Today history 26 july: આજે 26 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે કારગિલ વિજય દિવસ છે. ભારત અને પાકિસ્તાન સૈન્ય વચ્ચે વર્ષ 1999માં કાશ્મીરમાં કારગિલ ખાતે યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધમાં ભારતની જીત થઇ પણ સામે પાંચસોથી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. શહીદ ભારતીય સૈનિકોના સમ્માનમાં દર વર્ષે 25 જુલાઇના રોજ કારગિલ વિજય ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
26 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
- 1614 – મુઘલ સમ્રાટ જહાંગીરે મેવાડના રાણાનું પોતાના દરબારમાં સ્વાગત કર્યું.
- 1826- લિથુઆનિયાની હિંસામાં ઘણા યહૂદીઓ માર્યા ગયા.
- 1945 – વિન્સ્ટન ચર્ચિલે ચૂંટણીમાં હાર બાદ બ્રિટનના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું.
- 1951- નેધરલેન્ડે જર્મની સાથે યુદ્ધ સમાપ્ત કર્યું.
- 1965 – માલદીવ બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું.
- 1974 – ફ્રાંસે મુરુરા ટાપુમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1993 – દક્ષિણ કોરિયામાં બોઇંગ પ્લેન ક્રેશ થતાં 66 મુસાફરો માર્યા ગયા હતા.
- 1994 – કુર્દમાં તુર્કી એરફોર્સ દ્વારા બોમ્બ ધડાકામાં 70 લોકો માર્યા ગયા હતા.
- 1997 – શ્રીલંકાએ ‘એશિયા કપ’ જીત્યો, ખેમર રૂજના નેતા પોલપોટને આજીવન કારાવાસ.
- 1998 – પ્રખ્યાત મહિલા ખેલાડી જેકી જયનેર કેર્સીએ રમતમાંથી સન્યાસ લીધો.
- 1999 – કારગિલ વિજય દિવસ (ભારત-પાક કારગિલ યુદ્ધ)
- 2000 – ફિજીમાં સેનાએ બળવાખોર નેતા જ્યોર્જ સ્પાઈટની ધરપકડ કરી.
- 2002 – ઈન્ડોનેશિયાની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ સુહટ્ટોના પુત્રને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. પ્રથમ છત્તીસગઢ રાજ્ય શુટિંગ ચેમ્પિયનશિપ શરૂ થઈ.
- 2004 – ઈરાનના વિદેશ મંત્રી કમલ કરઝાઈએ ભારતીય વડાપ્રધાન સાથે ગેસ પાઈપલાઈનના પ્રસ્તાવ પર વાતચીત કરી. આર્જેન્ટિનાને હરાવીને બ્રાઝિલે કોપા કપ જીત્યો હતો.
- 2005 – નાસા શટલ ડિસ્કવરીની શરૂઆત.
- 2006 – લેબનોનમાં ઇઝરાયેલ હુમલામાં સંયુક્ત રાષ્ટ્રના ચાર નિરીક્ષકો માર્યા ગયા.
- 2007 – પાકિસ્તાને પરમાણુ સંચાલિત ક્રુઝ મિસાઈલ બાબર હતફ-7નું સફળ પરીક્ષણ કર્યું.
- 2008 – યુરોપીયન વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર બીજા નવા ગ્રહની શોધ કરી.
આ પણ વાંચોઃ 25 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ, આઇવીએફથી પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો
કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas)
કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) દર વર્ષે ’26 જુલાઈ’ના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઇમાં ભારતનો વિજય થયો હતો. ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આજથી 25 વર્ષ પહેલા 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાસે કારગીલની પહાડીઓમાં ઘૂસેલા આતંકવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા. તે પાકિસ્તાન સામે સંપૂર્ણ યુદ્ધ હતું, જેમાં પાંચસોથી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. સમગ્ર ભારત દેશ ’26 જુલાઈ’ના દિવસે આ બહાદુર અને શહીદ સૈનિકોને યાદ કરે છે અને નમન કરે છે. દેશની આ જીતમાં કારગીલના સ્થાનિક નાગરિકોએ પણ મોટી ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 24 જુલાઇ: રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- કૃષ્ણ પટ્ટાભી જોઈસ (1915) – પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા.
- વિદ્યાવતી ‘કોકિલ’ (1914) – ભારતની પ્રખ્યાત કવિયત્રી.
- માલતી ચૌધરી (1904) – ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી.
- છત્રપતિ સાહુ મહારાજ (1874) – મહારાષ્ટ્રના પ્રખ્યાત સમાજ સુધારક અને દલિતોના શુભેચ્છક.
આ પણ વાંચોઃ 23 જુલાઇ: રાષ્ટ્રીય રેડિયો પ્રસારણ દિવસ, સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- ઉબેદ સિદ્દીકી (2013) – ભારતીય રાષ્ટ્રીય સંશોધન પ્રોફેસર અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક-નિર્દેશક હતા.
- સત્ય નારાયણ સિંહા (1983) – પ્રખ્યાત રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદીય બાબતોના મંત્રી હતા.
- વાસુદેવ શરણ અગ્રવાલ (1966) – ભારતના પ્રખ્યાત વિદ્વાન.