Today history આજનો ઇતિહાસ 25 સપ્ટેમ્બર : વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અને અંત્યોદય દિવસ કેમ ઉજવાય છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોણ હતા?

Today history 25 September : આજે 25 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ છે, જે અંત્યોદય દિવસ તરીકે ઉજવાય છે. આજે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Written by Ajay Saroya
Updated : September 25, 2023 10:48 IST
Today history આજનો ઇતિહાસ 25 સપ્ટેમ્બર : વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અને અંત્યોદય દિવસ કેમ ઉજવાય છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોણ હતા?
દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ હોય છે અને તેને અંત્યોદય દિવસ તરીકે ઉજવાય છે. તેમજ તારીખે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉજવાય છે. (Photo : Express)

Today history 25 September : આજે 25 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના અગ્રણી રાજનેતા અને સમાજસેવક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ છે અને તેને અંત્યોદય દિવસ તરીકે ઉજવાય છે. ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને રાહત દરે અનાજનું વિતરણ કરવા અંત્યોદય યોજના પણ ચલાવવામાં આવે છે. તેમજ આજના દિવસે વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસ પણ ઉજવાય છે. વર્ષ 1524માં વાસ્કો દ ગામા વાઇસરોય તરીકે છેલ્લી વખત ભારત આવ્યા હતા. આજના દિવસે વર્ષ 1639માં અમેરિકામાં પ્રથમ પ્રિંટિંગ પ્રેસની શરૂઆત થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

25 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1340 – ઈંગ્લેન્ડ અને ફ્રાન્સે નિઃશસ્ત્રીકરણ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1524 – વાસ્કો દ ગામા વાઇસરોય તરીકે છેલ્લી વખત ભારત આવ્યા.
  • 1639 – અમેરિકામાં પ્રથમ પ્રિંટિંગ પ્રેસ શરૂ થયું.
  • 1654 – ઈંગ્લેન્ડ અને ડેનમાર્કે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1846 – અમેરિકન સેનાએ મોન્ટેરી, મેક્સિકો પર કબજો કર્યો.
  • 1897 – બ્રિટનમાં પ્રથમ બસ સેવા શરૂ થઈ.
  • 1911 – ફ્રેન્ચ યુદ્ધ જહાજ લિબ્રેટમાં ટુલોન હાર્બર ખાતે વિસ્ફોટમાં 285 લોકો મૃત્યુ પામ્યા.
  • 1981 – મધ્ય અમેરિકન દેશ બેલીઝ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
  • 1999 – કાઠમંડુમાં આઠમી સૈફ ગેમ્સનું ઉદ્ઘાટન થયું.
  • 2000 – યમનમાં રિફ્ટ વેલી ફીવરને કારણે 211 લોકો મૃત્યુ પામ્યા, માઈકલ જોન્સન અને કેથી ફ્રીમેને સિડની ઓલિમ્પિક્સમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો.
  • 2001 – સાઉદી અરેબિયાએ તાલિબાન મિલિશિયા સાથેના સંબંધો તોડી નાખ્યા.
  • 2003 – ગયૂમ છઠ્ઠી વખત માલદીવના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા.
  • 2006 – પાકિસ્તાનના 60 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સિંધના થરપારકર જિલ્લાના રહેવાસી હિંદુ યુવક દાનેશને પાકિસ્તાન આર્મીમાં સામેલ કરવામાં આવ્યો. યમનના વિદાય લેતા રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહને ફરી એકવાર દેશના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા છે. અવકાશની સફર કરનાર ઈરાનની પ્રથમ મહિલા અનુશેહ અંસારીએ દેશના ઈતિહાસમાં એક નવો અધ્યાય રચ્યો છે. દલાઈ લામાને ભારતીય નાગરિકતા આપવાની માંગ.
  • 2007 – ભૂતપૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની આગેવાની હેઠળની નેપાળી કોંગ્રેસ (ડેમોક્રેટિક) પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ.
  • 2008 – ચીને અવકાશયાન શેનઝોઉ 7 લોન્ચ કર્યું.
  • 2009 – ભારતીય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આશરે પાંચ હજાર કરોડ રૂપિયાના હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો.

અંત્યોદય દિવસ (Antyodaya Diwas)

ભારતમાં દર વર્ષે 25 સપ્ટેમ્બરે અંત્યોદય દિવસ (Antyodaya Diwas) ઉજવાય છે. આ તારીખે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ ઉજવાય છે. તેઓ એક રાષ્ટ્રવાદી નેતા, ગરીબો અને દલિતો માટે લડનાર અગ્રણી સમાજ સેવક હતા. તેઓ રાજકીય પક્ષ ભારતીય જનતા સંઘના નેતા હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ મથુરામાં થયો હતો. તેમની 98મી જન્મજયંતિના રોજ વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની યાદમાં અંત્યોદય દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. ઉપરાંત અંત્યોદય યોજના નામની એક સરકારી યોજના પણ ચલાવાય છે, જે હેઠળ ગરીબ લોકોને રાહત દર અનાજનું વિતરણ કરવામાં આવે છે. આ યોજના સૌપ્રથમ રાજસ્થાન સરકાર દ્વારા 2 ઓક્ટોબર, 1977માં શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ તેનો રાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર કરવામાં આવ્યો. નોંધનિય છે કે, પંડિત દીનદયાલે જ અંત્યોદયનો નારો આપ્યો હતો. તેઓ કહેતા હતા કે, કોઇ પણ દેશ પોતાના મૂળ કાપીને ક્યારેય વિકાસ કરી શકતો નથી. તેમનામાં સંગઠનનું અદ્વિતીય અને અદભૂત હતું. તેઓ એક માનવતાવાદી, અર્થશાસ્ત્રી, પત્રકાર, દાર્શનિક અને સક્ષમ રાજનેતા હતા.

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ (World Pharmacists Day)

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે (World Pharmacists Day) દર વર્ષે 25 સપ્ટેમ્બરે ઉજવાય છે. વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2009માં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) કોંગ્રેસ દ્વારા ઇસ્તાન્બુલમાં કરવામાં આવી હતી. એફપીઆઇની વર્ષ 1912માં 25 સપ્ટેમ્બરના રોજ સ્થાપના કરાઇ હતી અને આથી જ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી આ તારીખ કરવામાં આવે છે. વિશ્વ ફાર્માસિસ્ટ ડેની ઉજવણીનો હેતુ દુનિયાના દરેક ખુણામાં સ્વાસ્થ્ય સુવિધામાં સુધારો-વધારો કરવાનો છે. તેમજ તમામ લોકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા, દવા, મેડિકલ ટેકનોલોજીની સરળ ઉપલબ્ધતા ઉભી કરવાનો છે.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • બ્રત્યા બાસુ (1969) – ભારતીય અભિનેતા, સ્ટેજ ડિરેક્ટર, નાટ્યકાર, ફિલ્મ નિર્દેશક, પ્રોફેસર અને રાજકારણી.
  • અજય કુમાર મિશ્રા (1960) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી, રાજનેતા અને 16મી લોકસભામાં સંસદ સભ્ય.
  • ચૌધરી દેવી લાલ (1914) – ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય રાજકારણના પ્રણેતા, ખેડૂતોના મસીહા, મહાન સ્વતંત્રતા સેનાની, હરિયાણાના જનક.
  • દીનદયાલ ઉપાધ્યાય (1916) – મહાન વિચારક અને આયોજક.
  • સતીશ ધવન (1920) – ભારતના પ્રખ્યાત રોકેટ વૈજ્ઞાનિક.
  • ભાઉરાવ દેવાજી ખોબ્રાગડે (1925) – ભારતીય રિપબ્લિકન પાર્ટીના ભારતીય રાજકારણી હતા.
  • જગમોહન મલ્હોત્રા (1927) – ભારતીય સિવિલ સર્વિસના ભૂતપૂર્વ અમલદાર અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • ફિરોઝ ખાન (1939) – પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
  • દિવ્યા દત્તા (1977) – ફિલ્મ અભિનેત્રી.

આ પણ વાંચો | 24 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ નદી દિવસનું શું મહત્વ છે? વર્લ્ડ બોલીવુડ ડે કેમ ઉજવાય છે?

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • એસ. પી. બાલાસુબ્રમણ્યમ (2020) – ભારતીય સિનેમાના પ્રસિદ્ધ પ્લેબેક ગાયક.
  • કન્હૈયા લાલ નંદન (2010) – વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર.
  • જન કૃષ્ણમૂર્તિ (2007) – 2001 થી 2002 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ.
  • સુદર્શન સિંહ ચક્ર (1989) – સાહિત્યકાર અને સ્વતંત્રતા સેનાની.
  • પ્રફુલ્લ ચંદ્ર સેન (1990) – બંગાળના અગ્રણી કોંગ્રેસી નેતા, ગાંધીજીના અનુયાયી અને સ્વાતંત્ર્ય સેનાની.
  • એસ. મુખર્જી (1990) – ભારતના પૂર્વ 20મા મુખ્ય ન્યાયાધીશ.
  • રૂકમાબાઈ (1955) – ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ