુખ્યમંત્રી હતા.
  • સ્વામી સહજાનંદ સરસ્વતી (1950) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.

આ પણ વાંચોઃ 21 જૂનનો ઇતિહાસ: વિશ્વ યોગ દિવસ – યોગ કરો રોગ મુક્ત રહો; વિશ્વ સંગીત દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ